Posts

Showing posts from September, 2020

રૂઢિપ્રયોગ - ટાઢા પાણીએ ખસ ગઈ

ટાઢા પાણીએ ખસ ગઈ ઘણીવાર બહુ મોટી સમસ્યાનું ખુબ સરળતાથી કે આપોઆપ સમાધાન થઇ જતું હોય છે. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ખસ (ખુજલી) એ ચામડીનો એક એવો હઠીલો રોગ છે કે જે સરળતાથી જતો નથી. જાતજાતના લેપ લગાડવા પડે છે અને જાતજાતના પાણીઓથી નહાવું પડે છે. અને વળી દરેક વખતે ખુબ ગરમ પાણીથી નહાવું પડે છે. આવામાં જો માત્ર ઠંડા પાણીથી નહાઈને જ જો આ રોગ મટી જાય તો કેવું રૂડું! આ ભાવ પ્રગટ કરવા માટે જ જયારે મોટી સમસ્યા આપમેળે કે સરળતાથી જતી રહે ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. નોંધ: આનાથી ઘણી મળતી આવતી કહેવત છે "સૂડીનો ઘા સોઈથી ગયો" પણ તફાવત એટલો છે કે આ કહેવત ઉપયોગમાં લેવા માટે થોડો ઘણો પણ પ્રયત્ન કરવો પડ્યો હોવો જોઈએ સમસ્યાનું સમાધાન કરવા માટે. જયારે આ કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે સમસ્યાનું સમાધાન કઈં જ કર્યા વગર થઇ જાય. ભલે નાની એવી કિંમત ચૂકવવી પડે આ સમાધાન થયા પછી. એટલે કે સૂડી વાળી કહેવતમાં સમસ્યાનું સમાધાન કરવા માટે નાનો પ્રયત્ન કરવો પડે, અને આ કહેવતમાં પરિણામ આવ્યા પછી જેટલી ચુકવવાની હતી એના કરતા ક્યાંય ઓછી કિંમત ચૂકવવી પડે છે. ફેર પરિણામ પહેલા અને પછીનો છે. ઉદાહરણ ૧ –  “

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

પારકી માં જ કાન વીંધે હિન્દૂ રીત રિવાજોમાં બાળકોનાં કાન વીંધવા જરૂરી છે. આમતો દિકરી અને દીકરા બંનેના કાન વીંધવા જોઈએ, પણ પાછલા થોડા સમયથી છોકરાઓના કાન વીંધવાનો રિવાજ બંધ થઇ ગયો છે. અને હવે તો આજકાલ છોકરીઓના કાન વીંધવાને પણ "પછાત" ગણવામાં આવે છે. જોકે આ રિવાજ પાછળનું કારણ એ છે કે કાન વીંધવાથી બાળક જો તોફાની અને ચંચળ વૃત્તિનું હોય તો એ ડાહ્યું અને એકાગ્ર બુદ્ધિ વાળું થઇ જાય છે. આ કારણથી બાળકીઓ માટે આ વિધિ વિશેષ જરૂરી છે (આમતો બંને માટે થવું જોઈએ). આ રિવાજને ઉપલક્ષમાં લઈને આ કહેવત પડી છે. સગી માં પોતાના નાના બાળકનાં કાન વીંધી શક્તિ નથી માટે અગાઉના સમયમાં કોઈ દાયણને કહેવામાં આવતું હતું. કાન વીંધવાનો મૂળભૂત ઉદ્દેશ બાળકને ડાહ્યું અને સમજુ બનાવવાનો હતો, અને વળી કાનના આભૂષણો પહેરવાનો તો ખરો જ! તો આ રીતે જયારે કોઈ વ્યક્તિ પોતાને અનુકૂળ લોકોની વાત ના માનીને અયોગ્ય અથવા અણઘડ કામો કરે છે ત્યારે થાકી, હારીને તેના હિતેચ્છુઓ (અથવા તો ટીકાકારો) એમ કહે છે કે જયારે તેને શુભેચ્છકોની હૂંફ નહિ હોય ત્યારે જ એની બુદ્ધિ ઠેકાણે આવશે. આવો ભાવ પ્રગટ કરવા માટે આ કહેવત પ્રયોજવામાં આવે છે. ઉદાહરણ ૧ –  “આ

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

દૂરથી ડુંગર રળિયામણાં  અર્થ વિસ્તાર: ઘણી વાર લોકોને બીજાઓની પરિસ્થિતિ પોતાની પરિસ્થિતિ કરતાં સારી લગતી હોય છે અને ઇચ્છતા હોય છે કે જો પોતે એ પરિસ્થિતિમાં હોત તો કેટલું સારું હતું! આમ તેઓ એટલા માટે વિચારતા હોય છે કારણકે તેઓ પોતાની બધી તકલીફો જાણતા હોય છે, પણ સામે વળી વ્યક્તિને કઈ તકલીફો છે, અથવા તો કઈ તકલીફો સહન કરીને એ પોતાની આ સારી પરિસ્થિતિમાં પહોંચ્યો છે એ જાણતા નથી. આવા સમયે આ કહેવત પ્રયોજાય છે. ડુંગરો દૂરથી બહુ લીલાછમ અને મનમોહક લાગે છે. પણ જયારે ત્યાં જઈએ ત્યારે જ ખ્યાલ આવે છે કે એ ચડવો કેટલો અઘરો છે અને કેટલા કંકર પથ્થર રસ્તામાં આવે છે. આવી જ હિન્દીમાં પણ એક કહેવત છે.. "દૂર કે ઢોલ સુહાવને". ઉદાહરણ ૧ –  “મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કર્મચારીઓને થાય છે કે સેલ્સ વાળાઓને કેટલું સારું. ખાલી બોલી બોલીને પૈસા કમાઈ લેવાના. આપણે તો સખત મહેનત કરીને ઉત્પાદન કરવું પડે છે. પણ એ લોકો જાણતા નથી કે દૂરથી ડુંગર રળિયામણા. સેલ્સ વાળાઓને એક એક કોન્ટ્રાકટ કરતા આંખે પાણી આવી જાય છે.” ઉદાહરણ ૨ –  “મહેશને એમ થાય છે કે સુરેશનું જીવન ખુબ સારું છે કારણકે એની પત્ની પણ કમાય છે. પણ એ બધું દૂરથી ડુંગર

રૂઢિપ્રયોગ - ગૂ ગૂ નહીં ને છી છી

ગૂ ગૂ નહીં ને છી છી.. ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ કામ મન વગર કરે ત્યારે તે કામમાં તે વેઠ ઊતરતો હોય છે. અને અંતે એ કામ જે ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હોય તે ઉદ્દેશ્ય તો સિદ્ધ થતો નથી પણ જે પરિસ્થિતિ પહેલા હતી એ કાં તો નવી સમસ્યાનું સ્વરૂપ લઈ લે છે અને કાં તો સમસ્યા વધી જાય છે. આવા સમયે જો અસંતોષ પૂરા ગુસ્સા સાથે ના ઠાલવી શકાતો હોય તો થોડી ટીખળ અને કટાક્ષ સાથે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને એ વેઠ ઉતારનાર વ્યક્તિને શરમાવી શકાય છે. ઉદાહરણ ૧ –  “ઉપરાછાપરી વિકેટો પડવાને કારણે આ રાહુલ દ્રાવિડના બાપને વિકેટ બચાવવા માટે મોકલ્યો હતો. પણ હવે એણે એટલા બોલ બગડી દીધા કે અહીથી હાર નિશ્ચિત છે. આ તો ગૂ ગૂ નહીં ને છી છી થયું. આના કરતાં તો કોઈ ફટકબાજ ને ઉતાર્યો હોત તો સારું હતું.” ઉદાહરણ ૨ –  “તને રૂમનો કચરો વાળવાનું કહ્યું હતું. પણ તે કચરો ભરીને બહાર નખવાને બદલે હોલમાં જવા દીધો. આવા 'ગૂ ગૂ નહીં ને છી છી' જેવા કામ કરવાનું કહ્યું હતું તને?" GOO GOO NAHI NE CHHI CHHI (No difference between poo poo and shit shit) When someone does some work - asked by someone else - against his wis