કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી
- Get link
- X
- Other Apps
માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી
માં વગરની દીકરી એટલે કે
જેની સગી માં મારી ગઈ હોય એવી દીકરીની પરિસ્થિતિ ખરાબ હોય છે. સાવકી માં હોય કે ના
હોય, આવી દીકરીની સંભાળ લેનાર કે એનું ઉપરાણું લેનાર કોઈ ના હોય. એની સ્થિતિ ઘરમાં
એક નોકરાણી જેવી હોય છે. ત્યાં સુધી કે એના સારા નરસા અને સગપણનું પણ વિચારનાર કોઈ
ના હોય. સામાન્ય રીતે આપણા સમાજ માં એવું જોવામાં આવતું કે આવી દીકરીને તેના લગતા
વળગતા કોઈ અયોગ્ય મુરતિયા કે જેને સરળતાથી કોઈ દીકરી આપવા તૈયાર ના હોય તેની સાથે
પરણાવી દેવામાં આવે છે. જો માં હોય તો દીકરીનું ઉપરાણું લે અને એના સારા ખરાબ નો
વિચાર કરે. બાપમાં સામાન્ય રીતે દીકરીને ઉછેરવાની કુનેહ હોતી નથી. આવી દીકરી જેમ
રસ્તામાં ઠીકરી રાજડતી હોય તેમ રજડી પડે છે.
ઉદાહરણ - “રીનાની માં ગુજરી ગઈ ત્યારથી એ અચાનક મોટી થઇ ગઈ.
રીનાની કાકી અને ફોઈ તેની પાસે ઘરનું બધું કામ કરાવી લે છે. અને હવે તો એની અપર
માં આવવાની છે. કોણ જાણે શુ થશે બિચારીનું. એક જ આશા છે કે એનું સગપણ સારે ઠેકાણે
થાય. બાકી તો માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી.”
MA VAGARNI DIKRI RAJDE JEM THIKRI
(Daughters without mother stray like a stone)
A girl whose mother is
not with her (i.e. dead) is often in a pitiable situation. Whether or not she
has a stepmother, there is rarely anyone who would take her side or think for
her welfare. She plays the role of a servant rather than a member in the house.
This is to the extent that there is no one who would think favorably for her
marriage. In our society we often see that the caretakers of such girls would
marry her with someone who is struggling to find a decent life partner. If there
was her real mother she wouldn’t let this to happen. The father is often not accomplished
to brought up the girl appropriately. These poor girls are made to stray like a
stone in the street.
Comments
Labels
Labels
Previous Posts
Previous Posts
-
-
-
-
- રૂઢિપ્રયોગ - સીદી બાઈને સીદકા વહાલા
- રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!
- કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
- કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય
- કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી
- કહેવત – ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે
- રૂઢિપ્રયોગ – માગીને ખાવું ને એ પણ ગરમ
- રૂઢિપ્રયોગ - કાગનું બેસવું ને ડાળનું પડવું
- રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
- રૂઢિપ્રયોગ - મારવો તો મુઘલ
-
-
Popular posts from this blog
કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...
કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા
બાપ એવા બેટા ને વડ એવા ટેટા અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે થતી હોય છે. વડ ઉપર ટેટા બેસતા હોય છે કે જેને વિવિધ પ્રક્ષીઓ ખાવા માટે આવતા હોય છે. મનુષ્યો પણ એ ટેટા મસાલા સાથે ખાતા હોય છે. આમાંથી અમુક ટેટા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને અમુક સ્વાદિષ્ટ નથી હોતા. એ સ્વાદમાં એનો આધાર એ વડના પોતાના લક્ષણો ઉપર આધાર રાખે છે. એ જ રીતે સંતાનોના લક્ષણો પણ તેમના માતા-પિતાના લક્ષણો (અને કર્મો) ઉપર પૂરો આધાર રાખતા હોય છે. આથી સંતાનના લક્ષણોની સરખામણી કરવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આ કહેવત આમ તો " મોરના ઈંડા ચીતરવા ના પડે " એ રૂઢિપ્રયોગને ખુબજ મળતી આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ "મોરના ઈંડા..." રૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બા...
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આ...
