રૂઢિપ્રયોગ – માં… માં… મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!!

માં... માં... મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!!


બાળકોને મામા વહાલા હોય છે અને તેથી એમના ઘરે આવવાથી બાળકો ખુશ થાય છે અને પોતાની માં ને સમાચાર સંભળાવે છે. બાળ સહજ નિર્દોષતાથી તેઓ પોતાની માંને જ પોતાના મામાની ઓળખાણ “મામા“ તરીકે કરાવે છે. આવે સમયે માં હળવાશથી તેમનું અજ્ઞાન હસી કાઢે છે અને સમજાવે છે કે મામા એ તમારા હશે. મારો તો એ ભાઈ છે. અને કહે છે કે તમે એને આજકાલના ઓળખો છો પણ હું તો એને નાનપણથી ઓળખું છું. આ જ રીતે કોઈ વ્યક્તિ પોતે કોઈ વિષયમાં ઊંડી જાણકારી ધરાવતી હોય તેમ છતાં બીજી કોઈ અધૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિ તેને એ જ વિષયમાં શિખામણ અથવા ક્ષુલ્લક જાણકારી આપે ત્યારે આવી રમુજી પરિસ્થિતિમાં આ કહેવત કટાક્ષમાં વપરાય છે. આ કહેવત ત્યારે પણ ઉપયોગમાં લઇ શકાય કે જયારે ઘણું ઓછું જાણતી વ્યક્તિ વધુ જાણતી વ્યક્તિને ખોટી અથવા તો અધૂરી માહિતી આપે.

ઉદાહરણ ૧ – “અચ્છા બેટા, હવે તું મને બેટ પકડતા શીખવાડીસ?! માં માં મામા આવ્યા!! તું જ્યારથી ચડ્ડી પહેરતો થયો ત્યારથી હું રાજ્ય કક્ષાએ ક્રિકેટ રમું છું.”

ઉદાહરણ ૨ – “આજના ભોજન સમારંભમાં મેં અજાણતા જ મૂર્ખામી કરી. લલિતભાઈની તેમના પિતા સાથે જ મેં ઓળખાણ કરાવી. મને ખબર જ નહોતી કે એ બંને બાપ-દીકરો છે. માં માં મામા આવ્યા જેવું કર્યું.”

ઉદાહરણ ૩ – “હું લંડન ગયો તો એક ત્યાંના રહેવાસીએ મને ગાંધી કોણ હતા એ વિષે મસમોટું લેક્ચર આપી દીધું. માં માં મામા આવ્યા જેવું થયું! એ ભાઈને જયારે ખબર પડી કે હું ભારતીય છું ત્યારે તેઓ ક્ષોભમાં મુકાઈ ગયા.”

ઉદાહરણ ૪ - "કોઈ દિવસ જામનગરની બહાર પગ ના મુકેલા એવા મુકેશભાઈએ મને અમેરિકાનું કલ્ચર કેટલું સરસ છે એ વિષે સાચી ખોટી ઘણી વાતો કહી. પણ અંતે જયારે મેં કહ્યું કે હું છેલ્લા ૫ વર્ષથી હું અમેરિકા રહું છું ત્યારે તેઓ ભોઠા પડી ગયા. માં માં મામા આવ્યા જેવું થયું."


MA... MA... MAMA AAVYA... TARA MAMA PAN MARO TO BHAI NE!!

(Kid introducing the maternal uncle to the mother)

Kids love their maternal uncle. So when the uncle comes to home the kids get excited and become anxious to inform their mother that "our uncle" has come. In innocence they introduce the uncle to the mother as "uncle". Upon this the mother smiles and replies to the kids that he may be your uncle but he is my brother, and I know him since far before. This situation is similar to the situation where someone knowing very less about a particular subject goes to make a suggestion to someone who had mastered the subject. Or when the lesser knowing person goes to a well informed person just to give a very basic and meaningless information. So in such a situation this proverb is used in funny way. This proverb can also be used in a situation where some less knowing person goes to a well information person to give false or incomplete information.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી