Posts

વાર્તા - ત્રિલોચન ભટ્ટ - Gujarati Story - Trilochan Bhatt

પ્રહલાદને હવે પોતાનો કાળ નજર સમક્ષ દેખાઈ રહ્યો હતો. એક ખિજાયેલી સિંહણ તેની સામે ઘુરકિયાં કરી રહી હતી. રાતનો બે વાગ્યાનો સમય હતો, દૂર દૂર સુધી ગીરનું સુમસામ જંગલ હતું, એક તેની મારુતિ અલ્ટોની હેડલાઇટ અને પૂનમના ચંદ્રમા સિવાય બીજો કોઈ પ્રકાશ દૂર દૂર સુધી નહોતો. સિંણહણનાં પાંચેય બચ્ચાઓ હજુ પણ રોડ ઉપર બેસીને હરણનું તાજું માંસ ખાઈ રહ્યા હતા, પણ સિંહણ તેમને છોડીને પ્રહલાદ જ્યાં પૂતળું બનીને ઉભો હતો ત્યાં ધીમે, પણ મક્કમ પગલે આવી રહી હતી. હાથમાં DSLR કેમેરો જેમનો તેમ હતો અને પ્રહલાદને સમજાતું નહોતું કે હવે એ કરે તો શું કરે! જો એ જગ્યાએથી જરાપણ હલશે અને સિંહણ ઝડપથી તરાપ મારશે તો? તે પોતે તો સ્થિર હતો, પણ એનું મન સતત તેની સાથે વાતો કરી રહ્યું હતું.. "અરે રે, શાને હું એકલો આવા જંગલમાં નીકળો.. નીકળો તો નીકળો, પણ આમ અડધી રાત્રે નીકળવાની શું જરૂર હતી.. અને નીકળા પછી આ સિંહ પરિવારને રોડ ઉપર સાથે ભોજન કરતા જોઈને મારે નીચે ઉતારવાની શું જરૂર હતી.. ફોટા પાડ્યા વગરનો શું હું મરી જતોતો? અને મને મુરખાને કેમેરાની ફ્લેશ બંધ કરવાનું પણ ના સુજ્યું!" આટલું હજીતો પ્રહલાદ વિચારે ત્ય...

રૂઢિપ્રયોગ - મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય

મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય જયારે ખેતરમાં પાક આવી જાય છે ત્યારે વચ્ચે એક માંચડો બાંધવામાં આવે છે કે જ્યાંથી ચોકી કરનાર માણસ ખેતરનું ધ્યાન રાખે છે. જેવા પક્ષીઓ મોલાત ખાવા આવે કે તરત એ ચોકીદાર પથરાનું ગોફણ બનાવીને તે દિશામાં ફેંકે છે કે જેથી પક્ષીઓ ઉડી જાય. પણ જો તે ચોકી કરનાર માણસને કોઈએ પરાણે ત્યાં ચડાવ્યો હોય તો એ શું કરે? બધા પથરા પક્ષીઓ તરફ ફેંકવાને બદલે ગામ ભણી ફેંકીને પોતાની રીસ ઉતારે! આ જ રીતે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવાની ઈચ્છા કે સૂઝ ના હોય તો પણ એને પરાણે કરાવવામાં આવે છે. આવા સમયે જયારે તે વ્યક્તિ આ કામ કરે છે ત્યારે તેના ઉલ્ટા પરિણામો જ આવતા હોય છે. અને વળી ઘણીવાર તો એ કામ ચિંધનાર વ્યક્તિ ઉપર રીસ રાખીને પરાણે ઉંધા કામો કરે છે.  ઉદાહરણ ૧ –  “આપણે જ પરાણે આપણા દીકરાને એન્જીનીયરીંગ કોલેજમાં મુક્યો હતો, એને તો આર્ટસ જ લેવું હતું. હવે એ જાણી જોઇને આપણને દુખ લાગે એવા પરિણામો લાવી રહ્યો છે અને વાંચતો નથી તો એમાં આપણો જ વાંક છે. મારીને માંચડે ચડાવ્યો છે તો હવે ગોફણ તો ગામ ભણી જ ફેંકશે ને!” MARINE MACHDE CHADAVE TO GOFAN ...

રૂઢિપ્રયોગ - માસ્તર મારેય નહી ને ભણાવેય નહી

માસ્તર મારેય  નહી  ને ભણાવેય નહી ઘણી વાર કોઈ એવી વ્યક્તિને સત્તા કે જવાબદારી મળી જાય છે કે જેને એ કામ કરવામાં ઝાઝો રસ જ ના હોય અથવા તો જે તે કાર્યમાં જરૂરિયાત પ્રમાણે, સારું કે છેલ્લે ખરાબ, એમ કંઈપણ કરી શકવાની યોગ્યતા જ ના હોય. એક સ્કુલ માસ્તર પાસેથી એવી અપેક્ષા હોય છે કે એ વિદ્યાર્થીઓને માર્યા વગર શિક્ષણ આપી શકે એટલો સક્ષમ હોવો જોઈએ. એનાથી ખરાબ પરિસ્થિતિ એ હોઈ શકે કે વિદ્યાર્થીઓ જો શિક્ષકને ગંભીરતાથી ના લેતા હોય તો જરૂર પડ્યે તેમને માર મારીને તેમનામાં અનુસાશન લાદે છે. પણ જો શિક્ષક સાવ 'ઢીલો' જ હોય અથવા તો તેને શિક્ષણ કાર્યમાં રસ જ ના હોય તો તે વિદ્યાર્થીઓને જેમ કરવું હોય એમ કરવા દે છે. ના તો એ સારી રીતે ભણાવે છે અને ના તો મારીને ભણાવે છે. આવા શિક્ષકો તોફાની વિદ્યાર્થીઓને ખુબજ પસંદ હોય છે માટે તેઓ ક્યારેય શિક્ષકની ફરિયાદ પણ નથી કરતા. આમ તોફાની વિદ્યાર્થીઓ અને શિક્ષક એમ બંનેનું ગાડું ચાલ્યા કરે છે, પણ અંતે શિક્ષણનું નિકંદન નીકળી જાય છે. ઉદાહરણ ૧ –  “આપણા રાજ્યના મંત્રીને પોતાની ખુરસી સચવાય એમાં જ રસ છે. અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે અને મંત્રીજી આંખ આડા કાન કરે ...

રૂઢિપ્રયોગ – માં… માં… મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!!

માં... માં... મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!! બાળકોને મામા વહાલા હોય છે અને તેથી એમના ઘરે આવવાથી બાળકો ખુશ થાય છે અને પોતાની માં ને સમાચાર સંભળાવે છે. બાળ સહજ નિર્દોષતાથી તેઓ પોતાની માંને જ પોતાના મામાની ઓળખાણ “મામા“ તરીકે કરાવે છે. આવે સમયે માં હળવાશથી તેમનું અજ્ઞાન હસી કાઢે છે અને સમજાવે છે કે મામા એ તમારા હશે. મારો તો એ ભાઈ છે. અને કહે છે કે તમે એને આજકાલના ઓળખો છો પણ હું તો એને નાનપણથી ઓળખું છું. આ જ રીતે કોઈ વ્યક્તિ પોતે કોઈ વિષયમાં ઊંડી જાણકારી ધરાવતી હોય તેમ છતાં બીજી કોઈ અધૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિ તેને એ જ વિષયમાં શિખામણ અથવા ક્ષુલ્લક જાણકારી આપે ત્યારે આવી રમુજી પરિસ્થિતિમાં આ કહેવત કટાક્ષમાં વપરાય છે. આ કહેવત ત્યારે પણ ઉપયોગમાં લઇ શકાય કે જયારે ઘણું ઓછું જાણતી વ્યક્તિ વધુ જાણતી વ્યક્તિને ખોટી અથવા તો અધૂરી માહિતી આપે. ઉદાહરણ ૧ – “અચ્છા બેટા, હવે તું મને બેટ પકડતા શીખવાડીસ?! માં માં મામા આવ્યા!! તું જ્યારથી ચડ્ડી પહેરતો થયો ત્યારથી હું રાજ્ય કક્ષાએ ક્રિકેટ રમું છું.” ઉદાહરણ ૨ – “આજના ભોજન સમારંભમાં મેં અજાણતા જ મૂર્ખામી કરી. લલિતભાઈની તેમના પિતા સાથે...

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી

ધરમ કરતા ધાડ પડી ઘણી વાર કોઈનું સારું કરવા જતા આપણી પોતાની ઉપર મુસીબત આવી જતી હોય છે. ધર્મ બધાને અન્યોનું સારું કરવાનું શીખવાડે છે માટે આપણે એને શક્ય હોય ત્યાં સુધી અનુસરીએ છીએ. પરંતુ ક્યારેક એ આપણા માટે અહિત નોતરી લાવે છે. દાન પુણ્ય કરવું એ ધર્મ છે. પરંતુ ક્યારેક વધુ પડતું દાન પુણ્ય કરવાથી ચોર-લુટારાઓની આંખે પણ ચડી જવાય અને પછી આપણી પોતાની ઘરે પણ ધાડ પડી શકે. આ પરિસ્થિતને સાંકેતિક રીતે ઉપયોગમાં લઈને આ કહેવત બીજી ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લઇ શકાય છે. મૂળ મુદ્દે તો જયારે આપણે કોઈ સારું કામ કરવા જઈએ અને નાહકના મુસીબતમાં મુકાઈ જઈએ ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ ૧ – “બિચારા મહેતા સાહેબને તો ધરમ કરતા ધાડ પડી. ઓફિસમાં એક જરૂરિયાત વાળો મિત્ર આવી ચડતા એમને તિજોરીમાંથી રૂપિયા કાઢીને તત્પુરતા આપી દીધા. પરંતુ ત્યાં જ એન્ટી કરપ્શનની રેડ પડી અને સરકારી તિજોરીમાંથી ઉચાપત કરવાના આરોપસર તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.” ઉદાહરણ ૨ - "મારે તો ધરમ કરતા ધાડ પડી. હું તો માત્ર એને એના પ્રોજેક્ટમાં મદદ કરવા ગયો હતો. પણ એને તો આખે આખો પ્રોજેક્ટ જ મારી માથે નાખી દીધો. હવે એણે કરે...

રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે

માહેલા ગુણ મહાદેવજી જાણે કોઈ દંભી માણસની વાસ્તવિકતાની પ્રતીતિ કરાવતી વખતે આ કહેવતનો ઉપયોગ થાય છે. દંભી માણસો એવી જ જગ્યાએ પોતાનો દંભ આચરે છે કે જ્યાં કોઈ તેને મૂળથી ઓળખતું નથી. પરંતુ આવી વ્યક્તિને ખરેખર જાણનાર તેના પ્રભાવમાં આવતો નથી, ઉલટું તે દંભીને રોકડું પરખાવી દે છે. આ રીતે દંભીને તેની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિને આવા દંભીની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – આ કહેવત નો ઉપયોગ થાય છે. માહેલા ગુણ એટલે કે દંભીની અંદર રહેલા ગુણ અને ખાસ તો અવગુણ. ઈશ્વર બધું જાણતો હોય છે. કોઈના ગુણ-અવગુણ અને સાચા-ખોટા પ્રયોજન ભલે કોઈ બીજા ના જાણતા હોય પણ ભગવાનથી કઈ જ છુપું નથી. અહી મહાદેવનો અર્થ સર્વજ્ઞ ભગવાનન છે. માટે જયારે દંભીને તેનો મૂળથી જાણકાર મળી જાય છે ત્યારે એ દંભીની સાન ઠેકાણે લાવવા માટે એમ કહે છે કે એના વિષે જેટલું ભગવાન જાણે છે એટલું જ તે પોતે પણ જાણે છે – અને માટે જ તે પોતાને મહાદેવજીની સંજ્ઞા આપે છે. આ કહેવત હળવા મિજાજ માં પણ વાપરી શકાય છે. ઉદાહરણ – “મારું પરિણામ આવ્યા પછી જયારે પપ્પા મને ખીજાતા હતા અને પોતાના ભણતરની ડંફાશો મારતા હતા ત્યારે જ ત્યાં મારા દ...

કહેવત - ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો

ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો માતાનો મહિમા દર્શાવતી કહેવતોમાં આ એક વધુ કહેવત છે. કોઈ સંતાનના ઉછેરની જવાબદારી આમતો માં-બાપ બંને ની હોય છે. અને જો બેમાંથી એક પણ મૃત્યુ પામે તો બાળક માટે એ એક ના પૂરી શકાય એવી ખોટ મુકતા જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જો માંની હયાતી હોય - એટલે કે બાપનું મૃત્યુ થાય - તો એ બાળકને બહુ સારી રીતે ઉછેરી લે છે. બાપ ઘોડો ખેલંતો હોવું એટલે કે ઘોડાને રમાળતો હોવું એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે બાપ શારીરિક રીતે અને પૈસે ટકે પણ સુખી છે. અને દરણાની દળનાર માં એટલે કે આર્થિક અને સામાજિક રીતે નબળી એવી માં. અગાઉના જમાનામાં આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ ઘરે ઘરે દરણા દળવા જતી અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી. આમ આ કહેવત મુજબ બાપ બધી રીતે સક્ષમ હોય અને માં બધી રીતે ઓશિયાળી હોય તો પણ બાળક માટે તો બાપ ની બદલે તેની માં તેની સાથે રહે એ જ એના હિતમાં છે. ભગવાને માંને સ્વભાવગત રીતે જ બાળક ની કેળવણી કરવાના ગુણ આપ્યા છે અને પ્રેમ અને વાત્સલ્ય તો માંના બીજા નામ છે. બાપ ગમે તેટલો સક્ષમ હોય પરંતુ આ ગુણો તેનામાં મૂળભૂત રીતે જ નથી હોતા. આ કહેવત એટલે પણ કહેવામ...