Posts

Showing posts with the label કહેવતો

કહેવત - સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે

   સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે  અર્થ વિસ્તાર: સામાન્ય રીતે બે સાઢુ ભાઈઓ વચ્ચે સારા સંબંધ હોય છે. એનું કારણ એ કે બંને ને એકબીજાની કઠણાઈઓ વિષે બરાબર ખ્યાલ હોય છે. માટે તેઓ ખુલ્લા હૃદયથી વાત કરી શકે છે. વળી તેઓ એ પણ જાણે છે કે કહેલી વાત કોઈ યોગ્ય કાને જવાની નથી. માટે આ સંબંધ મધુર હોય છે. એ સંબંધ એટલો મીઠો હોય છે કે જાણે જવામાં લાડુ મળી ગયા! ઉદાહરણ ૧ –  “બેય  સાઢુ ભાઈઓ ત્રણ કલાકથી સતત વાતો કરે છે. જમવા પણ નથી આવતા. લાગે છે કે વાતોથી જ પેટ ભરવાનું છે. આમ પણ, સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે ”. KAHEVAT - SAGPAN MA SADHU NE JAMVA MA LADU - MITHA LAGE (Relation with the brother in law and laddu in the meal, both taste sweet) Arth Vistar -Vichar Vistar: Here the 'brother in law' is meant to be the husband of the sister in law. Generally relations with two brother in law are always sweet. This is because both know their pain areas pretty well. They can talk pretty openly with each other without fearing of the words going into wrong ears. Just like ...

કહેવત - વાંકો ચુકો તોય વહુનો રોટલો

      વાંકો ચુકો તોય વહુનો રોટલો અર્થ વિસ્તાર: વૃદ્ધાવસ્થા બહુ કપરી હોય છે. શરીર અશક્ત થઇ જાય છે, સ્વભાવ ચીડિયો થઇ જાય છે અને કમાણીના સ્ત્રોત રહેતા નથી. આવે સમયે વૃદ્ધો ઘરમાં ક્લેશનું કારણ પણ બનતા હોય છે. આમ છતાં જો તેઓ ઘર છોડીને કોઈ બીજાના ઘરે કે અન્ય સ્થાને રહે તો તેમની દશા ઘર કરતા પણ વધુ ખરાબ થતી હોય છે. અને વળી ઘણીવાર વૃદ્ધો પોતાના સંતાનો અને વહુઓની નિંદા પણ પારકા લોકો સમક્ષ કરતા હોય છે. આવે વખતે આ કહેવતનો ઉપયોગ કરીને વૃદ્ધોને સમજાવાય છે કે દિકરા-વહુ ભલે ગમ્મે તેવા હોય, પણ ઘર કરતા બીજું કોઈપણ સ્થાન તેનાથી વધુ કપરું જ છે. વહુ ભલે સરખો ગોળ રોટલો ના બનાવતી હોય, પણ એ રોટલો તમારી વહુનો છે, અને માટે એ તમારા અધિકારનો રોટલો છે, આત્મસન્માનનો છે. બીજી કોઈપણ જગ્યાનો રોટલો ભલે પૂરો ગોળ હોય તો પણ એ દયાનો રોટલો હશે. મૂળતઃ આ કહેવતમાં રોટલાનો સાંકેતિક રીતે ઉપયોગ કરીને કહેવાયું છે કે ઘરની વહુ, દિકરા કે અન્ય વ્યક્તિઓની નાની-મોટી ઉણપો વડીલોએ જતી કરવી જોઈએ અને ઘરમાં સૌ સુખેથી રહી શકે તેમ રહેવું જોઈએ. ઉદાહરણ ૧ –  “જુઓ જમના બા,હવે કાંઈ તમારી ઉમર નથી કે તમે ઘરમાં ઉપાડા લો. જે...

