રૂઢિપ્રયોગ - શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી

શિયાળ તાંણે સીમ ભણી ને કુતરું તાણે ગામ ભણી


પ્રકૃતિએ સર્જેલી સૃષ્ટિનો નિયમ છે કે દરેક જીવ પોતાની સુરક્ષા, સગવડતા અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને જ દરેક ચેષ્ટાઓ કરતા હોય છે. શિયાળ વાગળાઓમાં રહેતું પ્રાણી છે અને કૂતરું માનવવસ્તીમાં રહેતું. માટે જયારે પણ કોઈ શિકાર ઉપર બંને અધિકાર જમાવે છે ત્યારે તેઓ પોતપોતાના સુરક્ષિત ક્ષેત્રમાં તેને તાણી જાય છે. શિયાળ લુચ્ચાઇનું પ્રતીક છે અને કૂતરું મફતખોરી અને જેને ને તેને ભસવા માટે પંકાયેલું પ્રાણી છે. આમ બંને નિકૃષ્ટ વ્યક્તિત્વના પ્રતીક છે. આ કારણે જયારે બે (અથવા બે થી વધુ) નિકૃષ્ટ વ્યક્તિઓ પોતપોતાના સ્વાર્થ માટે એકબીજા સાથે વિવાદ કરે છે, ઝગડો કરે છે, અને પોતાનો ખોટો કક્કો જ સાચો પુરવાર કરવા માથે છે ત્યારે આ બંને વ્યક્તિઓને આવા પંકાયેલા પ્રાણીઓની ઉપમા આપીને આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉદાહરણ ૧ – “જયારે અસલી કૌભાંડ બહાર આવ્યું ત્યારે બંને પક્ષના રાજકારણીઓ પોતપોતાનો બચાવ કરતા હતા અને બધો દોષ વિપક્ષનો જ છે એવો દાવો કરવા લાગ્યા. શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી એવો ઘાટ થયો. વાસ્તવિકતા એ છે કે કૌભાંડ બંનેએ ભેગા મળીને જ આચર્યું હતું.



SHIYAL TANE SIM BHANI NE KUTRU TANE GAAM BHANI

(Fox pulls to woods and dog pulls to village)

Nature makes all creatures to act in accordance to their needs, safety and comfort. Fox lives in woods. And dog is a domesticated animal. Thus, when they fight for the same prey among each other, the earlier pulls it towards the woods and the latter towards the village. Fox is ideated as a mean and negatively clever animal. Whereas dog is considered as someone who eats for free and barks at all and sundry. Thus both are thought to be personification of a bad human being. Therefore, when two or more bad people (or selfish/cheat/fraud people) debate or fight over a same subject keeping their own good in the centre, this proverb is used.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી