Posts

Showing posts from October, 2020

કહેવત - વાંકો ચુકો તોય વહુનો રોટલો

      વાંકો ચુકો તોય વહુનો રોટલો અર્થ વિસ્તાર: વૃદ્ધાવસ્થા બહુ કપરી હોય છે. શરીર અશક્ત થઇ જાય છે, સ્વભાવ ચીડિયો થઇ જાય છે અને કમાણીના સ્ત્રોત રહેતા નથી. આવે સમયે વૃદ્ધો ઘરમાં ક્લેશનું કારણ પણ બનતા હોય છે. આમ છતાં જો તેઓ ઘર છોડીને કોઈ બીજાના ઘરે કે અન્ય સ્થાને રહે તો તેમની દશા ઘર કરતા પણ વધુ ખરાબ થતી હોય છે. અને વળી ઘણીવાર વૃદ્ધો પોતાના સંતાનો અને વહુઓની નિંદા પણ પારકા લોકો સમક્ષ કરતા હોય છે. આવે વખતે આ કહેવતનો ઉપયોગ કરીને વૃદ્ધોને સમજાવાય છે કે દિકરા-વહુ ભલે ગમ્મે તેવા હોય, પણ ઘર કરતા બીજું કોઈપણ સ્થાન તેનાથી વધુ કપરું જ છે. વહુ ભલે સરખો ગોળ રોટલો ના બનાવતી હોય, પણ એ રોટલો તમારી વહુનો છે, અને માટે એ તમારા અધિકારનો રોટલો છે, આત્મસન્માનનો છે. બીજી કોઈપણ જગ્યાનો રોટલો ભલે પૂરો ગોળ હોય તો પણ એ દયાનો રોટલો હશે. મૂળતઃ આ કહેવતમાં રોટલાનો સાંકેતિક રીતે ઉપયોગ કરીને કહેવાયું છે કે ઘરની વહુ, દિકરા કે અન્ય વ્યક્તિઓની નાની-મોટી ઉણપો વડીલોએ જતી કરવી જોઈએ અને ઘરમાં સૌ સુખેથી રહી શકે તેમ રહેવું જોઈએ. ઉદાહરણ ૧ –  “જુઓ જમના બા,હવે કાંઈ તમારી ઉમર નથી કે તમે ઘરમાં ઉપાડા લો. જે...

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

    મન હોય તો માળવે જવાય  અર્થ વિસ્તાર: અંગ્રેજીમાં કહેવાય છે કે Where There Is A Will There Is A Way. આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી. દુર્ભાગ્યથી માણસોની મોટાભાગની મર્યાદાઓ તેમના દ્વારા જ તેમની પોતાની ઉપર થોપવામાં આવી હોય છે. બાકી મનુષ્યમાં અમર્યાદ શક્તિઓ રહેલી હોય છે. આખરે શા માટે સંસારમાં અમુક લોકો ખુબ સફળ હોય છે અને અમુક લોકોનું જીવન અત્યંત સાધારણ રહેતું હોય છે? એનું કારણ ઈચ્છાશક્તિનો તફાવત જ હોય છે. આમ પણ, જો મન વગર કરવામાં આવે તો ગમે તેટલું સહેલું કામ પણ સારી રીતે થઇ શકતું નથી. આ વિષે પણ એક કહેવત છે - " મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય ". ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખુબ દૂર છે. અગાઉ લાંબા પ્રવાસ માટેના સંસાધનો ખાસ હતા નહિ. માટે વેપાર કે અન્ય અર્થે મેવાળ જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હોતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી જ આ રૂઢિપ્રયોગ ...

કહેવત - હાર્યો જુગારી બમણું રમે

     હાર્યો જુગારી બમણું રમે અર્થ વિસ્તાર: જુગાર એ બહુ ખરાબ ટેવ છે. જો વ્યક્તિ તેના ખુબ રવાડે ચડી જાય તો ક્યારેક પોતાના જીવનનું બધું જ ખોઈ બેસે છે. દ્યૂત ક્રિડામાં રાજા યુધિષ્ઠિર અને તેના પાંડવ ભાઈએ તેમના રાજપાઠ, પોતાની પત્ની અને સ્વયં પોતાને પણ હારી ગયા હતા. આપણા વડિલોએ એવું નિરીક્ષણ કર્યું છે કે એક અઠંગ જુગારી જયારે હારતો હોય છે ત્યારે પોતાની હારની બાજી જીતી લેવા માટે તે હાર્યો હોય એનાથી પણ મોટી મોટી બાજીઓ લગાવતો હોય છે, અને અંતે એ જેટલું ખરેખર હારવાનો હતો એના કરતાં ક્યાંય વધુ સંપત્તિ હારી જતો હોય છે. પાંડવો પણ આ જ રીતે કૌરવો સામે પોતાનું સર્વસ્વ હારી ગયા હતા. આ ભાવ બતાવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ –  “શેરબજાર પડ્યું તો પડ્યું. શરૂઆતમાં એને એટલું મોટું નુકસાન પણ જવાનું નહોતું. માત્ર 2 લાખમાં આવતો હતો. પણ કહે છે ને, કે હાર્યો જુગારી બમણું રમે . ભાઈએ લોસ રિકવર કરવા માટે ફરીથી નીચા ભાવે ખરીદવાનો  મોટોસોદો કર્યો અને બજાર એના કરતા પણ ક્યાંય વધુ નીચે પડ્યું. અંતે દસ લાખના ખાડામાં ઘુસી ગયો.” KAHEVAT - HARYO JUGARI BAMNU RAME (The defeated gamble...

રૂઢિપ્રયોગ - જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે?

   જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે?  અર્થ વિસ્તાર: પ્રસૂતા સ્ત્રી માટે પ્રસવની પીડા અસહ્ય હોય છે. આમ છતાં તેને જેટલું થઇ શકે એટલું જોર કરીને બાળક જણવાનું હોય છે. તેને પ્રસુતિ કરાવવા માટે એક કુશળ સુયાણી (પ્રસૂતા કરાવનારી તબીબ) ની પણ જરૂર હોય છે. સુયાણી જેટલી કુશળ હોય એટલી પ્રસુતિ સુગમ થાય છે. આમ છતાં બાળકને જન્મ આપવા માટે પ્રસુતાએ તો સ્વયં જોર કરવું જ પડે છે. સુયાણી કેવળ દોરવણી કરી શકે, જન્મ તો માત્ર સ્ત્રી પોતે જ આપી શકે છે. હવે જો પ્રસૂતિમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો સુયાણીને દોષ દેવામાં આવે છે. પણ જો જણનારી પ્રસૂતામાં જ બાળકને જન્મ દેવાંનું જોર અને હિમ્મત ના હોય તો એમાં સુયાણીને દોષ દેવો કેટલો વ્યાજબી છે? આ જ રીતે ક્યારેક કોઈ વ્યક્તિની નિષ્ફળતાઓ માટે તેના શિક્ષક અથવા પ્રશિક્ષક અથવા માતા-પિતા અથવા તેના ઉપરી અધિકારીઓને દોષી ઠેરવવામાં આવતા હોય છે. પણ જો વ્યક્તિ પોતે જ ક્ષમતાવિહિન હોય તો તેમના માર્ગદર્શકોને દોષ દેવો વ્યાજબી નથી. આ ભાવ બતાવવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ –  “ભાઈ આમાં એ બોલરના કોચનો કોઈ વાંક નથી. એમણે તો ખુબ પ્રયાસ કર્યો, મહેનત-...

કહેવત - ચાર મળે ચોટલા ભાંગે કોઈના ઓટલા

    ચાર મળે ચોટલા, ભાંગે કોઈના ઓટલા અર્થ વિસ્તાર: સ્ત્રીઓ માટે કહેવાય છે કે એમને બીજાના વ્યક્તિગત વિષયોની ખણખોદ કરવી બહુ ગમે છે. એમ પણ કહેવાય છે કે સ્ત્રીઓના પેટમાં વાત વધુ સમય નથી ટકતી. સ્ત્રીઓને સ્વભાવગત જ મોટા સમૂહોમાં મળીને લાંબી લાંબી વાતો કરવી ગમે છે. આવે વખતે કાં તો કોઈકની ગુપ્ત અંગત વાતો ઉજાગર થઇ જતી હોય છે અથવા તો અનેક મોઢે વાત ફરતા ફરતા કઈંક વિકૃત અથવા વિશાળ સ્વરૂપ લઇ લે છે. આવે સમયે કોઈના સુખી જીવનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે અને વાત મોટું સ્વરૂપ પકડી શકે છે. સ્ત્રીઓના આ સ્વભાવને વર્ણવવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. અહીં ચાર ચોટલાનો અર્થ અનેક સ્ત્રીઓ, એમ લેવાનો છે. ઉદાહરણ ૧ –  “કાલે લગ્નમાં બધી પિતરાઈ ભાભીઓ વચ્ચે આપણી નવી વહુ બેઠી હતી. ખબર નહિ, પણ મને એવું લાગ્યું કે મમ્મી વિષે બધી ખણખોદ કરતી હતી. આ લોકો નવી વહુને પણ પોતાની ગેંગમાં ભેળવી ના દે. ચાર મળે ચોટલા ને ભાંગે કોઈના ઓટલા.” ઉદાહરણ 2 –  “કાલે પડોશની સ્ત્રીઓ ઘરે આવી હતી અને મારી પત્નીને મારા વ્યવહાર વિષે પૂછતી હતી. એમ પણ કહેતી હતી કે પત્નીએ બહુ દબાઈને રહેવું ના જોઈએ. મને સમજાતું નથી કે એ બધાને મારા ઘ...

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

   પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા  ત્રીજું સુખ તે ગુણવંતી નાર  ચોથું સુખ તે ભરેલા ભંડાર  અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે.  પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...

રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે

  માહેલા ગુણ મહાદેવજી જાણે  અર્થ વિસ્તાર: લોકો જેમ જેમ પ્રગતિ કરતા જાય છે એમ એમ સમાજમાં અને તેની આસપાસના વર્તુળમાં તેની એક વિશિષ્ટ છાપ ઉભી થતી જતી હોય છે. આ ઉપરાંત ઘણીવાર અમુક લોકો દંભ કે આડંબરો કરીને પોતે જે ના હોય તે હોવાનો ડોળ કરતા હોય છે. પણ જોકે જે લોકો એ વ્યક્તિને ઘણા સમયથી નજીકથી ઓળખતા હોય છે એ આવી વ્યક્તિઓના પ્રભાવમાં આવતા નથી. અને આ આડંબર કરનાર વ્યક્તિને તેને સાનમાં સમજી જવાનું કહેવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મહાદેવ એ સર્વવ્યાપી અને સર્વજ્ઞ ભગવાન છે. તે બધાની બધી વાતો જાણે છે. કોના મન મહી શું છુપાયેલું છે એ પણ તેઓ જાણે છે. તેમનાથી કઈં છૂપું નથી. એ જ રીતે, દરેક વ્યક્તિના અમુક નજીકના લોકો હોય એ તે વ્યક્તિ અને તેના વિચારો અને તેના મનને પણ ખુબ સ્પષ્ટતાથી જાણતા હોય છે. એટલી સ્પષ્ટતાથી કે જાણે સર્વજ્ઞ મહાદેવ પોતે જ હોય! આમ કોઈ દંભી વ્યક્તિને તેના જાણકાર ચીમકી આપવા માટે, અથવા તો પોતે તે વ્યક્તિને કેટલી સારી રીતે જાણે છે એ ચોટદાર રીતે રજુ કરવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ –  “મૌલવીજી, આ બધા કાળા જાદુ ને ટોટકાની બીકો આપીને લોકોને છેતરવાનું બંધ ક...

રૂઢિપ્રયોગ - કુવામાં હોય તો હવેડામાં આવે ને

કુવામાં હોય તો હવેડામાં આવે ને અર્થ વિસ્તાર: હવેડો એ હોય છે કે જ્યાં પ્રાણીઓ પાણી પિતા હોય છે. આ હવેડામાં પાણી કુવામાંથી આવતું હોય છે. ઘણીવાર યાંત્રિક પદ્ધતિથી પણ પાણી લાવવામાં આવે છે અથવા તો કોઈ જાતે જ કુવામાંથી પાણી ઉલેચીને હવેડામાં નાંખતા હોય છે. હવે જયારે કુવામાં જ પાણી ના હોય તો સ્વાભાવિક છે કે હવેડામાં પણ પાણી ક્યાંથી આવવાનું હતું? તો જયારે કોઈ હવેડો ખાલી હોવા માટે દુઃખ અથવા તો ક્રોધ કરતુ હોય છે ત્યારે એને એમ સમજાવવું પડે છે કે પાણી કુવામાં જ નથી, માટે હવેડાને દોષ દેવો અયોગ્ય છે. આ જ રીતે, જયારે કોઈ વ્યક્તિ એનાથી અપેક્ષિત કાર્ય કરતુ નથી અને એની પાછળનું કારણ એ હોય છે કે તેને ક્યારેય યોગ્ય શિખામણ, અથવા પ્રશિક્ષણ, અથવા માહિતી અથવા સંસ્કાર જ્યાંથી મળવા જોઈતા હતા ત્યાંથી મળ્યા જ નથી ત્યારે, એ વ્યક્તિને દોષ દેવા કરતા તેને જરૂરી પ્રશિક્ષણ ન આપનાર વ્યક્તિ કે સંસ્થાનો જ દોષ ચિહ્નિત કરવો જોઈએ. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. નોંધ:  આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને મળતો આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ ઉપરોક્ત રૂઢિપ્રયોગ માત...

કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા

બાપ એવા બેટા ને વડ એવા ટેટા અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે થતી હોય છે. વડ ઉપર ટેટા બેસતા હોય છે કે જેને વિવિધ પ્રક્ષીઓ ખાવા માટે આવતા હોય છે. મનુષ્યો પણ એ ટેટા મસાલા સાથે ખાતા હોય છે. આમાંથી અમુક ટેટા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને અમુક સ્વાદિષ્ટ નથી હોતા. એ સ્વાદમાં  એનો આધાર એ વડના પોતાના લક્ષણો ઉપર આધાર રાખે છે. એ જ રીતે સંતાનોના લક્ષણો પણ તેમના માતા-પિતાના લક્ષણો (અને કર્મો) ઉપર પૂરો આધાર રાખતા હોય છે. આથી સંતાનના લક્ષણોની સરખામણી કરવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ:  આ કહેવત આમ તો " મોરના ઈંડા ચીતરવા ના પડે " એ રૂઢિપ્રયોગને ખુબજ મળતી આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ "મોરના ઈંડા..." રૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બા...

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

  મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ:  આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...

કહેવત - દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ

કહેવત - દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ અર્થ વિસ્તાર: કહેવતો એ આપણા વડવાઓના આખા જીવનનો નિચોડ હોય છે કે જે તો માત્ર અમુક શબ્દોમાં પોતાની સંતતિઓને શિખામણ રૂપે વારસામાં આપતા હોય છે. આ વારસો જો સાચવી રખાય અને અક્ષરશઃ જીવનમાં ઉતારી શકાય તો જીવન અત્યંત સરળ અને પ્રસન્ન બની જાય છે. આવી જ એક શિખામણ છે આ કહેવત. દુકાન સાંકડી રાખવાનો અર્થ છે કે દુકાન ભલે ગમે તેટલી મોટી કેમ ના હોય પણ તેમાં સંકડાશ હોવી જોઈએ, અર્થાત દુકાનમાં એટલો બધો સામાન વેચવા માટે ભરેલો હોવો જોઈએ કે ક્યાંય છૂટથી ફરવાની જગ્યા ના હોય. અને જો આમ થાય તો તમારું ઘર મોકળું રહેશે એકટલે કે મોટું રહેશે. આ સાથે શિખામણ એ પણ છે કે ઘરમાં બહુ ફર્નિચર કે વણજોઇતો સામાન ભરવો ના જોઈએ. ચોખ્ખું, સુવ્યવસ્થિત અને મોકળું ઘર મન અને હૃદયને પ્રફુલ્લિત રાખે છે. ઉદાહરણ ૧ –  “ભાઈ તેં  હાર્ડવેરનો  શોરૂમ તો સારો બનાવ્યો પણ આમાં  હજુ ઘણી જગ્યા છે. તો એમાં ઘર શણગારવા માટેનું રાચરચીલું અને થોડું રસોડાનું રાચરચીલું કેમ નથી રાખતો? દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ.”  PROVERB - DUKAN SANKDI ANE GHAR MOKLU HOVU JOIE (Shop Should Be Con...