કહેવત - હાર્યો જુગારી બમણું રમે

     હાર્યો જુગારી બમણું રમે અર્થ વિસ્તાર: જુગાર એ બહુ ખરાબ ટેવ છે. જો વ્યક્તિ તેના ખુબ રવાડે ચડી જાય તો ક્યારેક પોતાના જીવનનું બધું જ ખોઈ બેસે છે. દ્યૂત ક્રિડામાં રાજા યુધિષ્ઠિર અને તેના પાંડવ ભાઈએ તેમના રાજપાઠ, પોતાની પત્ની અને સ્વયં પોતાને પણ હારી ગયા હતા. આપણા વડિલોએ એવું નિરીક્ષણ કર્યું છે કે એક અઠંગ જુગારી જયારે હારતો હોય છે ત્યારે પોતાની હારની બાજી જીતી લેવા માટે તે હાર્યો હોય એનાથી પણ મોટી મોટી બાજીઓ લગાવતો હોય છે, અને અંતે એ જેટલું ખરેખર હારવાનો હતો એના કરતાં ક્યાંય વધુ સંપત્તિ હારી જતો હોય છે. પાંડવો પણ આ જ રીતે કૌરવો સામે પોતાનું સર્વસ્વ હારી ગયા હતા. આ ભાવ બતાવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ –  “શેરબજાર પડ્યું તો પડ્યું. શરૂઆતમાં એને એટલું મોટું નુકસાન પણ જવાનું નહોતું. માત્ર 2 લાખમાં આવતો હતો. પણ કહે છે ને, કે હાર્યો જુગારી બમણું રમે . ભાઈએ લોસ રિકવર કરવા માટે ફરીથી નીચા ભાવે ખરીદવાનો  મોટોસોદો કર્યો અને બજાર એના કરતા પણ ક્યાંય વધુ નીચે પડ્યું. અંતે દસ લાખના ખાડામાં ઘુસી ગયો.” KAHEVAT - HARYO JUGARI BAMNU RAME (The defeated gamble...

કહેવત - ચાર મળે ચોટલા ભાંગે કોઈના ઓટલા

    ચાર મળે ચોટલા, ભાંગે કોઈના ઓટલા અર્થ વિસ્તાર: સ્ત્રીઓ માટે કહેવાય છે કે એમને બીજાના વ્યક્તિગત વિષયોની ખણખોદ કરવી બહુ ગમે છે. એમ પણ કહેવાય છે કે સ્ત્રીઓના પેટમાં વાત વધુ સમય નથી ટકતી. સ્ત્રીઓને સ્વભાવગત જ મોટા સમૂહોમાં મળીને લાંબી લાંબી વાતો કરવી ગમે છે. આવે વખતે કાં તો કોઈકની ગુપ્ત અંગત વાતો ઉજાગર થઇ જતી હોય છે અથવા તો અનેક મોઢે વાત ફરતા ફરતા કઈંક વિકૃત અથવા વિશાળ સ્વરૂપ લઇ લે છે. આવે સમયે કોઈના સુખી જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે અને વાત મોટું સ્વરૂપ પકડી શકે છે. સ્ત્રીઓના આ સ્વભાવને વર્ણવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. અહીં ચાર ચોટલાનો અર્થ અનેક સ્ત્રીઓ, એમ લેવાનો છે. ઉદાહરણ ૧ –  “કાલે લગ્નમાં બધી પિતરાઈ ભાભીઓ વચ્ચે આપણી નવી વહુ બેઠી હતી. ખબર નહિ, પણ મને એવું લાગ્યું કે મમ્મી વિષે બધી ખણખોદ કરતી હતી. આ લોકો નવી વહુને પણ પોતાની ગેંગમાં ભેળવી ના દે. ચાર મળે ચોટલા ને ભાંગે કોઈના ઓટલા.” ઉદાહરણ 2 –  “કાલે પડોશની સ્ત્રીઓ ઘરે આવી હતી અને મારી પત્નીને મારા વ્યવહાર વિષે પૂછતી હતી. એમ પણ કહેતી હતી કે પત્નીએ બહુ દબાઈને રહેવું ના જોઈએ. મને સમજાતું નથી કે એ બધાને મારા ઘ...

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

   પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા  ત્રીજું સુખ તે ગુણવંતી નાર  ચોથું સુખ તે ભરેલા ભંડાર  અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે.  પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...

કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા

બાપ એવા બેટા ને વડ એવા ટેટા અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે થતી હોય છે. વડ ઉપર ટેટા બેસતા હોય છે કે જેને વિવિધ પ્રક્ષીઓ ખાવા માટે આવતા હોય છે. મનુષ્યો પણ એ ટેટા મસાલા સાથે ખાતા હોય છે. આમાંથી અમુક ટેટા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને અમુક સ્વાદિષ્ટ નથી હોતા. એ સ્વાદમાં  એનો આધાર એ વડના પોતાના લક્ષણો ઉપર આધાર રાખે છે. એ જ રીતે સંતાનોના લક્ષણો પણ તેમના માતા-પિતાના લક્ષણો (અને કર્મો) ઉપર પૂરો આધાર રાખતા હોય છે. આથી સંતાનના લક્ષણોની સરખામણી કરવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ:  આ કહેવત આમ તો " મોરના ઈંડા ચીતરવા ના પડે " એ રૂઢિપ્રયોગને ખુબજ મળતી આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ "મોરના ઈંડા..." રૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બા...

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...

કહેવત - દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ

કહેવત - દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ અર્થ વિસ્તાર: કહેવતો એ આપણા વડવાઓના આખા જીવનનો નિચોડ હોય છે કે જે તો માત્ર અમુક શબ્દોમાં પોતાની સંતતિઓને શિખામણ રૂપે વારસામાં આપતા હોય છે. આ વારસો જો સાચવી રખાય અને અક્ષરશઃ જીવનમાં ઉતારી શકાય તો જીવન અત્યંત સરળ અને પ્રસન્ન બની જાય છે. આવી જ એક શિખામણ છે આ કહેવત. દુકાન સાંકડી રાખવાનો અર્થ છે કે દુકાન ભલે ગમે તેટલી મોટી કેમ ના હોય પણ તેમાં સંકડાશ હોવી જોઈએ, અર્થાત દુકાનમાં એટલો બધો સામાન વેચવા માટે ભરેલો હોવો જોઈએ કે ક્યાંય છૂટથી ફરવાની જગ્યા ના હોય. અને જો આમ થાય તો તમારું ઘર મોકળું રહેશે એકટલે કે મોટું રહેશે. આ સાથે શિખામણ એ પણ છે કે ઘરમાં બહુ ફર્નિચર કે વણજોઇતો સામાન ભરવો ના જોઈએ. ચોખ્ખું, સુવ્યવસ્થિત અને મોકળું ઘર મન અને હૃદયને પ્રફુલ્લિત રાખે છે. ઉદાહરણ ૧ –  “ભાઈ તેં  હાર્ડવેરનો  શોરૂમ તો સારો બનાવ્યો પણ આમાં  હજુ ઘણી જગ્યા છે. તો એમાં ઘર શણગારવા માટેનું રાચરચીલું અને થોડું રસોડાનું રાચરચીલું કેમ નથી રાખતો? દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ.”  PROVERB - DUKAN SANKDI ANE GHAR MOKLU HOVU JOIE (Shop Should Be Con...

કહેવત - ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો

ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો માતાનો મહિમા દર્શાવતી કહેવતોમાં આ એક વધુ કહેવત છે. કોઈ સંતાનના ઉછેરની જવાબદારી આમતો માં-બાપ બંને ની હોય છે. અને જો બેમાંથી એક પણ મૃત્યુ પામે તો બાળક માટે એ એક ના પૂરી શકાય એવી ખોટ મુકતા જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જો માંની હયાતી હોય - એટલે કે બાપનું મૃત્યુ થાય - તો એ બાળકને બહુ સારી રીતે ઉછેરી લે છે. બાપ ઘોડો ખેલંતો હોવું એટલે કે ઘોડાને રમાળતો હોવું એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે બાપ શારીરિક રીતે અને પૈસે ટકે પણ સુખી છે. અને દરણાની દળનાર માં એટલે કે આર્થિક અને સામાજિક રીતે નબળી એવી માં. અગાઉના જમાનામાં આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ ઘરે ઘરે દરણા દળવા જતી અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી. આમ આ કહેવત મુજબ બાપ બધી રીતે સક્ષમ હોય અને માં બધી રીતે ઓશિયાળી હોય તો પણ બાળક માટે તો બાપ ની બદલે તેની માં તેની સાથે રહે એ જ એના હિતમાં છે. ભગવાને માંને સ્વભાવગત રીતે જ બાળક ની કેળવણી કરવાના ગુણ આપ્યા છે અને પ્રેમ અને વાત્સલ્ય તો માંના બીજા નામ છે. બાપ ગમે તેટલો સક્ષમ હોય પરંતુ આ ગુણો તેનામાં મૂળભૂત રીતે જ નથી હોતા. આ કહેવત એટલે પણ કહેવામ...

કહેવત - સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર

સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર અર્થ વિસ્તાર: ભારતીય સંસ્કૃતિમાં માંના ગુણ વિશેષ રીતે ગાવામાં આવ્યા છે. માંને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. માટે જ માં માટે ઘણી કહેવતો કહેવાણી છે. આ કહેવતમાં પણ માં વિનાના ઘર કે સંસારને સાકર વિનાના કંસાર સાથે સરખાવવામાં આવ્યો છે. કંસાર મીઠો હોવો જરૂરી છે. કંસાર એ સંબંધોની મીઠાસનું પ્રતિક છે. જો એમાં સાકર જ ના હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાસ પણ છીનવી લે છે. એ જ રીતે માંનું કામ ઘરને સંગઠિત રાખીને સંબંધોમાં મીઠાસ ફેલાવવાનું હોય છે. જ્યાં સુધી માં ઘરમાં હોય ત્યાં સુધી ભાઈ-ભાંડુઓ અને બાપ દીકરા વચ્ચે મીઠાસ જળવાઈ રહે છે. માંની અવેજીમાં આ મીઠાસ જળવાઈ જ રહે એની કોઈ ખાતરી નથી. ઉપયોગ - "જ્યાં સુધી માં હતી ત્યાં સુધી બધા ભાઈઓ માંની આંખની શરમે પણ વર્ષમાં એક વાર દિવાળી ટાણે પ્રેમથી મળતા હતા. પણ માંના ગયા પછી બે વર્ષથી કોઈએ એકબીજાના ખબર પણ પૂછ્યા નથી. સાચે જ, સાકર વિના મોળો કંસાર ને માં વિના સુનો સંસાર." SAKAR VINA MOLO KANSAR, MA VINA SUNO SANSAR Arth Vistar: In the Indian culture the mother is p...

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds  are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...

કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય અર્થ વિસ્તાર: આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમા...

કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી

માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી માં વગરની દીકરી એટલે કે જેની સગી માં મારી ગઈ હોય એવી દીકરીની પરિસ્થિતિ ખરાબ હોય છે. સાવકી માં હોય કે ના હોય, આવી દીકરીની સંભાળ લેનાર કે એનું ઉપરાણું લેનાર કોઈ ના હોય. એની સ્થિતિ ઘરમાં એક નોકરાણી જેવી હોય છે. ત્યાં સુધી કે એના સારા નરસા અને સગપણનું પણ વિચારનાર કોઈ ના હોય. સામાન્ય રીતે આપણા સમાજ માં એવું જોવામાં આવતું કે આવી દીકરીને તેના લગતા વળગતા કોઈ અયોગ્ય મુરતિયા કે જેને સરળતાથી કોઈ દીકરી આપવા તૈયાર ના હોય તેની સાથે પરણાવી દેવામાં આવે છે. જો માં હોય તો દીકરીનું ઉપરાણું લે અને એના સારા ખરાબ નો વિચાર કરે. બાપમાં સામાન્ય રીતે દીકરીને ઉછેરવાની કુનેહ હોતી નથી. આવી દીકરી જેમ રસ્તામાં ઠીકરી રાજડતી હોય તેમ રજડી પડે છે. ઉદાહરણ - “ રીનાની માં ગુજરી ગઈ ત્યારથી એ અચાનક મોટી થઇ ગઈ. રીનાની કાકી અને ફોઈ તેની પાસે ઘરનું બધું કામ કરાવી લે છે. અને હવે તો એની અપર માં આવવાની છે. કોણ જાણે શુ થશે બિચારીનું. એક જ આશા છે કે એનું સગપણ સારે ઠેકાણે થાય. બાકી તો માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી. ” MA VAGARNI DIKRI RAJDE JEM THIKRI (Daughters without moth...

કહેવત – ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે

ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે સામાન્ય રીતે દીકરીઓ દીકરાઓની સરખામણીમાં જલ્દી મોટી થતી હોય એવું લાગે છે. માં-બાપ ને એ ખબર પણ નથી પડતી કે એમની દીકરી ક્યારે એક નિર્દોષ બાળકીમાંથી નવયૌવના બની ગઈ. જેમ ઘર કે મહોલ્લાની સહિયારી ઉકરડી વારે વારે સાફ કરો તો પણ જોત જોતામાં મોટો ઉકેળો બની જાય છે તેમ દીકરીઓ પણ જોતજોતામાં યુવાન થઇ જાય છે. અહી કહેવત નો ઉદ્દેશ એ છે કે દીકરીઓના ઉછેરમાં અને એની કેળવણીમાં વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકી યુવાનીના ઉંબરે આવીને ઉભી રહે ત્યારે તેને નાની બાળકીની જેમ ના રાખી શકાય. જો કે કહેવતનો ઉદ્દેશ સારો છે, પણ દીકરીને ઉકરડી સાથે સરખાવવી એ અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. નોંધ: કહેવત ભલે કોઈ પણ ભાવાર્થમાં કહેવાઈ હોય પણ એના શબ્દો ખરેખર શરમજનક છે. દીકરીને – અને એ પણ ઉછરતી દીકરીને - ઉકેડી સાથે સરખાવવી એ ખરેખર અક્ષમ્ય છે. અહી આ કહેવતની નોંધ લેવાનો હેતુ માત્ર એક યાદી બનાવવા પુરતો છે. ઉદાહરણ: “ સવિતાબેનની દીકરી હવે પંદર વર્ષની થઇ ગઈ તો પણ એને શાલીન અને સુઘડ કપડા પહેરવાનું ભાન નથી. સવિતાબેન પણ હજી તેને ગમ્મે તેવા કપડા પહેરતા રોકતા નથી. એમને મન તો ...

કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે

કહેવત -  સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે ઘણી જાણીતી આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુની મહિમા કરેલી છે. સુરતી વાનગીઓ તો સુપ્રસિદ્ધ છે જ. ત્યાંના જમણનો સ્વાદ અને વાનગીના પ્રકાર કૈક અલગ જ હોય છે. વાળી એવું કેહવામાં આવે છે કે પવિત્ર નગરી કાશી (વારાણસી), ભગવાન કાશીવિશ્વનાથના ધામમાં જો કોઈને મૃત્યુ મળે તો તેનો મોક્ષ થઇ જાય છે. ઉદાહરણ - " જીવનમાં હવે માત્ર બે જ ઈચ્છા બાકી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ. " SURAT NU JAMAN NE KASHI NU MARAN - NASIBDAR NE J MALE (Fortunate are those who get food of Surat and death in Kashi) This well known proverb describes the good reputation of the food of Surat and the death received in the sacred city of Kashi. It is used in its literal meaning.

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા   આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે  અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે  યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanit...

કહેવત - કણક અને કન્યા - કેળવીએ એમ કુણી

કણક અને કન્યા - કેળવીએ એમ કુણી આ કેહવત પણ અગાઉ લખેલી બે કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " અને " હલાવી ખીચડી ને મલાવી  દીકરી - બગડે બગડે ને બગડે " ની સાથે બંધ બેસતી છે. કણક - એટલે કે લોટ - બાંધવા બેસીએ ત્યારે એને ખુબ કેળવીને બાંધવો પડે છે. જો ધીરે ધીરે પાણી નાખીને દરેક બાજુએથી સરખો ટીપાય નહિ તો એ લોટની રોટલી કુણી બનતી નથી. જયારે સારી રીતે બાંધેલા લોટની રોટલી ખુબ કુણી બને છે અને લાંબા સમય સુધી કુણી રહે પણ છે. એ જ રીતે જો દીકરીને પણ સારી રીતે કેળવવામાં આવે તો એ એના સ્ત્રી સહજ સ્વભાવ પ્રમાણે ઘરમાં પ્રેમ, સંસ્કાર અને ધર્મની સુવાસ ફેલાવી દે છે. ઉદાહરણ  - " મારી દીકરીને મેં કણક ની જેમ ઉછેરી છે. કોઈની સામે ઊંચા અવાજે વાત ના કરે. કણક અને કન્યા તો કેળવીએ એમ કુણી ". KANAK ANE KANYA - KELAVIYE EM KUNI (Daughters (supposedly young daughters) and flour is as gentle as you knead) This proverb is in the same essense to the other two proverbs " DIKRI NE GAY DORE TYA JAY " and " HALAVI KHICHDI NE MALAVI DIKRI - BAGDE BAGDE NE BAGDE...

કહેવત - હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે

હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે  ખીચડી એકવાર ચડવાની (પાકવાની ) શરુ થઇ જાય પછી એને હલાવાય નહિ. જો હલાવીયે તો એનો સ્વાદ બગડી જાય અથવા તો કાચી પાકી રહી જાય. આ કેહવત મુજબ દીકરીઓનું પણ   અદ્દલ એવું જ હોય છે. જો દીકરીને વધુ મલાવવામાં આવે, એટલે કે વધુ લાડ લડાવવામાં આવે તો એ પણ બગડે છે. અહી બગાડવાનો અર્થ બહોળો છે. એવું પણ બની શકે કે વધુ લાડ કોડ ને કારણે એનામાં રહેલો સ્ત્રી સજાહ સહન શક્તિનો અને પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનો ગુણ ઓછો થઇ જાય. સ્ત્રીઓમાં સામાન્ય રીતે સૌને કંઈક   ને કંઈક   આપવાનો ગુણ રહેલો હોય છે. જો સારી રીતે ઉછેર કરવામાં ના આવે તો  એવું પણ બને કે ઈશ્વરદત્ત   આ ગુણ એનામાં ઓછો થઇ જાય.  આ કેહવત એક બીજી કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " ની સાથે ખાસ્સી મળતી આવે છે. ઉદાહરણ - "અતિશય લાડ લડાવેલી મારી દીકરીએ પોતાની અણસમજમાં એક મુફલીસ  છોકરા સાથે ભાગીને લગ્ન તો કર્યા પણ હવે ગરીબાઈમાં એનાથી રેહવાતું નથી. સાચી જ વાત છે કે હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને બગડે" HALAVI KH...

કહેવત - દીકરી ને ગાય માથું મારી ખાય

દીકરી ને ગાય માથું મારી ખાય   આ કેહવત એક મૂળ કેહવત " દીકરી ને ગાય દોરે ત્યાં જાય " નું રમુજી સંસ્કરણ છે. ગાય ને જો ખોરાક મળતો હોય તો એ એના પશુ સ્વભાવને કારણે માથું મારીને પણ ખાવા પ્રયત્ન કરે છે. દીકરીઓ આમ તો લગ્ન પછી સાસરે જરી રહે છે પરંતુ વારે તેહવારે લેવા દેવા ના ભાગ રૂપે કઇ ને કઇ ખર્ચો કરાવતી રહે છે. ભલે પછી એ ખર્ચો ઇચ્છિત હોય કે અનિછિત. આ કેહવત હળવી પળોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આનો ઉપયોગ દીકરીઓને સંભળાવવા માટે થતો નથી. મોટે ભાગે આનો ઉપયોગ દીકરી સાથે મજાક ઉડાડવા માટે કે ટીખળ કરવા માટે થાય છે. ઉદાહરણ -   "હા મારી દીકરી તું પણ તારા ભાગની સાડી લેતી જા. મારાથી તને ના થોડી પડાશે! દીકરી ને ગાય તો માથું મારી ખાય." DIKRI NE GAY MATHU MARI KHAY This proverb is the funny version of " DIKRI NE GAY DORE TYA JAY ". A cow, true to its animal nature, would head break her way to food. Similar to that, even after marriage of the daugher her family is till in sort of debt to give her something every now and then in festivals or  occasions  etc. Wheth...

કહેવત - દીકરી ને ગાય દોરો ત્યાં જાય

દીકરી ને ગાય દોરો ત્યાં જાય દીકરી અને ગાય બંનેને જેવી ટેવ પડીએ એવી ટેવ પડે છે. બંને સ્વભાવથી જ ખુબ ડાહી અને પ્રેમાળ હોય છે માટે મોટાનુ કહ્યું કરે છે. માટે જ બંનેની સારસંભાળ, જાળવણી, કેળવણી અને દોરવણીનું ધ્યાન શરૂઆતથી જ રાખવું જોઈએ. જો નાનપણથી જ  આ બાબતોનું ધ્યાન ના રાખીએ તો પુખ્ત થયા પછી આ વિષયમાં ઝાઝુ કાઈ થઇ શકતું નથી. આ પરિસ્થિતિ દર્શાવવા માટે ઉપરોક્ત કેહવત કેહવામાં આવી છે. ઉદાહરણ - " તમારે તમારી દીકરીને પહેલેથીજ કામકાજ શીખવાડવાની જરૂર હતી. દીકરી ને ગાય તો દોરે ત્યાં જાય. " DIKRI NE GAY DORE TYA JAY According to this proverb, a daughter is like a cow. She learns what you teach her. She turns as you mold her. Because of this very nature one should take more care about growing the daughter from the beginning. If one fails to do this his daughter may well take the wrong path in the life. There is not much you can do after that.