રૂઢિપ્રયોગ - કુવામાં હોય તો હવેડામાં આવે ને
કુવામાં હોય તો હવેડામાં આવે ને અર્થ વિસ્તાર: હવેડો એ હોય છે કે જ્યાં પ્રાણીઓ પાણી પિતા હોય છે. આ હવેડામાં પાણી કુવામાંથી આવતું હોય છે. ઘણીવાર યાંત્રિક પદ્ધતિથી પણ પાણી લાવવામાં આવે છે અથવા તો કોઈ જાતે જ કુવામાંથી પાણી ઉલેચીને હવેડામાં નાંખતા હોય છે. હવે જયારે કુવામાં જ પાણી ના હોય તો સ્વાભાવિક છે કે હવેડામાં પણ પાણી ક્યાંથી આવવાનું હતું? તો જયારે કોઈ હવેડો ખાલી હોવા માટે દુઃખ અથવા તો ક્રોધ કરતુ હોય છે ત્યારે એને એમ સમજાવવું પડે છે કે પાણી કુવામાં જ નથી, માટે હવેડાને દોષ દેવો અયોગ્ય છે. આ જ રીતે, જયારે કોઈ વ્યક્તિ એનાથી અપેક્ષિત કાર્ય કરતુ નથી અને એની પાછળનું કારણ એ હોય છે કે તેને ક્યારેય યોગ્ય શિખામણ, અથવા પ્રશિક્ષણ, અથવા માહિતી અથવા સંસ્કાર જ્યાંથી મળવા જોઈતા હતા ત્યાંથી મળ્યા જ નથી ત્યારે, એ વ્યક્તિને દોષ દેવા કરતા તેને જરૂરી પ્રશિક્ષણ ન આપનાર વ્યક્તિ કે સંસ્થાનો જ દોષ ચિહ્નિત કરવો જોઈએ. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને મળતો આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ ઉપરોક્ત રૂઢિપ્રયોગ માત...
કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે
કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે ઘણી જાણીતી આ કહેવતમાં સુરતી ખાણીપીણીની અને કાશીમાં મળેલ મૃત્યુની મહિમા કરેલી છે. સુરતી વાનગીઓ તો સુપ્રસિદ્ધ છે જ. ત્યાંના જમણનો સ્વાદ અને વાનગીના પ્રકાર કૈક અલગ જ હોય છે. વાળી એવું કેહવામાં આવે છે કે પવિત્ર નગરી કાશી (વારાણસી), ભગવાન કાશીવિશ્વનાથના ધામમાં જો કોઈને મૃત્યુ મળે તો તેનો મોક્ષ થઇ જાય છે. ઉદાહરણ - " જીવનમાં હવે માત્ર બે જ ઈચ્છા બાકી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ. " SURAT NU JAMAN NE KASHI NU MARAN - NASIBDAR NE J MALE (Fortunate are those who get food of Surat and death in Kashi) This well known proverb describes the good reputation of the food of Surat and the death received in the sacred city of Kashi. It is used in its literal meaning.
રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese
ચતુર કાગડો ગૂ ઉપર બેસે કાગડાને આમતો એક ઓછી બુદ્ધિ વાળું પક્ષી ગણવામાં આવે છે. તેની છાપ કાં કાં કરીને કર્કશ અવાજે વધુ પડતું બોલવા વાળા જીવની છે. આ માન્યતાને આધારે કોઈ વ્યક્તિ જયારે કર્કશ શબ્દો સાથે જરૂરથી વધુ દેખાડો કરે ત્યારે તેને કાગડા જેવો કહેવામાં આવે છે. પણ અંતે જો આ ચતુર કાગડો મળ ઉપર બેસીને પોતાનો ખોરાક શોધે તો તેની બધી ચતુરાઈ શા કામની? આ જ રીતે જયારે કોઈ વ્યક્તિ ખુબજ હોંશિયારી કરતી હોય, દરેક વાતમાં મીનમેખ કાઢતી હોય, પણ જયારે કોઈ અત્યંત સાધારણ વસ્તુ કે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આમ તો કાગડો ક્યારેય ગૂ ઉપર બેસતો નથી. અથવા તો મેં ક્યારેય એવું જોયું નથી. કોણ જાણે આ કહેવતમાં આ ઉપમા કઈ રીતે આવી! ઉદાહરણ ૧ – “અરે રે... મેં તો ઈ છોકરાને કેટલી સુંદર અને સુશીલ કન્યાઓ બતાવી હતી. પણ ભાઈ નાચ નાચ કરતો તો. અને જયારે એણે જાતે છોકરી પસંદ કરી તો એ કાળી કદરૂપી અને અભણ નીકળી . ચતુર કાગડો ગૂ ઉપર બેઠો ." CHATUR KAGDO GOO UPAR BESE (Over clever crow sits on goo) Crow is generally considered as a low intelligen...
Maa
ReplyDelete