રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese

ચતુર કાગડો ગૂ ઉપર બેસે 

કાગડાને આમતો એક ઓછી બુદ્ધિ વાળું પક્ષી ગણવામાં આવે છે. તેની છાપ કાં કાં કરીને કર્કશ અવાજે વધુ પડતું બોલવા વાળા જીવની છે. આ માન્યતાને આધારે કોઈ વ્યક્તિ જયારે કર્કશ શબ્દો સાથે જરૂરથી વધુ દેખાડો કરે ત્યારે તેને કાગડા જેવો કહેવામાં આવે છે. પણ અંતે જો આ ચતુર કાગડો મળ ઉપર બેસીને પોતાનો ખોરાક શોધે તો તેની બધી ચતુરાઈ શા કામની? આ જ રીતે જયારે કોઈ વ્યક્તિ ખુબજ હોંશિયારી કરતી હોય, દરેક વાતમાં મીનમેખ કાઢતી હોય, પણ જયારે કોઈ અત્યંત સાધારણ વસ્તુ કે વ્યક્તિ ઉપર પસંદગી ઉતારે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. 

નોંધ: આમ તો કાગડો ક્યારેય ગૂ ઉપર બેસતો નથી. અથવા તો મેં ક્યારેય એવું જોયું નથી. કોણ જાણે આ કહેવતમાં આ ઉપમા કઈ રીતે આવી!

ઉદાહરણ ૧ – “અરે રે... મેં તો ઈ  છોકરાને કેટલી સુંદર અને સુશીલ કન્યાઓ બતાવી હતી. પણ ભાઈ નાચ નાચ કરતો તો. અને જયારે એણે જાતે છોકરી પસંદ કરી તો એ કાળી કદરૂપી અને અભણ નીકળી. ચતુર કાગડો ગૂ ઉપર બેઠો."

CHATUR KAGDO GOO UPAR BESE

(Over clever crow sits on goo)

Crow is generally considered as a low intelligence bird. It's impression is that it barks more than necessary. Based on this impression, when someone uses boorish language more than necessary, he is equated with a crow. But how smart it will look if the crow finally finds its mean in goo? Similarly, when someone acts over smart, finds faults in everything, but when his turn comes, he goes for a very ordinary choice, that's when this proverb is applied.

Note: Crow does not sit on goo. Or at least I have not seen it. Wonder how it went into this proverb.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી