રૂઢીપ્રયોગ - બોર અપાય બોરડી ના બતાવાય
- Get link
- X
- Other Apps
બોર અપાય બોરડી ના બતાવાય
અર્થ વિસ્તાર:
કોઈ વ્યક્તિનું મુલ્ય ત્યાં સુધી જ ઊંચું રહે છે જ્યાં સુધી તે બીજા કરતા કંઈક વિશેષ કરી શકે છે. જો એ વિશેષતા જતી રહે તો તેનું કોઈ વિશેષ મહાત્મ્ય રહેતું નથી. જયારે આ વિશેષતાનું રહસ્ય તે વ્યક્તિ કોઈ બીજાને આપી દે છે ત્યારે તે પોતાની વિશેષતા ખોઈ બેસે છે.
જો કોઈ વ્યક્તિને બોર જોઈતા હોય અને તેને તમે બોર આપી શકો તો તમારું મુલ્ય ઊંચું અંકાય છે. પણ જો તમે તે વ્યક્તિને બોરડી જ બતાવી દો, તો તે વ્યક્તિ તમારું મહાત્મ્ય સમજવાને બદલે બોરડીએ જઈને જાતે જ બોર ખાઈ આવશે. આ કહેવત અંગ્રેજી રૂઢીપ્રયોગ - Don't give the fish, teach how to catch the fish - ને ઘણી મળતી આવે છે પણ બંનેનો સંદેશ બિલકુલ ઉલટો છે. માટે બંનેનું પ્રયોજન પણ જુદું છે. કોઈને શીખવતી વખતે આ અંગ્રેજી રૂઢીપ્રયોગ કહી શકાય, અને પોતાનું મહાત્મ્ય જાળવવા માટે આ ગુજરાતી રૂઢીપ્રયોગ કહી શકાય.
ઉદાહરણ ૧ – “રોજ એ પોલીસવાળો મારી પાસે આવીને અપરાધીઓ વિષે માહિતી લઇ જાય છે, અને બદલામાં મને ધંધામાં છૂટછાટ આપે છે. જો હું એને મારા સંપર્કો બતાવી દઈશ તો મારો ધંધો બંધ થઇ જશે. બોર અપાય, બોરડી ના બતાવાય.”
ઉદાહરણ ૨ – “તે પોતાના ભાઈને કાયમ પોતાને આધીન જ રાખવા માંગે છે. જયારે પૈસા જોઈએ ત્યારે આપી દે છે, પણ એના માટે કોઈ સારો ધંધો ગોઠવી આપતો નથી. એ એમાં જ માને છે કે બોર અપાય, બોરડી ના બતાવાય".
RUDHIPRAYOG - BOR APAY BORDI NA BATAVAY
(give the berries, don't show the berries plant)
Arth Vistar -Vichar Vistar:
When want someone to come again and again to you for begging something, you would prefer to keep giving what he wants all the time, but refrain from giving the actual source of your riches. This is similar to the english idiom "don't give the fish, teach how to catch the fish", but here the purpose is exactly opposite. Purpose is to keep the other person always dependent upon you, hence the usage is totally reverse.
When you want someone to come again and again to you to get berries, you wouldn't show him the plants of the berries.
- Get link
- X
- Other Apps
Comments
Labels
Labels
Previous Posts
Previous Posts
Popular posts from this blog
કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...
કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય અર્થ વિસ્તાર: આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમા...
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આ...
કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા
બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanit...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા
બાપ એવા બેટા ને વડ એવા ટેટા અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે થતી હોય છે. વડ ઉપર ટેટા બેસતા હોય છે કે જેને વિવિધ પ્રક્ષીઓ ખાવા માટે આવતા હોય છે. મનુષ્યો પણ એ ટેટા મસાલા સાથે ખાતા હોય છે. આમાંથી અમુક ટેટા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને અમુક સ્વાદિષ્ટ નથી હોતા. એ સ્વાદમાં એનો આધાર એ વડના પોતાના લક્ષણો ઉપર આધાર રાખે છે. એ જ રીતે સંતાનોના લક્ષણો પણ તેમના માતા-પિતાના લક્ષણો (અને કર્મો) ઉપર પૂરો આધાર રાખતા હોય છે. આથી સંતાનના લક્ષણોની સરખામણી કરવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આ કહેવત આમ તો " મોરના ઈંડા ચીતરવા ના પડે " એ રૂઢિપ્રયોગને ખુબજ મળતી આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ "મોરના ઈંડા..." રૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બા...
કહેવત - સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે
સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે અર્થ વિસ્તાર: સામાન્ય રીતે બે સાઢુ ભાઈઓ વચ્ચે સારા સંબંધ હોય છે. એનું કારણ એ કે બંને ને એકબીજાની કઠણાઈઓ વિષે બરાબર ખ્યાલ હોય છે. માટે તેઓ ખુલ્લા હૃદયથી વાત કરી શકે છે. વળી તેઓ એ પણ જાણે છે કે કહેલી વાત કોઈ યોગ્ય કાને જવાની નથી. માટે આ સંબંધ મધુર હોય છે. એ સંબંધ એટલો મીઠો હોય છે કે જાણે જવામાં લાડુ મળી ગયા! ઉદાહરણ ૧ – “બેય સાઢુ ભાઈઓ ત્રણ કલાકથી સતત વાતો કરે છે. જમવા પણ નથી આવતા. લાગે છે કે વાતોથી જ પેટ ભરવાનું છે. આમ પણ, સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે ”. KAHEVAT - SAGPAN MA SADHU NE JAMVA MA LADU - MITHA LAGE (Relation with the brother in law and laddu in the meal, both taste sweet) Arth Vistar -Vichar Vistar: Here the 'brother in law' is meant to be the husband of the sister in law. Generally relations with two brother in law are always sweet. This is because both know their pain areas pretty well. They can talk pretty openly with each other without fearing of the words going into wrong ears. Just like ...
રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese
ચતુર કાગડો ગૂ ઉપર બેસે કાગડાને આમતો એક ઓછી બુદ્ધિ વાળું પક્ષી ગણવામાં આવે છે. તેની છાપ કાં કાં કરીને કર્કશ અવાજે વધુ પડતું બોલવા વાળા જીવની છે. આ માન્યતાને આધારે કોઈ વ્યક્તિ જયારે કર્કશ શબ્દો સાથે જરૂરથી વધુ દેખાડો કરે ત્યારે તેને કાગડા જેવો કહેવામાં આવે છે. પણ અંતે જો આ ચતુર કાગડો મળ ઉપર બેસીને પોતાનો ખોરાક શોધે તો તેની બધી ચતુરાઈ શા કામની? આ જ રીતે જયારે કોઈ વ્યક્તિ ખુબજ હોંશિયારી કરતી હોય, દરેક વાતમાં મીનમેખ કાઢતી હોય, પણ જયારે કોઈ અત્યંત સાધારણ વસ્તુ કે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આમ તો કાગડો ક્યારેય ગૂ ઉપર બેસતો નથી. અથવા તો મેં ક્યારેય એવું જોયું નથી. કોણ જાણે આ કહેવતમાં આ ઉપમા કઈ રીતે આવી! ઉદાહરણ ૧ – “અરે રે... મેં તો ઈ છોકરાને કેટલી સુંદર અને સુશીલ કન્યાઓ બતાવી હતી. પણ ભાઈ નાચ નાચ કરતો તો. અને જયારે એણે જાતે છોકરી પસંદ કરી તો એ કાળી કદરૂપી અને અભણ નીકળી . ચતુર કાગડો ગૂ ઉપર બેઠો ." CHATUR KAGDO GOO UPAR BESE (Over clever crow sits on goo) Crow is generally considered as a low intelligen...
બોરડી બતાવવા જાય તો કાયમ હેવાયા થાય.
ReplyDelete