Posts

Showing posts from December, 2017

રૂઢિપ્રયોગ - માસ્તર મારેય નહી ને ભણાવેય નહી

માસ્તર મારેય  નહી  ને ભણાવેય નહી ઘણી વાર કોઈ એવી વ્યક્તિને સત્તા કે જવાબદારી મળી જાય છે કે જેને એ કામ કરવામાં ઝાઝો રસ જ ના હોય અથવા તો જે તે કાર્યમાં જરૂરિયાત પ્રમાણે, સારું કે છેલ્લે ખરાબ, એમ કંઈપણ કરી શકવાની યોગ્યતા જ ના હોય. એક સ્કુલ માસ્તર પાસેથી એવી અપેક્ષા હોય છે કે એ વિદ્યાર્થીઓને માર્યા વગર શિક્ષણ આપી શકે એટલો સક્ષમ હોવો જોઈએ. એનાથી ખરાબ પરિસ્થિતિ એ હોઈ શકે કે વિદ્યાર્થીઓ જો શિક્ષકને ગંભીરતાથી ના લેતા હોય તો જરૂર પડ્યે તેમને માર મારીને તેમનામાં અનુસાશન લાદે છે. પણ જો શિક્ષક સાવ 'ઢીલો' જ હોય અથવા તો તેને શિક્ષણ કાર્યમાં રસ જ ના હોય તો તે વિદ્યાર્થીઓને જેમ કરવું હોય એમ કરવા દે છે. ના તો એ સારી રીતે ભણાવે છે અને ના તો મારીને ભણાવે છે. આવા શિક્ષકો તોફાની વિદ્યાર્થીઓને ખુબજ પસંદ હોય છે માટે તેઓ ક્યારેય શિક્ષકની ફરિયાદ પણ નથી કરતા. આમ તોફાની વિદ્યાર્થીઓ અને શિક્ષક એમ બંનેનું ગાડું ચાલ્યા કરે છે, પણ અંતે શિક્ષણનું નિકંદન નીકળી જાય છે. ઉદાહરણ ૧ –  “આપણા રાજ્યના મંત્રીને પોતાની ખુરસી સચવાય એમાં જ રસ છે. અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે અને મંત્રીજી આંખ આડા કાન કરે છે. મં