કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે?
સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે.
- કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે.
- રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે.
- કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - "સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર", "છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય", "દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ"
- રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - "દૂરથી ડુંગર રળિયામણા", "ધરમ કરતાં ધાડ પડી", "માંગીને ખાવું ને એ પણ ગરમ"
- વધુ કહેવતો માટે અહીં ક્લિક કરો
- વધુ રુઢિપ્રયોગો માટે અહીં ક્લિક કરો
DIFFERENCE BETWEEN IDIOMS AND PROVERBS
Generally people confuse between the idioms and proverbs. Mostly both are referred as proverbs only. However there is significant difference between the two as following.
- Proverbs are used when the intended meaning of the phrase is same as the literal meaning of the phrase. This means in proverbs the literal and derived meaning is supposed to be the same.
- Idioms are used to beautify the language. Their intended meaning is not same as the literal meaning. The meaning of the phrase should be derived based on the context of the sentense.
- Examples of proverb where literal and intended meanins are same - "Sakar Vina Molo Sansar, Ma Vina Suno Sansar", "Chhoru Kachhoru Thay Pan Mavtar Kmavtar Na Thay", "Dukan Nani Ne Ghar Moklu Hovu Joie"
- Examples of Idioms where the actual meaning of phrase is supposed to be understood in context rather than literal - "Durthi Dungar Raliyamna", "Dharam Karta Dhad Padi", "Mangine Khavu Ae Pan Garam"
- Click here for more Proverbs
- Click here for more Idioms
Op
ReplyDeleteVery Useful
ReplyDeleteગોંડ કાપે તો ગાડા ભરાઈ
ReplyDeleteઆનો અર્થ જણાવવા વિનંતી
ખૂબ જ સરસ તફાવત સમજાવ્યો.. કીપ આઇટી અપ(keep it up)
ReplyDeleteપહેલું દુખ તે પૂઠે ગૂમડું આગળ?
ReplyDeleteYou are amazing bro.. Gujarati needs your kind of people ❤
ReplyDeleteKeep it up...🙏
ખૂબ સરસ.. આપણી માતૃભાષાની સુંદર સેવા છે આ તો..
ReplyDelete