રૂઢિપ્રયોગ - મારવો તો મુઘલ
- Get link
- X
- Other Apps
મારવો તો મુઘલ
આ કહેવત મુઘલોના
સમયની છે. મુઘલ બાદશાહો બહુ શક્તિશાળી ગણાતા એ સમય માં. વાળી તેઓ એટલા જ જુલમી પણ
હતા. આ કારણથી મુઘલને મારવો એ ઉચ્ચ કોટિનું અને અઘરું કામ કેહવાતું. માટે કોઈને
મોટા કામ કરવા માટે પ્રેરણા આપવા માટે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. આ કહેવત દ્વારા
નાના કામ અને સરળ કામ ને અવગણવાનું કહેવામાં આવે છે અને મોટા તથા અઘરા કામ કરવાનો
મહિમા કરવામાં આવે છે.
ઉદાહરણ - "હું કઈ
નાના મોટા કર્મચારીને હેરાન નથી કરવાનો. હું તો સીધો કંપનીના માલિકને જ સપાટામાં
લેવાનો છું. મારવો તો મુઘલ."
આ જ કહેવત ઉપરથી
એક બીજી આવી જ કહેવત પણ જાણીતી છે. "મારવો તો મીર". અહી મીર એટલે મીર
જાફર કે જે બંગાળનો નવાબ હતો અને અંગ્રેજો સાથે મળીને દેશને ગુલામ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. આ ઉપરાંત એક બીજો મીર પણ હતો, મીર બાંકી. મીર બાંકી મુઘલ સુલતાન બાબરની સેનાનો સેનાપતિ હતો અને અત્યંત નિર્દયી અને આતતાઈ હતો. આ રૂઢિપ્રયોગ આ બંને મીરને ધ્યાનમાં રાખીને પ્રચલિત થયો હોય એવું બની શકે.
MARVO TO MUGHAL
This proverb is the from
the times of Mughals. The Mughal emperors were mighty and were also merciless
on the people of their territory. That is why killing a Mughal was considered a
work of bravery and honor. This proverb
is symbolically used to describe that one should do rather a tougher and larger
work than a smaller one.
One other proverb “MARVO
TO MIR” was also used in the line of this proverb. Here the Mir means the Nawab of Bengal, Mir Jaffer who colluded with Britishers to colonize India. This Mir could also be the Mir Banki who was the military general in Mughal emperor Babur's army. He was very cruel and barbaric. So this idiom might have started in the society with the terror of these two Mirs.
- Get link
- X
- Other Apps
Labels
Labels
Previous Posts
Previous Posts
-
-
-
-
- રૂઢિપ્રયોગ - સીદી બાઈને સીદકા વહાલા
- રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!
- કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
- કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય
- કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી
- કહેવત – ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે
- રૂઢિપ્રયોગ – માગીને ખાવું ને એ પણ ગરમ
- રૂઢિપ્રયોગ - કાગનું બેસવું ને ડાળનું પડવું
- રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
- રૂઢિપ્રયોગ - મારવો તો મુઘલ
-
-
Popular posts from this blog
કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...
કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા
બાપ એવા બેટા ને વડ એવા ટેટા અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે થતી હોય છે. વડ ઉપર ટેટા બેસતા હોય છે કે જેને વિવિધ પ્રક્ષીઓ ખાવા માટે આવતા હોય છે. મનુષ્યો પણ એ ટેટા મસાલા સાથે ખાતા હોય છે. આમાંથી અમુક ટેટા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને અમુક સ્વાદિષ્ટ નથી હોતા. એ સ્વાદમાં એનો આધાર એ વડના પોતાના લક્ષણો ઉપર આધાર રાખે છે. એ જ રીતે સંતાનોના લક્ષણો પણ તેમના માતા-પિતાના લક્ષણો (અને કર્મો) ઉપર પૂરો આધાર રાખતા હોય છે. આથી સંતાનના લક્ષણોની સરખામણી કરવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આ કહેવત આમ તો " મોરના ઈંડા ચીતરવા ના પડે " એ રૂઢિપ્રયોગને ખુબજ મળતી આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ "મોરના ઈંડા..." રૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બા...
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આ...
રૂઢિપ્રયોગ - કુવામાં હોય તો હવેડામાં આવે ને
કુવામાં હોય તો હવેડામાં આવે ને અર્થ વિસ્તાર: હવેડો એ હોય છે કે જ્યાં પ્રાણીઓ પાણી પિતા હોય છે. આ હવેડામાં પાણી કુવામાંથી આવતું હોય છે. ઘણીવાર યાંત્રિક પદ્ધતિથી પણ પાણી લાવવામાં આવે છે અથવા તો કોઈ જાતે જ કુવામાંથી પાણી ઉલેચીને હવેડામાં નાંખતા હોય છે. હવે જયારે કુવામાં જ પાણી ના હોય તો સ્વાભાવિક છે કે હવેડામાં પણ પાણી ક્યાંથી આવવાનું હતું? તો જયારે કોઈ હવેડો ખાલી હોવા માટે દુઃખ અથવા તો ક્રોધ કરતુ હોય છે ત્યારે એને એમ સમજાવવું પડે છે કે પાણી કુવામાં જ નથી, માટે હવેડાને દોષ દેવો અયોગ્ય છે. આ જ રીતે, જયારે કોઈ વ્યક્તિ એનાથી અપેક્ષિત કાર્ય કરતુ નથી અને એની પાછળનું કારણ એ હોય છે કે તેને ક્યારેય યોગ્ય શિખામણ, અથવા પ્રશિક્ષણ, અથવા માહિતી અથવા સંસ્કાર જ્યાંથી મળવા જોઈતા હતા ત્યાંથી મળ્યા જ નથી ત્યારે, એ વ્યક્તિને દોષ દેવા કરતા તેને જરૂરી પ્રશિક્ષણ ન આપનાર વ્યક્તિ કે સંસ્થાનો જ દોષ ચિહ્નિત કરવો જોઈએ. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને મળતો આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ ઉપરોક્ત રૂઢિપ્રયોગ માત...
કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે
કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે ઘણી જાણીતી આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુની મહિમા કરેલી છે. સુરતી વાનગીઓ તો સુપ્રસિદ્ધ છે જ. ત્યાંના જમણનો સ્વાદ અને વાનગીના પ્રકાર કૈક અલગ જ હોય છે. વાળી એવું કેહવામાં આવે છે કે પવિત્ર નગરી કાશી (વારાણસી), ભગવાન કાશીવિશ્વનાથના ધામમાં જો કોઈને મૃત્યુ મળે તો તેનો મોક્ષ થઇ જાય છે. ઉદાહરણ - " જીવનમાં હવે માત્ર બે જ ઈચ્છા બાકી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ. " SURAT NU JAMAN NE KASHI NU MARAN - NASIBDAR NE J MALE (Fortunate are those who get food of Surat and death in Kashi) This well known proverb describes the good reputation of the food of Surat and the death received in the sacred city of Kashi. It is used in its literal meaning.
રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ
જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ અર્થ વિસ્તાર: જયારે કોઈ વ્યક્તિ પોતાને કંઈ ખાસ લાગતું વળગતું ના હોય છતાં હરખપદુડા થઈને, ફુલાઈ ફુલાઈને ઉત્સાહિત હોવાનો વ્યવહાર કરતા હોય ત્યારે આ રૂઢીપ્રયોગ વપરાય છે. આ રૂઢીપ્રયોગ હિન્દીના જાણીતા રૂઢીપ્રયોગ बेगानी शादी में अब्दुल्ला दीवाना ને મહદઅંશે મળતો આવે છે. લગ્નની જાન ના ગાડા જતા હોય, કોઈ ભાવ પણ ના પૂછતું હોય, ગાડામાં કોઈ બેસાડતુંય ના હોય, આમ છતાં 'હું તો વરની ફુઈ છું' એમ સમજીને હરખઘેલી થઈને ગાડા પાછળ દોડી દોડીને જાય, ને અંતે થાકીને દુર્દશા થાય એવી ઉપમા આ પરિસ્થિતિ માટે આપવામાં આવી છે. ઉદાહરણ ૧ – “નાનકડો એવો પ્રસંગ હતો. સત્યનારાયણની કથા હતી. દુરના કાકાના ઘરે જવાનું હતું. તોય તમે તો શેરવાની પહેરીને પહોચી ગયા, જાણે તમારા લગન થવાના હોય. આને કેવાય, જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફુઈ.... ”. ઉદાહરણ ૨ – “તમારા મિત્રના લગન હતા તો તમે શેના આટલા બધા આગ્રહથી જમાડતા હતા? તમે જાણો છો? જેને તમે આગ્રહ કરતા હતા એ તમારા મિત્રના સગા ભાઈ હતા. જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફુઈ.... ”. RUDHIPRAYOG - JANMA KOI JANE ...
Comments
Post a Comment