રૂઢિપ્રયોગ - ગૂ ગૂ નહીં ને છી છી
- Get link
- X
- Other Apps
ગૂ ગૂ નહીં ને છી છી..
ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ કામ મન વગર કરે ત્યારે તે કામમાં તે વેઠ ઊતરતો હોય છે. અને અંતે એ કામ જે ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હોય તે ઉદ્દેશ્ય તો સિદ્ધ થતો નથી પણ જે પરિસ્થિતિ પહેલા હતી એ કાં તો નવી સમસ્યાનું સ્વરૂપ લઈ લે છે અને કાં તો સમસ્યા વધી જાય છે. આવા સમયે જો અસંતોષ પૂરા ગુસ્સા સાથે ના ઠાલવી શકાતો હોય તો થોડી ટીખળ અને કટાક્ષ સાથે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને એ વેઠ ઉતારનાર વ્યક્તિને શરમાવી શકાય છે.
ઉદાહરણ ૧ – “ઉપરાછાપરી વિકેટો પડવાને કારણે આ રાહુલ દ્રાવિડના બાપને વિકેટ બચાવવા માટે મોકલ્યો હતો. પણ હવે એણે એટલા બોલ બગડી દીધા કે અહીથી હાર નિશ્ચિત છે. આ તો ગૂ ગૂ નહીં ને છી છી થયું. આના કરતાં તો કોઈ ફટકબાજ ને ઉતાર્યો હોત તો સારું હતું.”
ઉદાહરણ ૨ – “તને રૂમનો કચરો વાળવાનું કહ્યું હતું. પણ તે કચરો ભરીને બહાર નખવાને બદલે હોલમાં જવા દીધો. આવા 'ગૂ ગૂ નહીં ને છી છી' જેવા કામ કરવાનું કહ્યું હતું તને?"
GOO GOO NAHI NE CHHI CHHI
(No difference between poo poo and shit shit)
When someone does some work - asked by someone else - against his wish to do it, often we see that they make a mess of it. As a result, the purpose of the work doesn't get fulfilled and in the end, either it results into a new problem or the intensifies even more. In such a situation, if the displeasure can't be expressed angrily, then this proverb can be used to express it with sarcasm and wit so that the guilty can be shamed.
- Get link
- X
- Other Apps
Labels
Labels
Previous Posts
Previous Posts
Popular posts from this blog
કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આ...
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય
મન હોય તો માળવે જવાય અર્થ વિસ્તાર: અંગ્રેજીમાં કહેવાય છે કે Where There Is A Will There Is A Way. આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી. દુર્ભાગ્યથી માણસોની મોટાભાગની મર્યાદાઓ તેમના દ્વારા જ તેમની પોતાની ઉપર થોપવામાં આવી હોય છે. બાકી મનુષ્યમાં અમર્યાદ શક્તિઓ રહેલી હોય છે. આખરે શા માટે સંસારમાં અમુક લોકો ખુબ સફળ હોય છે અને અમુક લોકોનું જીવન અત્યંત સાધારણ રહેતું હોય છે? એનું કારણ ઈચ્છાશક્તિનો તફાવત જ હોય છે. આમ પણ, જો મન વગર કરવામાં આવે તો ગમે તેટલું સહેલું કામ પણ સારી રીતે થઇ શકતું નથી. આ વિષે પણ એક કહેવત છે - " મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય ". ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખુબ દૂર છે. અગાઉ લાંબા પ્રવાસ માટેના સંસાધનો ખાસ હતા નહિ. માટે વેપાર કે અન્ય અર્થે મેવાળ જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હોતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી જ આ રૂઢિપ્રયોગ ...
કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા
બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanit...
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા
બાપ એવા બેટા ને વડ એવા ટેટા અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે થતી હોય છે. વડ ઉપર ટેટા બેસતા હોય છે કે જેને વિવિધ પ્રક્ષીઓ ખાવા માટે આવતા હોય છે. મનુષ્યો પણ એ ટેટા મસાલા સાથે ખાતા હોય છે. આમાંથી અમુક ટેટા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને અમુક સ્વાદિષ્ટ નથી હોતા. એ સ્વાદમાં એનો આધાર એ વડના પોતાના લક્ષણો ઉપર આધાર રાખે છે. એ જ રીતે સંતાનોના લક્ષણો પણ તેમના માતા-પિતાના લક્ષણો (અને કર્મો) ઉપર પૂરો આધાર રાખતા હોય છે. આથી સંતાનના લક્ષણોની સરખામણી કરવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે. નોંધ: આ કહેવત આમ તો " મોરના ઈંડા ચીતરવા ના પડે " એ રૂઢિપ્રયોગને ખુબજ મળતી આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ "મોરના ઈંડા..." રૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બા...
કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય અર્થ વિસ્તાર: આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમા...
Comments
Post a Comment