રૂઢિપ્રયોગ - મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય

મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય

જયારે ખેતરમાં પાક આવી જાય છે ત્યારે વચ્ચે એક માંચડો બાંધવામાં આવે છે કે જ્યાંથી ચોકી કરનાર માણસ ખેતરનું ધ્યાન રાખે છે. જેવા પક્ષીઓ મોલાત ખાવા આવે કે તરત એ ચોકીદાર પથરાનું ગોફણ બનાવીને તે દિશામાં ફેંકે છે કે જેથી પક્ષીઓ ઉડી જાય. પણ જો તે ચોકી કરનાર માણસને કોઈએ પરાણે ત્યાં ચડાવ્યો હોય તો એ શું કરે? બધા પથરા પક્ષીઓ તરફ ફેંકવાને બદલે ગામ ભણી ફેંકીને પોતાની રીસ ઉતારે!

આ જ રીતે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવાની ઈચ્છા કે સૂઝ ના હોય તો પણ એને પરાણે કરાવવામાં આવે છે. આવા સમયે જયારે તે વ્યક્તિ આ કામ કરે છે ત્યારે તેના ઉલ્ટા પરિણામો જ આવતા હોય છે. અને વળી ઘણીવાર તો એ કામ ચિંધનાર વ્યક્તિ ઉપર રીસ રાખીને પરાણે ઉંધા કામો કરે છે. 

ઉદાહરણ ૧ – “આપણે જ પરાણે આપણા દીકરાને એન્જીનીયરીંગ કોલેજમાં મુક્યો હતો, એને તો આર્ટસ જ લેવું હતું. હવે એ જાણી જોઇને આપણને દુખ લાગે એવા પરિણામો લાવી રહ્યો છે અને વાંચતો નથી તો એમાં આપણો જ વાંક છે. મારીને માંચડે ચડાવ્યો છે તો હવે ગોફણ તો ગામ ભણી જ ફેંકશે ને!”


MARINE MACHDE CHADAVE TO GOFAN GAAM BHANI J FEKAY

(If put forcibly to the watch tower the catapult would always be shot at the village)

When grains are grown in the farm, the caretakers mount a watch tower in the middle of the farm so that a watcher can monitor the birds not peck away the grains. When birds fly nearby the watcher would throw stones using catapult to scare them away. But what is the watcher is unwilling to do the job and put there forcibly? It is likely that he will throw the stones at the village in rage rather than aiming at the birds.

Similarly, when someone unwilling to do some stuff is made to do exactly that, he would tend to bring about the opposite results. At times the person can even become hostile as well.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી