Posts
Showing posts from 2018
રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese
- Get link
- X
- Other Apps
ચતુર કાગડો ગૂ ઉપર બેસે કાગડાને આમતો એક ઓછી બુદ્ધિ વાળું પક્ષી ગણવામાં આવે છે. તેની છાપ કાં કાં કરીને કર્કશ અવાજે વધુ પડતું બોલવા વાળા જીવની છે. આ માન્યતાને આધારે કોઈ વ્યક્તિ જયારે કર્કશ શબ્દો સાથે જરૂરથી વધુ દેખાડો કરે ત્યારે તેને કાગડા જેવો કહેવામાં આવે છે. પણ અંતે જો આ ચતુર કાગડો મળ ઉપર બેસીને પોતાનો ખોરાક શોધે તો તેની બધી ચતુરાઈ શા કામની? આ જ રીતે જયારે કોઈ વ્યક્તિ ખુબજ હોંશિયારી કરતી હોય, દરેક વાતમાં મીનમેખ કાઢતી હોય, પણ જયારે કોઈ અત્યંત સાધારણ વસ્તુ કે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આમ તો કાગડો ક્યારેય ગૂ ઉપર બેસતો નથી. અથવા તો મેં ક્યારેય એવું જોયું નથી. કોણ જાણે આ કહેવતમાં આ ઉપમા કઈ રીતે આવી! ઉદાહરણ ૧ – “અરે રે... મેં તો ઈ છોકરાને કેટલી સુંદર અને સુશીલ કન્યાઓ બતાવી હતી. પણ ભાઈ નાચ નાચ કરતો તો. અને જયારે એણે જાતે છોકરી પસંદ કરી તો એ કાળી કદરૂપી અને અભણ નીકળી . ચતુર કાગડો ગૂ ઉપર બેઠો ." CHATUR KAGDO GOO UPAR BESE (Over clever crow sits on goo) Crow is generally considered as a low intelligence bird. It's impression is th
રૂઢિપ્રયોગ - શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી
- Get link
- X
- Other Apps
શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી પ્રકૃતિએ સર્જેલી સૃષ્ટિનો નિયમ છે કે દરેક જીવ પોતાની સુરક્ષા, સગવડતા અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને જ દરેક ચેષ્ટાઓ કરતા હોય છે. શિયાળ વાગળાઓમાં રહેતું પ્રાણી છે અને કૂતરું માનવવસ્તીમાં રહેતું . માટે જયારે પણ કોઈ શિકાર ઉપર બંને અધિકાર જમાવે છે ત્યારે તેઓ પોતપોતાના સુરક્ષિત ક્ષેત્રમાં તેને તાણી જાય છે. શિયાળ લુચ્ચાઇનું પ્રતીક છે અને કૂતરું મફતખોરી અને જેને ને તેને ભસવા માટે પંકાયેલું પ્રાણી છે. આમ બંને નિકૃષ્ટ વ્યક્તિત્વના પ્રતીક છે. આ કારણે જયારે બે (અથવા બે થી વધુ) નિકૃષ્ટ વ્યક્તિઓ પોતપોતાના સ્વાર્થ માટે એકબીજા સાથે વિવાદ કરે છે, ઝગડો કરે છે, અને પોતાનો ખોટો કક્કો જ સાચો પુરવાર કરવા માથે છે ત્યારે આ બંને વ્યક્તિઓને આવા પંકાયેલા પ્રાણીઓની ઉપમા આપીને આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ ૧ – “જયારે અસલી કૌભાંડ બહાર આવ્યું ત્યારે બંને પક્ષના રાજકારણીઓ પોતપોતાનો બચાવ કરતા હતા અને બધો દોષ વિપક્ષનો જ છે એવો દાવો કરવા લાગ્યા . શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવો ઘાટ થયો. વાસ્તવિકતા એ છે કે કૌભાંડ બંનેએ ભેગા મળીને જ આચર્યું હતું
વાર્તા - ત્રિલોચન ભટ્ટ - Gujarati Story - Trilochan Bhatt
- Get link
- X
- Other Apps
પ્રહલાદને હવે પોતાનો કાળ નજર સમક્ષ દેખાઈ રહ્યો હતો. એક ખિજાયેલી સિંહણ તેની સામે ઘુરકિયાં કરી રહી હતી. રાતનો બે વાગ્યાનો સમય હતો, દૂર દૂર સુધી ગીરનું સુમસામ જંગલ હતું, એક તેની મારુતિ અલ્ટોની હેડલાઇટ અને પૂનમના ચંદ્રમા સિવાય બીજો કોઈ પ્રકાશ દૂર દૂર સુધી નહોતો. સિંણહણનાં પાંચેય બચ્ચાઓ હજુ પણ રોડ ઉપર બેસીને હરણનું તાજું માંસ ખાઈ રહ્યા હતા, પણ સિંહણ તેમને છોડીને પ્રહલાદ જ્યાં પૂતળું બનીને ઉભો હતો ત્યાં ધીમે, પણ મક્કમ પગલે આવી રહી હતી. હાથમાં DSLR કેમેરો જેમનો તેમ હતો અને પ્રહલાદને સમજાતું નહોતું કે હવે એ કરે તો શું કરે! જો એ જગ્યાએથી જરાપણ હલશે અને સિંહણ ઝડપથી તરાપ મારશે તો? તે પોતે તો સ્થિર હતો, પણ એનું મન સતત તેની સાથે વાતો કરી રહ્યું હતું.. "અરે રે, શાને હું એકલો આવા જંગલમાં નીકળો.. નીકળો તો નીકળો, પણ આમ અડધી રાત્રે નીકળવાની શું જરૂર હતી.. અને નીકળા પછી આ સિંહ પરિવારને રોડ ઉપર સાથે ભોજન કરતા જોઈને મારે નીચે ઉતારવાની શું જરૂર હતી.. ફોટા પાડ્યા વગરનો શું હું મરી જતોતો? અને મને મુરખાને કેમેરાની ફ્લેશ બંધ કરવાનું પણ ના સુજ્યું!" આટલું હજીતો પ્રહલાદ વિચારે ત્યાં તો સિંહણ મા
રૂઢિપ્રયોગ - મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય
- Get link
- X
- Other Apps
મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય જયારે ખેતરમાં પાક આવી જાય છે ત્યારે વચ્ચે એક માંચડો બાંધવામાં આવે છે કે જ્યાંથી ચોકી કરનાર માણસ ખેતરનું ધ્યાન રાખે છે. જેવા પક્ષીઓ મોલાત ખાવા આવે કે તરત એ ચોકીદાર પથરાનું ગોફણ બનાવીને તે દિશામાં ફેંકે છે કે જેથી પક્ષીઓ ઉડી જાય. પણ જો તે ચોકી કરનાર માણસને કોઈએ પરાણે ત્યાં ચડાવ્યો હોય તો એ શું કરે? બધા પથરા પક્ષીઓ તરફ ફેંકવાને બદલે ગામ ભણી ફેંકીને પોતાની રીસ ઉતારે! આ જ રીતે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ કરવાની ઈચ્છા કે સૂઝ ના હોય તો પણ એને પરાણે કરાવવામાં આવે છે. આવા સમયે જયારે તે વ્યક્તિ આ કામ કરે છે ત્યારે તેના ઉલ્ટા પરિણામો જ આવતા હોય છે. અને વળી ઘણીવાર તો એ કામ ચિંધનાર વ્યક્તિ ઉપર રીસ રાખીને પરાણે ઉંધા કામો કરે છે. ઉદાહરણ ૧ – “આપણે જ પરાણે આપણા દીકરાને એન્જીનીયરીંગ કોલેજમાં મુક્યો હતો, એને તો આર્ટસ જ લેવું હતું. હવે એ જાણી જોઇને આપણને દુખ લાગે એવા પરિણામો લાવી રહ્યો છે અને વાંચતો નથી તો એમાં આપણો જ વાંક છે. મારીને માંચડે ચડાવ્યો છે તો હવે ગોફણ તો ગામ ભણી જ ફેંકશે ને!” MARINE MACHDE CHADAVE TO GOFAN GAAM BHAN