રૂઢિપ્રયોગ - માસ્તર મારેય નહી ને ભણાવેય નહી

માસ્તર મારેય નહી ને ભણાવેય નહી


ઘણી વાર કોઈ એવી વ્યક્તિને સત્તા કે જવાબદારી મળી જાય છે કે જેને એ કામ કરવામાં ઝાઝો રસ જ ના હોય અથવા તો જે તે કાર્યમાં જરૂરિયાત પ્રમાણે, સારું કે છેલ્લે ખરાબ, એમ કંઈપણ કરી શકવાની યોગ્યતા જ ના હોય. એક સ્કુલ માસ્તર પાસેથી એવી અપેક્ષા હોય છે કે એ વિદ્યાર્થીઓને માર્યા વગર શિક્ષણ આપી શકે એટલો સક્ષમ હોવો જોઈએ. એનાથી ખરાબ પરિસ્થિતિ એ હોઈ શકે કે વિદ્યાર્થીઓ જો શિક્ષકને ગંભીરતાથી ના લેતા હોય તો જરૂર પડ્યે તેમને માર મારીને તેમનામાં અનુસાશન લાદે છે. પણ જો શિક્ષક સાવ 'ઢીલો' જ હોય અથવા તો તેને શિક્ષણ કાર્યમાં રસ જ ના હોય તો તે વિદ્યાર્થીઓને જેમ કરવું હોય એમ કરવા દે છે. ના તો એ સારી રીતે ભણાવે છે અને ના તો મારીને ભણાવે છે. આવા શિક્ષકો તોફાની વિદ્યાર્થીઓને ખુબજ પસંદ હોય છે માટે તેઓ ક્યારેય શિક્ષકની ફરિયાદ પણ નથી કરતા. આમ તોફાની વિદ્યાર્થીઓ અને શિક્ષક એમ બંનેનું ગાડું ચાલ્યા કરે છે, પણ અંતે શિક્ષણનું નિકંદન નીકળી જાય છે.

ઉદાહરણ ૧ – “આપણા રાજ્યના મંત્રીને પોતાની ખુરસી સચવાય એમાં જ રસ છે. અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે અને મંત્રીજી આંખ આડા કાન કરે છે. મંત્રીજીથી કંઈ થઇ શકે એમ નથી અને અધિકારીઓ માથાભારે છે. માટે માસ્તર મારતોય નથી ને ભણાવતોય નથી.”


MASTAR MAREY NAHI NE BHANAVEY NAHI

(The teacher wouldn't teach nor beat (or punish))

Often we see that someone responsible for some administrative work gets the authority (or responsibility) that he does not deserve either because he has no interest in that job or is incapable of carrying out the job. Even then, the person wouldn't just let the authority go just to carrying on the comforts and perks he gets by that authority. This trait is exemplified by a school teacher from who it is expected that he teaches the students without having to beat (or punish) them. But it would still be acceptable if the teacher punishes the students in order to force them learn. But some teachers are lax type who just don't care for teaching or even punishing. They just draw their salary and perks and let the students whatever they want. Neither students complain against such teacher nor the teacher loses his comfort. So everything goes on uninterrupted. But in the end, education is suffered.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય