Posts

Showing posts from September, 2012

રૂઢિપ્રયોગ – માં… માં… મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!!

માં... માં... મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!! બાળકોને મામા વહાલા હોય છે અને તેથી એમના ઘરે આવવાથી બાળકો ખુશ થાય છે અને પોતાની માં ને સમાચાર સંભળાવે છે. બાળ સહજ નિર્દોષતાથી તેઓ પોતાની માંને જ પોતાના મામાની ઓળખાણ “મામા“ તરીકે કરાવે છે. આવે સમયે માં હળવાશથી તેમનું અજ્ઞાન હસી કાઢે છે અને સમજાવે છે કે મામા એ તમારા હશે. મારો તો એ ભાઈ છે. અને કહે છે કે તમે એને આજકાલના ઓળખો છો પણ હું તો એને નાનપણથી ઓળખું છું. આ જ રીતે કોઈ વ્યક્તિ પોતે કોઈ વિષયમાં ઊંડી જાણકારી ધરાવતી હોય તેમ છતાં બીજી કોઈ અધૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિ તેને એ જ વિષયમાં શિખામણ અથવા ક્ષુલ્લક જાણકારી આપે ત્યારે આવી રમુજી પરિસ્થિતિમાં આ કહેવત કટાક્ષમાં વપરાય છે. આ કહેવત ત્યારે પણ ઉપયોગમાં લઇ શકાય કે જયારે ઘણું ઓછું જાણતી વ્યક્તિ વધુ જાણતી વ્યક્તિને ખોટી અથવા તો અધૂરી માહિતી આપે. ઉદાહરણ ૧ – “અચ્છા બેટા, હવે તું મને બેટ પકડતા શીખવાડીસ?! માં માં મામા આવ્યા!! તું જ્યારથી ચડ્ડી પહેરતો થયો ત્યારથી હું રાજ્ય કક્ષાએ ક્રિકેટ રમું છું.” ઉદાહરણ ૨ – “આજના ભોજન સમારંભમાં મેં અજાણતા જ મૂર્ખામી કરી. લલિતભાઈની તેમના પિતા સાથે

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી

ધરમ કરતા ધાડ પડી ઘણી વાર કોઈનું સારું કરવા જતા આપણી પોતાની ઉપર મુસીબત આવી જતી હોય છે. ધર્મ બધાને અન્યોનું સારું કરવાનું શીખવાડે છે માટે આપણે એને શક્ય હોય ત્યાં સુધી અનુસરીએ છીએ. પરંતુ ક્યારેક એ આપણા માટે અહિત નોતરી લાવે છે. દાન પુણ્ય કરવું એ ધર્મ છે. પરંતુ ક્યારેક વધુ પડતું દાન પુણ્ય કરવાથી ચોર-લુટારાઓની આંખે પણ ચડી જવાય અને પછી આપણી પોતાની ઘરે પણ ધાડ પડી શકે. આ પરિસ્થિતને સાંકેતિક રીતે ઉપયોગમાં લઈને આ કહેવત બીજી ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લઇ શકાય છે. મૂળ મુદ્દે તો જયારે આપણે કોઈ સારું કામ કરવા જઈએ અને નાહકના મુસીબતમાં મુકાઈ જઈએ ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ ૧ – “બિચારા મહેતા સાહેબને તો ધરમ કરતા ધાડ પડી. ઓફિસમાં એક જરૂરિયાત વાળો મિત્ર આવી ચડતા એમને તિજોરીમાંથી રૂપિયા કાઢીને તત્પુરતા આપી દીધા. પરંતુ ત્યાં જ એન્ટી કરપ્શનની રેડ પડી અને સરકારી તિજોરીમાંથી ઉચાપત કરવાના આરોપસર તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.” ઉદાહરણ ૨ - "મારે તો ધરમ કરતા ધાડ પડી. હું તો માત્ર એને એના પ્રોજેક્ટમાં મદદ કરવા ગયો હતો. પણ એને તો આખે આખો પ્રોજેક્ટ જ મારી માથે નાખી દીધો. હવે એણે કરે

રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે

માહેલા ગુણ મહાદેવજી જાણે કોઈ દંભી માણસની વાસ્તવિકતાની પ્રતીતિ કરાવતી વખતે આ કહેવતનો ઉપયોગ થાય છે. દંભી માણસો એવી જ જગ્યાએ પોતાનો દંભ આચરે છે કે જ્યાં કોઈ તેને મૂળથી ઓળખતું નથી. પરંતુ આવી વ્યક્તિને ખરેખર જાણનાર તેના પ્રભાવમાં આવતો નથી, ઉલટું તે દંભીને રોકડું પરખાવી દે છે. આ રીતે દંભીને તેની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિને આવા દંભીની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – આ કહેવત નો ઉપયોગ થાય છે. માહેલા ગુણ એટલે કે દંભીની અંદર રહેલા ગુણ અને ખાસ તો અવગુણ. ઈશ્વર બધું જાણતો હોય છે. કોઈના ગુણ-અવગુણ અને સાચા-ખોટા પ્રયોજન ભલે કોઈ બીજા ના જાણતા હોય પણ ભગવાનથી કઈ જ છુપું નથી. અહી મહાદેવનો અર્થ સર્વજ્ઞ ભગવાનન છે. માટે જયારે દંભીને તેનો મૂળથી જાણકાર મળી જાય છે ત્યારે એ દંભીની સાન ઠેકાણે લાવવા માટે એમ કહે છે કે એના વિષે જેટલું ભગવાન જાણે છે એટલું જ તે પોતે પણ જાણે છે – અને માટે જ તે પોતાને મહાદેવજીની સંજ્ઞા આપે છે. આ કહેવત હળવા મિજાજ માં પણ વાપરી શકાય છે. ઉદાહરણ – “મારું પરિણામ આવ્યા પછી જયારે પપ્પા મને ખીજાતા હતા અને પોતાના ભણતરની ડંફાશો મારતા હતા ત્યારે જ ત્યાં મારા દ