Posts

Showing posts from August, 2012

કહેવત - ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો

ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો માતાનો મહિમા દર્શાવતી કહેવતોમાં આ એક વધુ કહેવત છે. કોઈ સંતાનના ઉછેરની જવાબદારી આમતો માં-બાપ બંને ની હોય છે. અને જો બેમાંથી એક પણ મૃત્યુ પામે તો બાળક માટે એ એક ના પૂરી શકાય એવી ખોટ મુકતા જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જો માંની હયાતી હોય - એટલે કે બાપનું મૃત્યુ થાય - તો એ બાળકને બહુ સારી રીતે ઉછેરી લે છે. બાપ ઘોડો ખેલંતો હોવું એટલે કે ઘોડાને રમાળતો હોવું એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે બાપ શારીરિક રીતે અને પૈસે ટકે પણ સુખી છે. અને દરણાની દળનાર માં એટલે કે આર્થિક અને સામાજિક રીતે નબળી એવી માં. અગાઉના જમાનામાં આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ ઘરે ઘરે દરણા દળવા જતી અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી. આમ આ કહેવત મુજબ બાપ બધી રીતે સક્ષમ હોય અને માં બધી રીતે ઓશિયાળી હોય તો પણ બાળક માટે તો બાપ ની બદલે તેની માં તેની સાથે રહે એ જ એના હિતમાં છે. ભગવાને માંને સ્વભાવગત રીતે જ બાળક ની કેળવણી કરવાના ગુણ આપ્યા છે અને પ્રેમ અને વાત્સલ્ય તો માંના બીજા નામ છે. બાપ ગમે તેટલો સક્ષમ હોય પરંતુ આ ગુણો તેનામાં મૂળભૂત રીતે જ નથી હોતા. આ કહેવત એટલે પણ કહેવામાં આ

કહેવત - સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર

સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર અર્થ વિસ્તાર: ભારતીય સંસ્કૃતિમાં માંના ગુણ વિશેષ રીતે ગાવામાં આવ્યા છે. માંને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. માટે જ માં માટે ઘણી કહેવતો કહેવાણી છે. આ કહેવતમાં પણ માં વિનાના ઘર કે સંસારને સાકર વિનાના કંસાર સાથે સરખાવવામાં આવ્યો છે. કંસાર મીઠો હોવો જરૂરી છે. કંસાર એ સંબંધોની મીઠાસનું પ્રતિક છે. જો એમાં સાકર જ ના હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાસ પણ છીનવી લે છે. એ જ રીતે માંનું કામ ઘરને સંગઠિત રાખીને સંબંધોમાં મીઠાસ ફેલાવવાનું હોય છે. જ્યાં સુધી માં ઘરમાં હોય ત્યાં સુધી ભાઈ-ભાંડુઓ અને બાપ દીકરા વચ્ચે મીઠાસ જળવાઈ રહે છે. માંની અવેજીમાં આ મીઠાસ જળવાઈ જ રહે એની કોઈ ખાતરી નથી. ઉપયોગ - "જ્યાં સુધી માં હતી ત્યાં સુધી બધા ભાઈઓ માંની આંખની શરમે પણ વર્ષમાં એક વાર દિવાળી ટાણે પ્રેમથી મળતા હતા. પણ માંના ગયા પછી બે વર્ષથી કોઈએ એકબીજાના ખબર પણ પૂછ્યા નથી. સાચે જ, સાકર વિના મોળો કંસાર ને માં વિના સુનો સંસાર." SAKAR VINA MOLO KANSAR, MA VINA SUNO SANSAR Arth Vistar: In the Indian culture the mother is p