કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
- Get link
- X
- Other Apps
પહેલું સુખ તે જાતે નર્યા
બીજું સુખ તે ઘેર દીકરા
ત્રીજું સુખ તે ગુણવંતી નાર
ચોથું સુખ તે ભરેલા ભંડાર
અર્થ વિસ્તાર:
સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે.
પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે.
સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું છું કે એકથી વધુ સંતાન હોવી એ જીવનની ઉચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
ગુણવંતી નાર એટલે કે પત્ની માટે ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે કે જેની સાથે ઘણા લોકો અસહમત હોઈ શકે છે. હું પણ તેની સાથે સહમત હોય એ આવશ્યક નથી. પણ સ્પષ્ટ છે કે આ કહેવત એવા સમયે બની છે કે જયારે સંયુક્ત પરિવારો રહેતા હતા અને લોકોને ઘરમાં ઘણા બધા લોકો સાથે રહેવા મળતું હતું. હવે ઘરમાં કમસે કમ એક બે સભ્યો સાથે તો મન મળતું જ હોય માટે તેમના સહારે જીવન ચાલી જતું હોય છે. આજના વિભક્ત કુટુંબોમાં, કે જેમાં પતિ -પત્ની અને તેમનું એકમાત્ર સંતાન જ રહેતા હોય એમાં દંપતિ વચ્ચે મેળ ના હોય તો જીવન નર્ક બની જાય છે. માટે જો કોઈને જીવનના આ પાસ સાથે અસહમતી હોય તો તેમણે આ લેખકની ટીકા કરવા કરતાં આ સમયની ટીકા કરવી જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે ઘરના બધા સભ્યો એક સંયુક્ત કુટુંબમાં રહે.
અને હવે જીવનની સૌથી નીચલી પ્રાથમિકતા છે ધન ભંડારો. આ વિષે હું એક આખું પુસ્તક લખાય એટલું કહી શકું છું પણ અહીં એટલું જ કહીશ કે જીવનમાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેવું અને પૈસાના ભંડાર હોવા, એ બે વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. માટે આની પ્રાથમિકતા નીચે હોય એ યોગ્ય જ છે. બાકી હું વાચકોને તેમના નિરીક્ષણ અને નિર્ણય માટે આ તરણ ખુલ્લું રાખું છું.
હવે જરાક ફરીથી આખી કહેવતને ઊંધેથી વાંચો. તમને અચાનક ભાન થશે કે આપણા જીવનમાં આ પ્રાથમિકતાઓ બિલકુલ ઉંધી ચાલી રહી છે. અને હવે આપણી આજુબાજુની પરિસ્થિતિઓનું અવલોકન કરો. હવે એમાં કોઈ આશ્ચર્યની વાત છે કે આપણી આજુબાજુના દરેક લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ ચાલી રહી છે, અને મનોચિકિત્સકોના બેન્ક બેલેન્સ મસમોટા થઇ રહ્યા છે?
ઉદાહરણ ૧ – “ભાઈ રોજ રોજ રાત્રે 3-3 વાગ્યા સુધી શા માટે કામ કરે છે. ગમ્મે એટલો પૈસો કમાઈશ તો પણ તારી ગયેલી તંદુરસ્તી પછી લાવી શકવાનો નથી. યાદ રાંક. પહેલું સુખ તે જાતે નર્યા.”
KAHEVAT - PAHELU SUKH TE JATE NARYA
(The very first happiness is being fit and fine)
Arth Vistar - Vichar Vistar:
Pahelu Sukh Te Jate Narya
Biju Sukh Te Gher Dikra
Triju Sukh Te Gunvanti Nar
Chothu Sukh Te Bharela Bnahdar
Biju Sukh Te Gher Dikra
Triju Sukh Te Gunvanti Nar
Chothu Sukh Te Bharela Bnahdar
Normally people know only the first phrase of this proverb. Rarely people know the 2nd, 3rd and 4th. This proverb highlights the ideal priorities and the crux of the life.
The first happiness is really being fit and healthy because a healthy mind lives in healthy body. To accomplish anything significant in life, you have to have a strong and healthy mind. Thus for a meaningful life, a healthy body is necessary. So the priority for the same should be the first in life.
A life without children becomes monotonous and tasteless in life. Over the period of time the life becomes robotic without children. Notice my deliberate use of the plural word for the children. In this proverb also, the word is plural. This means having a single child is not good enough. Your are doing injustice to yourself and your child by not having more than one child. So having more than one children should be among the top priorities of life.
Having a gracious wife is categorized as the third highest priority in life. Now many would not agree to the prioritization of this aspect of life because they would like to see to right at top. Even yours truly is not necessarily agreeing to this. But consider the time when this proverb is started. Back then, there were joint families where a person would find at least 1 or 2 person with whom he would find tuning, and live life happily. But in today's nuclear families, there are only husband-wife and their only kid. In such life, one cannot afford to have non-combability with his/her spouse. But then, why criticize the starter of this proverb? Criticize the times you are living in and try to rectify it by attempting to live happily in a joint family.
And now the least important aspect of the life, 'material prosperity'. I can literally write book(s) on this topic to confirm that this aspect of life should truly be the least prioritized in life, but for now I would only say that to be satisfied and happy and being prosperous are totally two different things largely unrelated to each other. Then I let other to observe and judge.
Now, pause a second, and read the proverb from bottom to top! You will suddenly realize that everyone around us has a completely reverse priorities of life that this proverb. Then observe the situation around us. Is there any wonder that there are so many problems in everyone's lives and there are so many psychiatrists fattening their bank balance?
Comments
- રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese - 12/24/2018
- રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ - 3/17/2021
- કહેવત - સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે - 3/16/2021
- રૂઢીપ્રયોગ - બોર અપાય બોરડી ના બતાવાય - 3/16/2021
- રૂઢીપ્રયોગ - ગોળના ગાંગડે ગાંધી ના થવાય - 3/16/2021
Labels
Labels
Previous Posts
Previous Posts
-
-
- કહેવત - વાંકો ચુકો તોય વહુનો રોટલો
- રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય
- કહેવત - હાર્યો જુગારી બમણું રમે
- રૂઢિપ્રયોગ - જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે?
- કહેવત - ચાર મળે ચોટલા ભાંગે કોઈના ઓટલા
- કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ...
- રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે
- રૂઢિપ્રયોગ - કુવામાં હોય તો હવેડામાં આવે ને
- કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા
- રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
- કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
- કહેવત - દુકાન સાંકડી અને ઘર મોકળું હોવું જોઈએ
-
-
-
Popular posts from this blog
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આ...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય
મન હોય તો માળવે જવાય અર્થ વિસ્તાર: અંગ્રેજીમાં કહેવાય છે કે Where There Is A Will There Is A Way. આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી. દુર્ભાગ્યથી માણસોની મોટાભાગની મર્યાદાઓ તેમના દ્વારા જ તેમની પોતાની ઉપર થોપવામાં આવી હોય છે. બાકી મનુષ્યમાં અમર્યાદ શક્તિઓ રહેલી હોય છે. આખરે શા માટે સંસારમાં અમુક લોકો ખુબ સફળ હોય છે અને અમુક લોકોનું જીવન અત્યંત સાધારણ રહેતું હોય છે? એનું કારણ ઈચ્છાશક્તિનો તફાવત જ હોય છે. આમ પણ, જો મન વગર કરવામાં આવે તો ગમે તેટલું સહેલું કામ પણ સારી રીતે થઇ શકતું નથી. આ વિષે પણ એક કહેવત છે - " મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય ". ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખુબ દૂર છે. અગાઉ લાંબા પ્રવાસ માટેના સંસાધનો ખાસ હતા નહિ. માટે વેપાર કે અન્ય અર્થે મેવાળ જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હોતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી જ આ રૂઢિપ્રયોગ ...
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...
રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ
પાડાના વાંકે પખાલીને ડામ આપને ઘણી વખત એવું થતું જોઈએ છીએ કે કોઈ સાચો અપરાધી કે કંઈક ખોટું કામ કરનાર વ્યક્તિ સાવ છૂટથી ફરતી હોય છે પણ એને નિર્દોષ ભાવે, જાણે-અજાણે નાનો એવો સાથ આપનાર વ્યક્તિ ઉપર મુસીબતના ડુંગર તૂટી પડે છે. આવી પરિસ્થિતિમાં દંડ પામનાર વ્યક્તિનો હકીકતે કોઈ વાંક-ગુનો હોતો નથી છતાં એને સહન કરવું પડે છે. આ ઘટનાને આ કહેવતમાં વર્ણવવામાં આવી છે. પાડાને સાચા ગુનેગાર તરીકે અને પખાલીને (પાડાના ચાલક અથવા માલિકને ) નિર્દોષ સહાયક તરીકે બતાવ્યા છે. પાડો ગામમાં કંઈ ઉથલ પાથલ કરી દે તો બધા પાડાને મારવાને બદલે પખાલીને જ ડામ (અથવા તો દંડ ) દે છે. ઉદાહરણ 1 - " એ આતંકવાદી તો ભાગી ગયો પણ તેને ટ્રેનની ટીકીટ કઢાવી આપનાર એજન્ટ બિચારો જિંદગીભર માટે કોર્ટના ધક્કા ખાતો થઇ ગયો. પાડાના વાંકે પખાલીને ડામ . " આ કહેવતમાં અપરાધીને ખરેખર અપરાધી હોવું જરૂરી નથી. એ કોઈ મોટી ભૂલ કરનાર વ્યક્તિ પણ હોઈ શકે. મૂળ વાત એ છે કે મોટી ભૂલ કરનાર છૂટથી ફરે છે અને એમના સાથીદાર મુસીબતમાં મુકાઈ જાય છે. આ અર્થ મુજબ એક વધુ ઉદાહરણ નીચે મુજ છે. ઉદાહરણ 2 - " જનકભા...
રૂઢિપ્રયોગ - હાથના કર્યા હૈયે વાગ્યા
હાથના કર્યા હૈયે વાગ્યા આ કહેવત શાબ્દિક રીતે તો અગાઉ લખેલી કહેવત "ખાડો ખોદે એ પડે" ને મળતી આવતી લાગે છે. પરંતુ ખરેખર આ કહેવતનો અર્થ/ઉપયોગ સાવ ઉંધો જ છે. કોઈ વ્યક્તિ જયારે જાણે-અજાણે કોઈ ભૂલ કરી બેસે અને પછી એનું ફળ ભોગવવું પડે ત્યારે આ કહેવત નો ઉપયોગ થાય છે. આ કહેવત ને ઉદાહરણ વડે જ વધુ સમજી શકાશે. ઉદાહરણ - " મેં મારા છોકરાને પરદેસ ભણવા મોકલ્યો અને એ ત્યાનો જ થઈને રહી ગયો. હવે હું દોષ દઉં તો પણ કોને દઉં. મારા હાથના કર્યા જ મને હૈયે વાગ્યા. " HATH NA KARYA HAIYE VAGYA (Damned by one's own deed) By the literal meaning this proverb would seem similar to the proverb " KHADO KHODE AE PADE ". But in fact this proverb has rather different meaning/usage. When someone is facing bitter consequences of his own mistakes - made knowingly or unknowingly - he would use this proverb.
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
કહેવત - સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર
સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર અર્થ વિસ્તાર: ભારતીય સંસ્કૃતિમાં માંના ગુણ વિશેષ રીતે ગાવામાં આવ્યા છે. માંને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. માટે જ માં માટે ઘણી કહેવતો કહેવાણી છે. આ કહેવતમાં પણ માં વિનાના ઘર કે સંસારને સાકર વિનાના કંસાર સાથે સરખાવવામાં આવ્યો છે. કંસાર મીઠો હોવો જરૂરી છે. કંસાર એ સંબંધોની મીઠાસનું પ્રતિક છે. જો એમાં સાકર જ ના હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાસ પણ છીનવી લે છે. એ જ રીતે માંનું કામ ઘરને સંગઠિત રાખીને સંબંધોમાં મીઠાસ ફેલાવવાનું હોય છે. જ્યાં સુધી માં ઘરમાં હોય ત્યાં સુધી ભાઈ-ભાંડુઓ અને બાપ દીકરા વચ્ચે મીઠાસ જળવાઈ રહે છે. માંની અવેજીમાં આ મીઠાસ જળવાઈ જ રહે એની કોઈ ખાતરી નથી. ઉપયોગ - "જ્યાં સુધી માં હતી ત્યાં સુધી બધા ભાઈઓ માંની આંખની શરમે પણ વર્ષમાં એક વાર દિવાળી ટાણે પ્રેમથી મળતા હતા. પણ માંના ગયા પછી બે વર્ષથી કોઈએ એકબીજાના ખબર પણ પૂછ્યા નથી. સાચે જ, સાકર વિના મોળો કંસાર ને માં વિના સુનો સંસાર." SAKAR VINA MOLO KANSAR, MA VINA SUNO SANSAR Arth Vistar: In the Indian culture the mother is p...
Aswini
ReplyDeleteWrong che Bhai,
ReplyDeleteપહેલુ સુખ તે જાતે નાર્યા, બીજુ સુખ તે કોઠીએ જાર, Triju sukh te sulakshani nar, chothu sukh te kahyagra santan.
પહેલું સુખ જાતે નર્યા...
Deleteબીજું સુખ કોઠી એ જવાર
ત્રિજું સુખ ઘરમાં સારી નાર...
આમ સુખની ત્રણ વ્યાખ્યા કવિ શ્રી નર્મદ જી ઈ એમના નિબંધ માં વર્ણવેલ....
thank you for information. શું તમે કૃપા કરીને નિબંધનું નામ શેર કરી શકો છો જેથી હું વાંચી શકું?
Deleteપાંચમું સુખ તે ઘર નું નાણું
ReplyDeleteછઠ્ઠુ સુખ તે ઘેર દુઝાણું
સાતમું સુખ તે આંગણે કુવો
આઠમું સુખ તે ઘર નો એક ન મુવો
નવમું સુખ તે પ્રભુમાં પ્રીતી
દસમું સુખ તે રાખવી નીતી
હવે દુ:ખ ની વાત વાંચો:-
ReplyDeleteપહેલુ દુ:ખ તે બારણે તાડ
બીજુ દુ:ખ તે પાડોશી લબાડ
ત્રીજુ દુ:ખ તે વાંસા માં ચાંદુ
ચોથુ દુ:ખ તે બૈરુ માંદુ....
આગળ શું છે તે ખબર નથી
પહેલું સુખ નિરોગી કાયા
ReplyDeleteબીજું સુખ કોઠી એ જાર
ત્રીજું સુખ પારણે પુત્ર
ચોથું સુખ ગુણીયલ નાર
પાંચમું સુખ તે ઘરમાં નાણું
છઠ્ઠું સૂખ તે વાડીએ દુઝાણું
સાતમું સુખ તે આંગણે કૂવો
આઠમું સુખ તે કોઈ અકાળે ના મુઓ
નવમું સુખ તે પ્રભુમાં પ્રીતિ
ને દસમું સુખ તે જીવનમાં નીતિ