Posts

Showing posts from April, 2018

રૂઢિપ્રયોગ - મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય

મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય જયારે ખેતરમાં પાક આવી જાય છે ત્યારે વચ્ચે એક માંચડો બાંધવામાં આવે છે કે જ્યાંથી ચોકી કરનાર માણસ ખેતરનું ધ્યાન રાખે છે. જેવા પક્ષીઓ મોલાત ખાવા આવે કે તરત એ ચોકીદાર પથરાનું ગોફણ બનાવીને તે દિશામાં ફેંકે છે કે જેથી પક્ષીઓ ઉડી જાય. પણ જો તે ચોકી કરનાર માણસને કોઈએ પરાણે ત્યાં ચડાવ્યો હોય તો એ શું કરે? બધા પથરા પક્ષીઓ તરફ ફેંકવાને બદલે ગામ ભણી ફેંકીને પોતાની રીસ ઉતારે! આ જ રીતે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવાની ઈચ્છા કે સૂઝ ના હોય તો પણ એને પરાણે કરાવવામાં આવે છે. આવા સમયે જયારે તે વ્યક્તિ આ કામ કરે છે ત્યારે તેના ઉલ્ટા પરિણામો જ આવતા હોય છે. અને વળી ઘણીવાર તો એ કામ ચિંધનાર વ્યક્તિ ઉપર રીસ રાખીને પરાણે ઉંધા કામો કરે છે.  ઉદાહરણ ૧ –  “આપણે જ પરાણે આપણા દીકરાને એન્જીનીયરીંગ કોલેજમાં મુક્યો હતો, એને તો આર્ટસ જ લેવું હતું. હવે એ જાણી જોઇને આપણને દુખ લાગે એવા પરિણામો લાવી રહ્યો છે અને વાંચતો નથી તો એમાં આપણો જ વાંક છે. મારીને માંચડે ચડાવ્યો છે તો હવે ગોફણ તો ગામ ભણી જ ફેંકશે ને!” MARINE MACHDE CHADAVE TO GOFAN GAAM BHAN