Posts

રૂઢિપ્રયોગ - કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે

કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે જો તમે કોઈ પગપાળા યાત્રા સંઘમાં ગયા હો તો તમને ખ્યાલ જ હશે કે આ સંઘમાં લોકો સ્થાને સ્થાનેથી જોડાતા જતા હોય છે અને સાથે ચાલતા ચાલતા ભજનો અને સત્સંગ કરતાં જતા હોય છે. એવું લાગે છે કે પહેલેથી જ આ બધા આ સંઘનો ભાગ હતા. આ બધા વચ્ચે એક અનોખો પ્રેમ અને સામંજસ્ય હોય છે. દરેકનું ગંતવ્ય એક જ હોય છે, જે તે તીર્થસ્થાન. કોઈ ઊંચનીચ કે ભેદભાવ સંઘમાં હોતા નથી.  આ ઉપરાંત તમે કૂતરાઓનો પણ વ્યવહાર જોયો જ હશે. તેઓ ક્યારેય પોતાની શેરીના કુતરાઓ સિવાય બીજા કોઈ કુતરા સાથે સહકારપૂર્ણ રીતે રહી શકતા નથી. પોતાની સાથે રહેતા કુતરાઓ સાથે પણ જ્યારે ત્યારે જગડો અચૂક કરતાં રહે છે અને ભસતા રહે છે. હવે વિચાર કરો કે આવા કૂતરાઓનો એક સમૂહ કોઈક દૂરની જગ્યાએ જાત્રા કરવા નીકળે તો શું થાય? કોઈ દિવસ ત્યાં સુધી પહોંચે? ના જ પહોંચે. કયા એકસાથે ભજન કરતાં સંઘ યાત્રીઓ અને કયા એકબીજા ઉપર ભસતા કુતરાઓ! આ જ રીતે જ્યારે કોઈ એક સમૂહ કે એક પરિવાર અંદરો અંદર ખુબજ વિખવાદ ધરાવતું હોય, અથવા તો તેમાનો દરેક સદસ્ય વાંકો ચાલનારો જ હોય તો તેઓ ભેગા મળીને કોઈપણ કામ શરૂ કરશે એ ક્યારેય પતશે નહીં, અને વચ્ચે જ પોતાન...

રૂઢિપ્રયોગ - મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું

મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું ઘણીવાર અમુક મણસોમાં એવી હિન ભાવના હોય છે કે પોતાની વસ્તુનો તો એકલા પોતેજ ઉપભોગ કરી લેવો, કોઈને તેના વડે મદદરૂપ થવું નહીં. પણ હમેશા બીજાની વસ્તુઓ કે બીજાના અધિકારો ઉપર તરત પોતાનો પણ અધિકાર જમાવી દેવો. અર્થાત દરેક જગ્યાએથી વધુપડતો અને ના બનતો લાભ લઈ લેવો. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. આ કહેવાતનો લક્ષ્યાર્થ માત્ર આવી વ્યક્તિની લોભવૃત્તિ દર્શાવવા માટે નહીં, પણ તેની હિન અને મલીન માનસિકતા વ્યક્ત કરવા માટેનો છે. ઉદાહરણ ૧ –  “દેશમાં મુસ્લિમો સૌથી ઓછો કરવેરો ભરે છે અને બને ત્યાં સુધી ભરતા જ નથી. પણ સરકાર દ્વારા મળતી દરેકે દરેક સહાય, મફત યોજનાઓ અને જાહેર સંસાધનો ઉપર સૌથી પહેલા તરાપ મારતા હોય છે. એમનું એવું જ છે, મારુ મારા બાપનું, અને તારું મારુ સહિયારું ” ઉદાહરણ ૨ –  “પહેલા તો રામ મંદિર પડાવી લીધું, અને હવે પાછું આપવા માટે શરત રાખે છે કે એમને પણ ત્યાં જગ્યા મળે. આ તો એવું જ થયું કે મારુ મારા બાપનું અને તારું મારુ સહિયારું ” ઉદાહરણ ૩ –  “પિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તો તેમની પાસે પોતાના નામે મકાન લખવી લીધું. હવે તેનો...

રૂઢિપ્રયોગ - પડ્યું પાનું નિભાવી લેવું

પડ્યું પાનું નિભાવી લેવું  જ્યારે આપણે પત્તાની રમત રમત હોઈએ છીએ ત્યારે વાસ્તવમાં બધુ નસીબ ઉપર છોડીને ચાલતા હોઈએ છીએ. આપણી બાજી જેવી આવે એવી સ્વીકારી લેતા હોઈએ છીએ અને તે જ બાજીમાં વધુમાં વધુ કુશળતા પૂર્વક કેમ રમવું એ જ વિચાર કરતાં હોઈએ છીએ. ક્યારેય ખરાબ બાજી આવવાથી રમત મૂકીને જતા રહેતા નથી. પોતાને મળેલી બાજીમાં જે ખેલાડી સારામાં સારું રમી શકે એ જ સાચો ખેલાડી મનાય છે. આવું જ જીવનમાં પણ છે. આપણે મળતી મોટાભાગની પરિસ્થિતિઓ આપણાં પ્રારબ્ધને કારણે જ હોય છે. હવે એ પરિસ્થિતિમાં કઈ રીતે સારામાં સારું અને અર્થપૂર્ણ જીવન જીવવું એ આપણી કુનેહ પર આધારિત છે. પરિસ્થિતિનો ઉલારીયો કરવાથી ભલું ઓછું અને નુકસાન વધુ થતું હોય છે.  જ્યારે વડીલો કોઈને પરિસ્થિતિને સ્વીકારીને સમાધાનપૂર્વક ચાલવાની શિખામણ આપતા હોય છે ત્યારે આ કહેવતનું પ્રયોજન થતું હોય છે. મૂલતઃ એમ સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે કે જીવન વધુ બગાડવા કરતાં જે નસીબમાં મળ્યું છે તે સ્વીકારીને તેમાંથી રસ્તો કાઢે.  ઉદાહરણ ૧ –  “બહેન હું માનું છું કે તારો પતિ થોડું ઓછું કમાય છે. પણ એ તો જો કે એ તને કેટલો પ્રેમ કરે છે! બધા તો કાઈ...

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ –  “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ –  “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...

રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese

ચતુર કાગડો ગૂ ઉપર બેસે  કાગડાને આમતો એક ઓછી બુદ્ધિ વાળું પક્ષી ગણવામાં આવે છે. તેની છાપ કાં કાં કરીને કર્કશ અવાજે વધુ પડતું બોલવા વાળા જીવની છે. આ માન્યતાને આધારે કોઈ વ્યક્તિ જયારે કર્કશ શબ્દો સાથે જરૂરથી વધુ દેખાડો કરે ત્યારે તેને કાગડા જેવો કહેવામાં આવે છે. પણ અંતે જો આ ચતુર કાગડો મળ ઉપર બેસીને પોતાનો ખોરાક શોધે તો તેની બધી ચતુરાઈ શા કામની? આ જ રીતે જયારે કોઈ વ્યક્તિ ખુબજ હોંશિયારી કરતી હોય, દરેક વાતમાં મીનમેખ કાઢતી હોય, પણ જયારે કોઈ અત્યંત સાધારણ વસ્તુ કે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે.  નોંધ: આમ તો કાગડો ક્યારેય ગૂ ઉપર બેસતો નથી. અથવા તો મેં ક્યારેય એવું જોયું નથી. કોણ જાણે આ કહેવતમાં આ ઉપમા કઈ રીતે આવી! ઉદાહરણ ૧ –  “અરે રે... મેં તો ઈ  છોકરાને કેટલી સુંદર અને સુશીલ કન્યાઓ બતાવી હતી. પણ ભાઈ નાચ નાચ કરતો તો. અને જયારે એણે જાતે છોકરી પસંદ કરી તો એ કાળી કદરૂપી અને અભણ નીકળી . ચતુર કાગડો ગૂ ઉપર બેઠો ." CHATUR KAGDO GOO UPAR BESE (Over clever crow sits on goo) Crow is generally considered as a low intelligen...

રૂઢિપ્રયોગ - શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી

શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી પ્રકૃતિએ સર્જેલી સૃષ્ટિનો નિયમ છે કે દરેક જીવ પોતાની સુરક્ષા, સગવડતા અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને જ દરેક ચેષ્ટાઓ કરતા હોય છે. શિયાળ વાગળાઓમાં રહેતું પ્રાણી છે અને કૂતરું માનવવસ્તીમાં રહેતું . માટે જયારે પણ કોઈ શિકાર ઉપર બંને અધિકાર જમાવે છે ત્યારે તેઓ પોતપોતાના સુરક્ષિત ક્ષેત્રમાં તેને તાણી જાય છે. શિયાળ લુચ્ચાઇનું પ્રતીક છે અને કૂતરું મફતખોરી અને જેને ને તેને ભસવા માટે પંકાયેલું પ્રાણી છે. આમ બંને નિકૃષ્ટ વ્યક્તિત્વના પ્રતીક છે. આ કારણે જયારે બે (અથવા બે થી વધુ) નિકૃષ્ટ વ્યક્તિઓ પોતપોતાના સ્વાર્થ માટે એકબીજા સાથે વિવાદ કરે છે, ઝગડો કરે છે, અને પોતાનો ખોટો કક્કો જ સાચો પુરવાર કરવા માથે છે ત્યારે આ બંને વ્યક્તિઓને આવા પંકાયેલા પ્રાણીઓની ઉપમા આપીને આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ ૧ –  “જયારે અસલી કૌભાંડ બહાર આવ્યું ત્યારે બંને પક્ષના રાજકારણીઓ પોતપોતાનો બચાવ કરતા હતા અને બધો દોષ વિપક્ષનો જ છે એવો દાવો કરવા લાગ્યા . શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવો ઘાટ થયો. વાસ્તવિકતા એ છે કે કૌભાંડ બંનેએ ભેગા મળીને જ આચર્...

વાર્તા - ત્રિલોચન ભટ્ટ - Gujarati Story - Trilochan Bhatt

પ્રહલાદને હવે પોતાનો કાળ નજર સમક્ષ દેખાઈ રહ્યો હતો. એક ખિજાયેલી સિંહણ તેની સામે ઘુરકિયાં કરી રહી હતી. રાતનો બે વાગ્યાનો સમય હતો, દૂર દૂર સુધી ગીરનું સુમસામ જંગલ હતું, એક તેની મારુતિ અલ્ટોની હેડલાઇટ અને પૂનમના ચંદ્રમા સિવાય બીજો કોઈ પ્રકાશ દૂર દૂર સુધી નહોતો. સિંણહણનાં પાંચેય બચ્ચાઓ હજુ પણ રોડ ઉપર બેસીને હરણનું તાજું માંસ ખાઈ રહ્યા હતા, પણ સિંહણ તેમને છોડીને પ્રહલાદ જ્યાં પૂતળું બનીને ઉભો હતો ત્યાં ધીમે, પણ મક્કમ પગલે આવી રહી હતી. હાથમાં DSLR કેમેરો જેમનો તેમ હતો અને પ્રહલાદને સમજાતું નહોતું કે હવે એ કરે તો શું કરે! જો એ જગ્યાએથી જરાપણ હલશે અને સિંહણ ઝડપથી તરાપ મારશે તો? તે પોતે તો સ્થિર હતો, પણ એનું મન સતત તેની સાથે વાતો કરી રહ્યું હતું.. "અરે રે, શાને હું એકલો આવા જંગલમાં નીકળો.. નીકળો તો નીકળો, પણ આમ અડધી રાત્રે નીકળવાની શું જરૂર હતી.. અને નીકળા પછી આ સિંહ પરિવારને રોડ ઉપર સાથે ભોજન કરતા જોઈને મારે નીચે ઉતારવાની શું જરૂર હતી.. ફોટા પાડ્યા વગરનો શું હું મરી જતોતો? અને મને મુરખાને કેમેરાની ફ્લેશ બંધ કરવાનું પણ ના સુજ્યું!" આટલું હજીતો પ્રહલાદ વિચારે ત્ય...