રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે

માહેલા ગુણ મહાદેવજી જાણે

કોઈ દંભી માણસની વાસ્તવિકતાની પ્રતીતિ કરાવતી વખતે આ કહેવતનો ઉપયોગ થાય છે. દંભી માણસો એવી જ જગ્યાએ પોતાનો દંભ આચરે છે કે જ્યાં કોઈ તેને મૂળથી ઓળખતું નથી. પરંતુ આવી વ્યક્તિને ખરેખર જાણનાર તેના પ્રભાવમાં આવતો નથી, ઉલટું તે દંભીને રોકડું પરખાવી દે છે. આ રીતે દંભીને તેની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિને આવા દંભીની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – આ કહેવત નો ઉપયોગ થાય છે. માહેલા ગુણ એટલે કે દંભીની અંદર રહેલા ગુણ અને ખાસ તો અવગુણ. ઈશ્વર બધું જાણતો હોય છે. કોઈના ગુણ-અવગુણ અને સાચા-ખોટા પ્રયોજન ભલે કોઈ બીજા ના જાણતા હોય પણ ભગવાનથી કઈ જ છુપું નથી. અહી મહાદેવનો અર્થ સર્વજ્ઞ ભગવાનન છે. માટે જયારે દંભીને તેનો મૂળથી જાણકાર મળી જાય છે ત્યારે એ દંભીની સાન ઠેકાણે લાવવા માટે એમ કહે છે કે એના વિષે જેટલું ભગવાન જાણે છે એટલું જ તે પોતે પણ જાણે છે – અને માટે જ તે પોતાને મહાદેવજીની સંજ્ઞા આપે છે. આ કહેવત હળવા મિજાજ માં પણ વાપરી શકાય છે.

ઉદાહરણ – “મારું પરિણામ આવ્યા પછી જયારે પપ્પા મને ખીજાતા હતા અને પોતાના ભણતરની ડંફાશો મારતા હતા ત્યારે જ ત્યાં મારા દાદા આવી ચડ્યા અને કહ્યું, ‘બેટા, મને પૂછો. માહેલા ગુણ મહાદેવજી જાણે. તને તો મારી મારીને બાથરૂમમાં પૂરી દેતા તોયે તું વાંચવા બેસતો નહિ. તારો છોકરો તો તારાથી ઘણો સારો છે.’”

MAHELA GUN MAHADEVJI JANE
(The inner truth is known by the almighty)

This proverb is used against hypocrates to remind them their reality. The hypocrates practice their hype only to the people who do not know him wholly. But when he is faced by someone who knows him from the roots he is never able to impress him. Instead the apprehender of the hypocrate flips him off with the reality. In such a situation, either to remind the reality to the hypocrate or reveal his reality to a third person, this proverb is used. The almighty knows everything. A person's inner quality and his true motives may or may not be known by others, but the God almighty knows it all. So when a persons meets a hypocrate to whom he knows fully, the person reminds the hypocrate that he knows as much as the God would know about him. So like this the speaker of this proverb compares himself with the God to expose a hypocrate. This proverb can be used in light mood also.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય