Posts
Showing posts with the label રૂઢિપ્રયોગો
રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ
- Get link
- X
- Other Apps
જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ અર્થ વિસ્તાર: જયારે કોઈ વ્યક્તિ પોતાને કંઈ ખાસ લાગતું વળગતું ના હોય છતાં હરખપદુડા થઈને, ફુલાઈ ફુલાઈને ઉત્સાહિત હોવાનો વ્યવહાર કરતા હોય ત્યારે આ રૂઢીપ્રયોગ વપરાય છે. આ રૂઢીપ્રયોગ હિન્દીના જાણીતા રૂઢીપ્રયોગ बेगानी शादी में अब्दुल्ला दीवाना ને મહદઅંશે મળતો આવે છે. લગ્નની જાન ના ગાડા જતા હોય, કોઈ ભાવ પણ ના પૂછતું હોય, ગાડામાં કોઈ બેસાડતુંય ના હોય, આમ છતાં 'હું તો વરની ફુઈ છું' એમ સમજીને હરખઘેલી થઈને ગાડા પાછળ દોડી દોડીને જાય, ને અંતે થાકીને દુર્દશા થાય એવી ઉપમા આ પરિસ્થિતિ માટે આપવામાં આવી છે. ઉદાહરણ ૧ – “નાનકડો એવો પ્રસંગ હતો. સત્યનારાયણની કથા હતી. દુરના કાકાના ઘરે જવાનું હતું. તોય તમે તો શેરવાની પહેરીને પહોચી ગયા, જાણે તમારા લગન થવાના હોય. આને કેવાય, જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફુઈ.... ”. ઉદાહરણ ૨ – “તમારા મિત્રના લગન હતા તો તમે શેના આટલા બધા આગ્રહથી જમાડતા હતા? તમે જાણો છો? જેને તમે આગ્રહ કરતા હતા એ તમારા મિત્રના સગા ભાઈ હતા. જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફુઈ.... ”. RUDHIPRAYOG - JANMA KOI JANE ...
રૂઢીપ્રયોગ - બોર અપાય બોરડી ના બતાવાય
- Get link
- X
- Other Apps
બોર અપાય બોરડી ના બતાવાય અર્થ વિસ્તાર: કોઈ વ્યક્તિનું મુલ્ય ત્યાં સુધી જ ઊંચું રહે છે જ્યાં સુધી તે બીજા કરતા કંઈક વિશેષ કરી શકે છે. જો એ વિશેષતા જતી રહે તો તેનું કોઈ વિશેષ મહાત્મ્ય રહેતું નથી. જયારે આ વિશેષતાનું રહસ્ય તે વ્યક્તિ કોઈ બીજાને આપી દે છે ત્યારે તે પોતાની વિશેષતા ખોઈ બેસે છે. જો કોઈ વ્યક્તિને બોર જોઈતા હોય અને તેને તમે બોર આપી શકો તો તમારું મુલ્ય ઊંચું અંકાય છે. પણ જો તમે તે વ્યક્તિને બોરડી જ બતાવી દો, તો તે વ્યક્તિ તમારું મહાત્મ્ય સમજવાને બદલે બોરડીએ જઈને જાતે જ બોર ખાઈ આવશે. આ કહેવત અંગ્રેજી રૂઢીપ્રયોગ - Don't give the fish, teach how to catch the fish - ને ઘણી મળતી આવે છે પણ બંનેનો સંદેશ બિલકુલ ઉલટો છે. માટે બંનેનું પ્રયોજન પણ જુદું છે. કોઈને શીખવતી વખતે આ અંગ્રેજી રૂઢીપ્રયોગ કહી શકાય, અને પોતાનું મહાત્મ્ય જાળવવા માટે આ ગુજરાતી રૂઢીપ્રયોગ કહી શકાય. ઉદાહરણ ૧ – “રોજ એ પોલીસવાળો મારી પાસે આવીને અપરાધીઓ વિષે માહિતી લઇ જાય છે, અને બદલામાં મને ધંધામાં છૂટછાટ આપે છે. જો હું એને મારા સંપર્કો બતાવી દઈશ તો મારો ધંધો બંધ થઇ જશે. બોર અપાય, બોરડી ના બતાવાય.” ઉદાહરણ ...
રૂઢીપ્રયોગ - ગોળના ગાંગડે ગાંધી ના થવાય
- Get link
- X
- Other Apps
ગોળના ગાંગડે ગાંધી ના થવાય અર્થ વિસ્તાર: ઘણીવાર લોકો પોતાની નાની એવી ઉપલબ્ધીને બહુ મોટી સમજીને એવો વ્યવહાર કરવા લાગે છે કે જાણે તેઓ જે તે વિષયના મહારથી બની ગયા. અને પછી સમાજમાં તેઓ એવી અપેક્ષા પણ રાખે છે કે તેમને એક મહારથી હોવાનું સન્માન પણ મળે. પણ જયારે એ જ્ઞાનને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાનો સમય આવે છે ત્યારે અજ્ઞાનને કારણે સમસ્યામાં મુકાઈ જતા હોય છે. આજ રીતે, કોઈ થોડા ધન વાળો વ્યક્તિ જયારે ખુબ ધની હોવાનો ડોળ કરે છે ત્યારે ક્યારેય્ક સમસ્યામાં જુકાઈ જતો હોય છે. એક ગાંધીની દુકાનમાં, એટલેકે કરિયાણાની દુકાનમાં માત્ર ગોળ નથી વેંચાતો. ગોળ તો બીજી હજારો વસ્તુઓમાંની એક વસ્તુ છે કે જે ત્યાં મળે છે. પણ જોઈ કોઈને માત્ર ગોળનો એક ગાંગડો મળી જાય, અને ગાંધીની દુકાન ખોલી દે તો કેવું? આજ ઉપમા આપીને ખોટો ડોળ કરતા વ્યક્તિઓને સમજાવવા માટે આ રૂઢીપ્રયોગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈને મળી છે નોકરી પંદર હજારની, અને ગાડી લેવા નીકળો ચેહ ઓડી. એણે કોઈક સમજાવો કે ગોળના ગાંગડે ગાંધી ના થવાય.” ઉદાહરણ ૨ – “ભાઈ હજુ મીકેનીકલ એન્જીનીયરનું ભણીને બહાર આવ્યા છે, અને તેમને થવું છે ઈંડસ્ટ્રીયલ કન્...
રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય
- Get link
- X
- Other Apps
મન હોય તો માળવે જવાય અર્થ વિસ્તાર: અંગ્રેજીમાં કહેવાય છે કે Where There Is A Will There Is A Way. આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી. દુર્ભાગ્યથી માણસોની મોટાભાગની મર્યાદાઓ તેમના દ્વારા જ તેમની પોતાની ઉપર થોપવામાં આવી હોય છે. બાકી મનુષ્યમાં અમર્યાદ શક્તિઓ રહેલી હોય છે. આખરે શા માટે સંસારમાં અમુક લોકો ખુબ સફળ હોય છે અને અમુક લોકોનું જીવન અત્યંત સાધારણ રહેતું હોય છે? એનું કારણ ઈચ્છાશક્તિનો તફાવત જ હોય છે. આમ પણ, જો મન વગર કરવામાં આવે તો ગમે તેટલું સહેલું કામ પણ સારી રીતે થઇ શકતું નથી. આ વિષે પણ એક કહેવત છે - " મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય ". ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખુબ દૂર છે. અગાઉ લાંબા પ્રવાસ માટેના સંસાધનો ખાસ હતા નહિ. માટે વેપાર કે અન્ય અર્થે મેવાળ જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હોતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી જ આ રૂઢિપ્રયોગ ...
રૂઢિપ્રયોગ - જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે?
- Get link
- X
- Other Apps
જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે? અર્થ વિસ્તાર: પ્રસૂતા સ્ત્રી માટે પ્રસવની પીડા અસહ્ય હોય છે. આમ છતાં તેને જેટલું થઇ શકે એટલું જોર કરીને બાળક જણવાનું હોય છે. તેને પ્રસુતિ કરાવવા માટે એક કુશળ સુયાણી (પ્રસૂતા કરાવનારી તબીબ) ની પણ જરૂર હોય છે. સુયાણી જેટલી કુશળ હોય એટલી પ્રસુતિ સુગમ થાય છે. આમ છતાં બાળકને જન્મ આપવા માટે પ્રસુતાએ તો સ્વયં જોર કરવું જ પડે છે. સુયાણી કેવળ દોરવણી કરી શકે, જન્મ તો માત્ર સ્ત્રી પોતે જ આપી શકે છે. હવે જો પ્રસૂતિમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો સુયાણીને દોષ દેવામાં આવે છે. પણ જો જણનારી પ્રસૂતામાં જ બાળકને જન્મ દેવાંનું જોર અને હિમ્મત ના હોય તો એમાં સુયાણીને દોષ દેવો કેટલો વ્યાજબી છે? આ જ રીતે ક્યારેક કોઈ વ્યક્તિની નિષ્ફળતાઓ માટે તેના શિક્ષક અથવા પ્રશિક્ષક અથવા માતા-પિતા અથવા તેના ઉપરી અધિકારીઓને દોષી ઠેરવવામાં આવતા હોય છે. પણ જો વ્યક્તિ પોતે જ ક્ષમતાવિહિન હોય તો તેમના માર્ગદર્શકોને દોષ દેવો વ્યાજબી નથી. આ ભાવ બતાવવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ આમાં એ બોલરના કોચનો કોઈ વાંક નથી. એમણે તો ખુબ પ્રયાસ કર્યો, મહેનત-...
રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે
- Get link
- X
- Other Apps
માહેલા ગુણ મહાદેવજી જાણે અર્થ વિસ્તાર: લોકો જેમ જેમ પ્રગતિ કરતા જાય છે એમ એમ સમાજમાં અને તેની આસપાસના વર્તુળમાં તેની એક વિશિષ્ટ છાપ ઉભી થતી જતી હોય છે. આ ઉપરાંત ઘણીવાર અમુક લોકો દંભ કે આડંબરો કરીને પોતે જે ના હોય તે હોવાનો ડોળ કરતા હોય છે. પણ જોકે જે લોકો એ વ્યક્તિને ઘણા સમયથી નજીકથી ઓળખતા હોય છે એ આવી વ્યક્તિઓના પ્રભાવમાં આવતા નથી. અને આ આડંબર કરનાર વ્યક્તિને તેને સાનમાં સમજી જવાનું કહેવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મહાદેવ એ સર્વવ્યાપી અને સર્વજ્ઞ ભગવાન છે. તે બધાની બધી વાતો જાણે છે. કોના મન મહી શું છુપાયેલું છે એ પણ તેઓ જાણે છે. તેમનાથી કઈં છૂપું નથી. એ જ રીતે, દરેક વ્યક્તિના અમુક નજીકના લોકો હોય એ તે વ્યક્તિ અને તેના વિચારો અને તેના મનને પણ ખુબ સ્પષ્ટતાથી જાણતા હોય છે. એટલી સ્પષ્ટતાથી કે જાણે સર્વજ્ઞ મહાદેવ પોતે જ હોય! આમ કોઈ દંભી વ્યક્તિને તેના જાણકાર ચીમકી આપવા માટે, અથવા તો પોતે તે વ્યક્તિને કેટલી સારી રીતે જાણે છે એ ચોટદાર રીતે રજુ કરવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ – “મૌલવીજી, આ બધા કાળા જાદુ ને ટોટકાની બીકો આપીને લોકોને છેતરવાનું બંધ ક...
રૂઢિપ્રયોગ - કુવામાં હોય તો હવેડામાં આવે ને
- Get link
- X
- Other Apps
કુવામાં હોય તો હવેડામાં આવે ને અર્થ વિસ્તાર: હવેડો એ હોય છે કે જ્યાં પ્રાણીઓ પાણી પિતા હોય છે. આ હવેડામાં પાણી કુવામાંથી આવતું હોય છે. ઘણીવાર યાંત્રિક પદ્ધતિથી પણ પાણી લાવવામાં આવે છે અથવા તો કોઈ જાતે જ કુવામાંથી પાણી ઉલેચીને હવેડામાં નાંખતા હોય છે. હવે જયારે કુવામાં જ પાણી ના હોય તો સ્વાભાવિક છે કે હવેડામાં પણ પાણી ક્યાંથી આવવાનું હતું? તો જયારે કોઈ હવેડો ખાલી હોવા માટે દુઃખ અથવા તો ક્રોધ કરતુ હોય છે ત્યારે એને એમ સમજાવવું પડે છે કે પાણી કુવામાં જ નથી, માટે હવેડાને દોષ દેવો અયોગ્ય છે. આ જ રીતે, જયારે કોઈ વ્યક્તિ એનાથી અપેક્ષિત કાર્ય કરતુ નથી અને એની પાછળનું કારણ એ હોય છે કે તેને ક્યારેય યોગ્ય શિખામણ, અથવા પ્રશિક્ષણ, અથવા માહિતી અથવા સંસ્કાર જ્યાંથી મળવા જોઈતા હતા ત્યાંથી મળ્યા જ નથી ત્યારે, એ વ્યક્તિને દોષ દેવા કરતા તેને જરૂરી પ્રશિક્ષણ ન આપનાર વ્યક્તિ કે સંસ્થાનો જ દોષ ચિહ્નિત કરવો જોઈએ. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને મળતો આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ ઉપરોક્ત રૂઢિપ્રયોગ માત...
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
- Get link
- X
- Other Apps
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
- Get link
- X
- Other Apps
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
રૂઢિપ્રયોગ - ટાઢા પાણીએ ખસ ગઈ
- Get link
- X
- Other Apps
ટાઢા પાણીએ ખસ ગઈ ઘણીવાર બહુ મોટી સમસ્યાનું ખુબ સરળતાથી કે આપોઆપ સમાધાન થઇ જતું હોય છે. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ખસ (ખુજલી) એ ચામડીનો એક એવો હઠીલો રોગ છે કે જે સરળતાથી જતો નથી. જાતજાતના લેપ લગાડવા પડે છે અને જાતજાતના પાણીઓથી નહાવું પડે છે. અને વળી દરેક વખતે ખુબ ગરમ પાણીથી નહાવું પડે છે. આવામાં જો માત્ર ઠંડા પાણીથી નહાઈને જ જો આ રોગ મટી જાય તો કેવું રૂડું! આ ભાવ પ્રગટ કરવા માટે જ જયારે મોટી સમસ્યા આપમેળે કે સરળતાથી જતી રહે ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. નોંધ: આનાથી ઘણી મળતી આવતી કહેવત છે "સૂડીનો ઘા સોઈથી ગયો" પણ તફાવત એટલો છે કે આ કહેવત ઉપયોગમાં લેવા માટે થોડો ઘણો પણ પ્રયત્ન કરવો પડ્યો હોવો જોઈએ સમસ્યાનું સમાધાન કરવા માટે. જયારે આ કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે સમસ્યાનું સમાધાન કઈં જ કર્યા વગર થઇ જાય. ભલે નાની એવી કિંમત ચૂકવવી પડે આ સમાધાન થયા પછી. એટલે કે સૂડી વાળી કહેવતમાં સમસ્યાનું સમાધાન કરવા માટે નાનો પ્રયત્ન કરવો પડે, અને આ કહેવતમાં પરિણામ આવ્યા પછી જેટલી ચુકવવાની હતી એના કરતા ક્યાંય ઓછી કિંમત ચૂકવવી પડે છે. ફેર પરિણામ પહેલા અને પછીનો છે. ઉદાહરણ ૧ –...
રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે
- Get link
- X
- Other Apps
પારકી માં જ કાન વીંધે હિન્દૂ રીત રિવાજોમાં બાળકોનાં કાન વીંધવા જરૂરી છે. આમતો દિકરી અને દીકરા બંનેના કાન વીંધવા જોઈએ, પણ પાછલા થોડા સમયથી છોકરાઓના કાન વીંધવાનો રિવાજ બંધ થઇ ગયો છે. અને હવે તો આજકાલ છોકરીઓના કાન વીંધવાને પણ "પછાત" ગણવામાં આવે છે. જોકે આ રિવાજ પાછળનું કારણ એ છે કે કાન વીંધવાથી બાળક જો તોફાની અને ચંચળ વૃત્તિનું હોય તો એ ડાહ્યું અને એકાગ્ર બુદ્ધિ વાળું થઇ જાય છે. આ કારણથી બાળકીઓ માટે આ વિધિ વિશેષ જરૂરી છે (આમતો બંને માટે થવું જોઈએ). આ રિવાજને ઉપલક્ષમાં લઈને આ કહેવત પડી છે. સગી માં પોતાના નાના બાળકનાં કાન વીંધી શક્તિ નથી માટે અગાઉના સમયમાં કોઈ દાયણને કહેવામાં આવતું હતું. કાન વીંધવાનો મૂળભૂત ઉદ્દેશ બાળકને ડાહ્યું અને સમજુ બનાવવાનો હતો, અને વળી કાનના આભૂષણો પહેરવાનો તો ખરો જ! તો આ રીતે જયારે કોઈ વ્યક્તિ પોતાને અનુકૂળ લોકોની વાત ના માનીને અયોગ્ય અથવા અણઘડ કામો કરે છે ત્યારે થાકી, હારીને તેના હિતેચ્છુઓ (અથવા તો ટીકાકારો) એમ કહે છે કે જયારે તેને શુભેચ્છકોની હૂંફ નહિ હોય ત્યારે જ એની બુદ્ધિ ઠેકાણે આવશે. આવો ભાવ પ્રગટ કરવા માટે આ કહેવત પ્રયોજવામાં આવે છે. ઉદાહરણ ૧ – ...
રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં
- Get link
- X
- Other Apps
દૂરથી ડુંગર રળિયામણાં અર્થ વિસ્તાર: ઘણી વાર લોકોને બીજાઓની પરિસ્થિતિ પોતાની પરિસ્થિતિ કરતાં સારી લગતી હોય છે અને ઇચ્છતા હોય છે કે જો પોતે એ પરિસ્થિતિમાં હોત તો કેટલું સારું હતું! આમ તેઓ એટલા માટે વિચારતા હોય છે કારણકે તેઓ પોતાની બધી તકલીફો જાણતા હોય છે, પણ સામે વળી વ્યક્તિને કઈ તકલીફો છે, અથવા તો કઈ તકલીફો સહન કરીને એ પોતાની આ સારી પરિસ્થિતિમાં પહોંચ્યો છે એ જાણતા નથી. આવા સમયે આ કહેવત પ્રયોજાય છે. ડુંગરો દૂરથી બહુ લીલાછમ અને મનમોહક લાગે છે. પણ જયારે ત્યાં જઈએ ત્યારે જ ખ્યાલ આવે છે કે એ ચડવો કેટલો અઘરો છે અને કેટલા કંકર પથ્થર રસ્તામાં આવે છે. આવી જ હિન્દીમાં પણ એક કહેવત છે.. "દૂર કે ઢોલ સુહાવને". ઉદાહરણ ૧ – “મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કર્મચારીઓને થાય છે કે સેલ્સ વાળાઓને કેટલું સારું. ખાલી બોલી બોલીને પૈસા કમાઈ લેવાના. આપણે તો સખત મહેનત કરીને ઉત્પાદન કરવું પડે છે. પણ એ લોકો જાણતા નથી કે દૂરથી ડુંગર રળિયામણા. સેલ્સ વાળાઓને એક એક કોન્ટ્રાકટ કરતા આંખે પાણી આવી જાય છે.” ઉદાહરણ ૨ – “મહેશને એમ થાય છે કે સુરેશનું જીવન ખુબ સારું છે કારણકે એની પત્ની પણ કમાય છે. પણ એ બધું દૂરથી ડુ...
રૂઢિપ્રયોગ - ગૂ ગૂ નહીં ને છી છી
- Get link
- X
- Other Apps
ગૂ ગૂ નહીં ને છી છી.. ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ કામ મન વગર કરે ત્યારે તે કામમાં તે વેઠ ઊતરતો હોય છે. અને અંતે એ કામ જે ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હોય તે ઉદ્દેશ્ય તો સિદ્ધ થતો નથી પણ જે પરિસ્થિતિ પહેલા હતી એ કાં તો નવી સમસ્યાનું સ્વરૂપ લઈ લે છે અને કાં તો સમસ્યા વધી જાય છે. આવા સમયે જો અસંતોષ પૂરા ગુસ્સા સાથે ના ઠાલવી શકાતો હોય તો થોડી ટીખળ અને કટાક્ષ સાથે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને એ વેઠ ઉતારનાર વ્યક્તિને શરમાવી શકાય છે. ઉદાહરણ ૧ – “ઉપરાછાપરી વિકેટો પડવાને કારણે આ રાહુલ દ્રાવિડના બાપને વિકેટ બચાવવા માટે મોકલ્યો હતો. પણ હવે એણે એટલા બોલ બગડી દીધા કે અહીથી હાર નિશ્ચિત છે. આ તો ગૂ ગૂ નહીં ને છી છી થયું. આના કરતાં તો કોઈ ફટકબાજ ને ઉતાર્યો હોત તો સારું હતું.” ઉદાહરણ ૨ – “તને રૂમનો કચરો વાળવાનું કહ્યું હતું. પણ તે કચરો ભરીને બહાર નખવાને બદલે હોલમાં જવા દીધો. આવા 'ગૂ ગૂ નહીં ને છી છી' જેવા કામ કરવાનું કહ્યું હતું તને?" GOO GOO NAHI NE CHHI CHHI (No difference between poo poo and shit shit) When someone does some work - asked by someone else - against his wis...
રૂઢિપ્રયોગ - કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે
- Get link
- X
- Other Apps
કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે જો તમે કોઈ પગપાળા યાત્રા સંઘમાં ગયા હો તો તમને ખ્યાલ જ હશે કે આ સંઘમાં લોકો સ્થાને સ્થાનેથી જોડાતા જતા હોય છે અને સાથે ચાલતા ચાલતા ભજનો અને સત્સંગ કરતાં જતા હોય છે. એવું લાગે છે કે પહેલેથી જ આ બધા આ સંઘનો ભાગ હતા. આ બધા વચ્ચે એક અનોખો પ્રેમ અને સામંજસ્ય હોય છે. દરેકનું ગંતવ્ય એક જ હોય છે, જે તે તીર્થસ્થાન. કોઈ ઊંચનીચ કે ભેદભાવ સંઘમાં હોતા નથી. આ ઉપરાંત તમે કૂતરાઓનો પણ વ્યવહાર જોયો જ હશે. તેઓ ક્યારેય પોતાની શેરીના કુતરાઓ સિવાય બીજા કોઈ કુતરા સાથે સહકારપૂર્ણ રીતે રહી શકતા નથી. પોતાની સાથે રહેતા કુતરાઓ સાથે પણ જ્યારે ત્યારે જગડો અચૂક કરતાં રહે છે અને ભસતા રહે છે. હવે વિચાર કરો કે આવા કૂતરાઓનો એક સમૂહ કોઈક દૂરની જગ્યાએ જાત્રા કરવા નીકળે તો શું થાય? કોઈ દિવસ ત્યાં સુધી પહોંચે? ના જ પહોંચે. કયા એકસાથે ભજન કરતાં સંઘ યાત્રીઓ અને કયા એકબીજા ઉપર ભસતા કુતરાઓ! આ જ રીતે જ્યારે કોઈ એક સમૂહ કે એક પરિવાર અંદરો અંદર ખુબજ વિખવાદ ધરાવતું હોય, અથવા તો તેમાનો દરેક સદસ્ય વાંકો ચાલનારો જ હોય તો તેઓ ભેગા મળીને કોઈપણ કામ શરૂ કરશે એ ક્યારેય પતશે નહીં, અને વચ્ચે જ પોતાન...
રૂઢિપ્રયોગ - મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું
- Get link
- X
- Other Apps
મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું ઘણીવાર અમુક મણસોમાં એવી હિન ભાવના હોય છે કે પોતાની વસ્તુનો તો એકલા પોતેજ ઉપભોગ કરી લેવો, કોઈને તેના વડે મદદરૂપ થવું નહીં. પણ હમેશા બીજાની વસ્તુઓ કે બીજાના અધિકારો ઉપર તરત પોતાનો પણ અધિકાર જમાવી દેવો. અર્થાત દરેક જગ્યાએથી વધુપડતો અને ના બનતો લાભ લઈ લેવો. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. આ કહેવાતનો લક્ષ્યાર્થ માત્ર આવી વ્યક્તિની લોભવૃત્તિ દર્શાવવા માટે નહીં, પણ તેની હિન અને મલીન માનસિકતા વ્યક્ત કરવા માટેનો છે. ઉદાહરણ ૧ – “દેશમાં મુસ્લિમો સૌથી ઓછો કરવેરો ભરે છે અને બને ત્યાં સુધી ભરતા જ નથી. પણ સરકાર દ્વારા મળતી દરેકે દરેક સહાય, મફત યોજનાઓ અને જાહેર સંસાધનો ઉપર સૌથી પહેલા તરાપ મારતા હોય છે. એમનું એવું જ છે, મારુ મારા બાપનું, અને તારું મારુ સહિયારું ” ઉદાહરણ ૨ – “પહેલા તો રામ મંદિર પડાવી લીધું, અને હવે પાછું આપવા માટે શરત રાખે છે કે એમને પણ ત્યાં જગ્યા મળે. આ તો એવું જ થયું કે મારુ મારા બાપનું અને તારું મારુ સહિયારું ” ઉદાહરણ ૩ – “પિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તો તેમની પાસે પોતાના નામે મકાન લખવી લીધું. હવે તેનો...
રૂઢિપ્રયોગ - પડ્યું પાનું નિભાવી લેવું
- Get link
- X
- Other Apps
પડ્યું પાનું નિભાવી લેવું જ્યારે આપણે પત્તાની રમત રમત હોઈએ છીએ ત્યારે વાસ્તવમાં બધુ નસીબ ઉપર છોડીને ચાલતા હોઈએ છીએ. આપણી બાજી જેવી આવે એવી સ્વીકારી લેતા હોઈએ છીએ અને તે જ બાજીમાં વધુમાં વધુ કુશળતા પૂર્વક કેમ રમવું એ જ વિચાર કરતાં હોઈએ છીએ. ક્યારેય ખરાબ બાજી આવવાથી રમત મૂકીને જતા રહેતા નથી. પોતાને મળેલી બાજીમાં જે ખેલાડી સારામાં સારું રમી શકે એ જ સાચો ખેલાડી મનાય છે. આવું જ જીવનમાં પણ છે. આપણે મળતી મોટાભાગની પરિસ્થિતિઓ આપણાં પ્રારબ્ધને કારણે જ હોય છે. હવે એ પરિસ્થિતિમાં કઈ રીતે સારામાં સારું અને અર્થપૂર્ણ જીવન જીવવું એ આપણી કુનેહ પર આધારિત છે. પરિસ્થિતિનો ઉલારીયો કરવાથી ભલું ઓછું અને નુકસાન વધુ થતું હોય છે. જ્યારે વડીલો કોઈને પરિસ્થિતિને સ્વીકારીને સમાધાનપૂર્વક ચાલવાની શિખામણ આપતા હોય છે ત્યારે આ કહેવતનું પ્રયોજન થતું હોય છે. મૂલતઃ એમ સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે કે જીવન વધુ બગાડવા કરતાં જે નસીબમાં મળ્યું છે તે સ્વીકારીને તેમાંથી રસ્તો કાઢે. ઉદાહરણ ૧ – “બહેન હું માનું છું કે તારો પતિ થોડું ઓછું કમાય છે. પણ એ તો જો કે એ તને કેટલો પ્રેમ કરે છે! બધા તો કાઈ...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
- Get link
- X
- Other Apps
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese
- Get link
- X
- Other Apps
ચતુર કાગડો ગૂ ઉપર બેસે કાગડાને આમતો એક ઓછી બુદ્ધિ વાળું પક્ષી ગણવામાં આવે છે. તેની છાપ કાં કાં કરીને કર્કશ અવાજે વધુ પડતું બોલવા વાળા જીવની છે. આ માન્યતાને આધારે કોઈ વ્યક્તિ જયારે કર્કશ શબ્દો સાથે જરૂરથી વધુ દેખાડો કરે ત્યારે તેને કાગડા જેવો કહેવામાં આવે છે. પણ અંતે જો આ ચતુર કાગડો મળ ઉપર બેસીને પોતાનો ખોરાક શોધે તો તેની બધી ચતુરાઈ શા કામની? આ જ રીતે જયારે કોઈ વ્યક્તિ ખુબજ હોંશિયારી કરતી હોય, દરેક વાતમાં મીનમેખ કાઢતી હોય, પણ જયારે કોઈ અત્યંત સાધારણ વસ્તુ કે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આમ તો કાગડો ક્યારેય ગૂ ઉપર બેસતો નથી. અથવા તો મેં ક્યારેય એવું જોયું નથી. કોણ જાણે આ કહેવતમાં આ ઉપમા કઈ રીતે આવી! ઉદાહરણ ૧ – “અરે રે... મેં તો ઈ છોકરાને કેટલી સુંદર અને સુશીલ કન્યાઓ બતાવી હતી. પણ ભાઈ નાચ નાચ કરતો તો. અને જયારે એણે જાતે છોકરી પસંદ કરી તો એ કાળી કદરૂપી અને અભણ નીકળી . ચતુર કાગડો ગૂ ઉપર બેઠો ." CHATUR KAGDO GOO UPAR BESE (Over clever crow sits on goo) Crow is generally considered as a low intelligen...
રૂઢિપ્રયોગ - શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી
- Get link
- X
- Other Apps
શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી પ્રકૃતિએ સર્જેલી સૃષ્ટિનો નિયમ છે કે દરેક જીવ પોતાની સુરક્ષા, સગવડતા અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને જ દરેક ચેષ્ટાઓ કરતા હોય છે. શિયાળ વાગળાઓમાં રહેતું પ્રાણી છે અને કૂતરું માનવવસ્તીમાં રહેતું . માટે જયારે પણ કોઈ શિકાર ઉપર બંને અધિકાર જમાવે છે ત્યારે તેઓ પોતપોતાના સુરક્ષિત ક્ષેત્રમાં તેને તાણી જાય છે. શિયાળ લુચ્ચાઇનું પ્રતીક છે અને કૂતરું મફતખોરી અને જેને ને તેને ભસવા માટે પંકાયેલું પ્રાણી છે. આમ બંને નિકૃષ્ટ વ્યક્તિત્વના પ્રતીક છે. આ કારણે જયારે બે (અથવા બે થી વધુ) નિકૃષ્ટ વ્યક્તિઓ પોતપોતાના સ્વાર્થ માટે એકબીજા સાથે વિવાદ કરે છે, ઝગડો કરે છે, અને પોતાનો ખોટો કક્કો જ સાચો પુરવાર કરવા માથે છે ત્યારે આ બંને વ્યક્તિઓને આવા પંકાયેલા પ્રાણીઓની ઉપમા આપીને આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ ૧ – “જયારે અસલી કૌભાંડ બહાર આવ્યું ત્યારે બંને પક્ષના રાજકારણીઓ પોતપોતાનો બચાવ કરતા હતા અને બધો દોષ વિપક્ષનો જ છે એવો દાવો કરવા લાગ્યા . શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવો ઘાટ થયો. વાસ્તવિકતા એ છે કે કૌભાંડ બંનેએ ભેગા મળીને જ આચર્...
રૂઢિપ્રયોગ - મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય
- Get link
- X
- Other Apps
મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય જયારે ખેતરમાં પાક આવી જાય છે ત્યારે વચ્ચે એક માંચડો બાંધવામાં આવે છે કે જ્યાંથી ચોકી કરનાર માણસ ખેતરનું ધ્યાન રાખે છે. જેવા પક્ષીઓ મોલાત ખાવા આવે કે તરત એ ચોકીદાર પથરાનું ગોફણ બનાવીને તે દિશામાં ફેંકે છે કે જેથી પક્ષીઓ ઉડી જાય. પણ જો તે ચોકી કરનાર માણસને કોઈએ પરાણે ત્યાં ચડાવ્યો હોય તો એ શું કરે? બધા પથરા પક્ષીઓ તરફ ફેંકવાને બદલે ગામ ભણી ફેંકીને પોતાની રીસ ઉતારે! આ જ રીતે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવાની ઈચ્છા કે સૂઝ ના હોય તો પણ એને પરાણે કરાવવામાં આવે છે. આવા સમયે જયારે તે વ્યક્તિ આ કામ કરે છે ત્યારે તેના ઉલ્ટા પરિણામો જ આવતા હોય છે. અને વળી ઘણીવાર તો એ કામ ચિંધનાર વ્યક્તિ ઉપર રીસ રાખીને પરાણે ઉંધા કામો કરે છે. ઉદાહરણ ૧ – “આપણે જ પરાણે આપણા દીકરાને એન્જીનીયરીંગ કોલેજમાં મુક્યો હતો, એને તો આર્ટસ જ લેવું હતું. હવે એ જાણી જોઇને આપણને દુખ લાગે એવા પરિણામો લાવી રહ્યો છે અને વાંચતો નથી તો એમાં આપણો જ વાંક છે. મારીને માંચડે ચડાવ્યો છે તો હવે ગોફણ તો ગામ ભણી જ ફેંકશે ને!” MARINE MACHDE CHADAVE TO GOFAN ...