રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી


ધરમ કરતા ધાડ પડી


ઘણી વાર કોઈનું સારું કરવા જતા આપણી પોતાની ઉપર મુસીબત આવી જતી હોય છે. ધર્મ બધાને અન્યોનું સારું કરવાનું શીખવાડે છે માટે આપણે એને શક્ય હોય ત્યાં સુધી અનુસરીએ છીએ. પરંતુ ક્યારેક એ આપણા માટે અહિત નોતરી લાવે છે. દાન પુણ્ય કરવું એ ધર્મ છે. પરંતુ ક્યારેક વધુ પડતું દાન પુણ્ય કરવાથી ચોર-લુટારાઓની આંખે પણ ચડી જવાય અને પછી આપણી પોતાની ઘરે પણ ધાડ પડી શકે. આ પરિસ્થિતને સાંકેતિક રીતે ઉપયોગમાં લઈને આ કહેવત બીજી ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લઇ શકાય છે. મૂળ મુદ્દે તો જયારે આપણે કોઈ સારું કામ કરવા જઈએ અને નાહકના મુસીબતમાં મુકાઈ જઈએ ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવાય છે.

ઉદાહરણ ૧ – “બિચારા મહેતા સાહેબને તો ધરમ કરતા ધાડ પડી. ઓફિસમાં એક જરૂરિયાત વાળો મિત્ર આવી ચડતા એમને તિજોરીમાંથી રૂપિયા કાઢીને તત્પુરતા આપી દીધા. પરંતુ ત્યાં જ એન્ટી કરપ્શનની રેડ પડી અને સરકારી તિજોરીમાંથી ઉચાપત કરવાના આરોપસર તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.”


ઉદાહરણ ૨ - "મારે તો ધરમ કરતા ધાડ પડી. હું તો માત્ર એને એના પ્રોજેક્ટમાં મદદ કરવા ગયો હતો. પણ એને તો આખે આખો પ્રોજેક્ટ જ મારી માથે નાખી દીધો. હવે એણે કરેલી ભૂલો પણ મારે ભોગવવી પડશે."

DHARAM KARTA DHAD PADI

(Did the good deed only to find trouble)

Sometimes in the process to do good for the others we bring adversaries for ourselves. The religions teach us to do good deeds so we try to follow it as much as we can. But this proverb is used when doing good deeds puts us into trouble. The proverb is originated from the old time when robberies were made on the merchants who were too rich. So it was harmful for them to reveal their richness to public. But still, they did the good deeds as per their religion which revealed their richness and be subject to be robbed. Hence the doing good deeds brought the robbers to his house. In this proverb such a situation is used symbolically to explain a variety of situations. Basically this proverb is used when someone tries to do good for other but because of that he undeservingly ends us being into an uncomfortable situation.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