કહેવત - ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો

ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો

માતાનો મહિમા દર્શાવતી કહેવતોમાં આ એક વધુ કહેવત છે. કોઈ સંતાનના ઉછેરની જવાબદારી આમતો માં-બાપ બંને ની હોય છે. અને જો બેમાંથી એક પણ મૃત્યુ પામે તો બાળક માટે એ એક ના પૂરી શકાય એવી ખોટ મુકતા જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જો માંની હયાતી હોય - એટલે કે બાપનું મૃત્યુ થાય - તો એ બાળકને બહુ સારી રીતે ઉછેરી લે છે. બાપ ઘોડો ખેલંતો હોવું એટલે કે ઘોડાને રમાળતો હોવું એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે બાપ શારીરિક રીતે અને પૈસે ટકે પણ સુખી છે. અને દરણાની દળનાર માં એટલે કે આર્થિક અને સામાજિક રીતે નબળી એવી માં. અગાઉના જમાનામાં આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ ઘરે ઘરે દરણા દળવા જતી અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી. આમ આ કહેવત મુજબ બાપ બધી રીતે સક્ષમ હોય અને માં બધી રીતે ઓશિયાળી હોય તો પણ બાળક માટે તો બાપ ની બદલે તેની માં તેની સાથે રહે એ જ એના હિતમાં છે. ભગવાને માંને સ્વભાવગત રીતે જ બાળક ની કેળવણી કરવાના ગુણ આપ્યા છે અને પ્રેમ અને વાત્સલ્ય તો માંના બીજા નામ છે. બાપ ગમે તેટલો સક્ષમ હોય પરંતુ આ ગુણો તેનામાં મૂળભૂત રીતે જ નથી હોતા. આ કહેવત એટલે પણ કહેવામાં આવી છે કે જો બાપ બધી રીતે સક્ષમ હોય તો એ બીજા લગ્ન કરીને બાળક માટે અપર માં પણ લાવી શકે છે. અને મોટા ભાગના કિસ્સામાં અપર માં બાળક સાથે ઓરમાયું વર્તન જ કરતી જોવા મળે છે. આમ આ કહેવત બહુ નાના સ્વરૂપમાં બહુ મોટી અને માર્મિક વાત કહી જાય છે. આ કહેવતમાં આપણી સંસ્કૃતિની છાપ પણ જોવા મળે છે.

ઉદાહરણ ૧ - "શેઠ સાહેબે તેમની પત્નીના અવસાન પછી એમના દીકરાને મોટો તો કર્યો પણ સંસ્કાર નાખવાનું ચુકી ગયા. તેમનો દીકરો આખા ગામમાં પોતાના પૈસાના જોરે બધાને દબડાવે છે અને દારૂ પીને છાકટો થઈને ફરે છે. અમસ્તા જ નથી કેટ કે ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો."

ઉદાહરણ ૨ - "રીનાની પરિસ્થિતિ જોઈને દયા આવે છે. એની માંના મૃત્યુ પછી એક જ વર્ષમાં એના પિતા બીજા લગ્ન કરીને એની અપર માં લઇ આવ્યા. હવે અપર માં તેના પોતાના બાળકોને જ સારી રીતે રાખે છે અને રીનાની પરિસ્થિતિ તો ઘરમાં કામવાળી જેવી છે. સાચે જ કહ્યું છે કે ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો."

GHODO KHELANTO BAP MARJO PAN DARNANI DALNAR MA NAV MARJO

(Might a prosperous father die, but a laborer though, the mother must not die)

This is a yet another proverb describing the greatness of the mother. Normally it is the equal duty of both mother and father to brought up their child. But if one of them dies then that leaves a vacuum in the life of the child that cannot be filled. But even in this situation if the mother is still with the child (meaning the father dies) then she manages to brought up the child pretty well. In this proverb the mother and father are compared with their extreme ability and inability to brought up the child. The father is symbolically described as horse riding, indicating that he is capable physically as well as financially. And the mother is described as a  laborer who goes door to door to churn everyone's daily flour using the hand mill. The proverb says that it is better for the child that such a prosperous father dies in comparison to a laborer mother dies. The mother has the inbuilt quality of love and care for the child and she by default knows how to brought up the child. The father lacks this quality basically. This proverb is also said because a prosperous and youthful father may bring a stepmother for the child which is mostly not good for the child. So this proverb tells a very deep thought in very short and symbolic way. 

Comments

  1. કોઈ ઘોડો ન હોવા કરતાં નબળો ઘોડો સારો. '

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી