રૂઢિપ્રયોગ - ટાઢા પાણીએ ખસ ગઈ

ટાઢા પાણીએ ખસ ગઈ

ઘણીવાર બહુ મોટી સમસ્યાનું ખુબ સરળતાથી કે આપોઆપ સમાધાન થઇ જતું હોય છે. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ખસ (ખુજલી) એ ચામડીનો એક એવો હઠીલો રોગ છે કે જે સરળતાથી જતો નથી. જાતજાતના લેપ લગાડવા પડે છે અને જાતજાતના પાણીઓથી નહાવું પડે છે. અને વળી દરેક વખતે ખુબ ગરમ પાણીથી નહાવું પડે છે. આવામાં જો માત્ર ઠંડા પાણીથી નહાઈને જ જો આ રોગ મટી જાય તો કેવું રૂડું! આ ભાવ પ્રગટ કરવા માટે જ જયારે મોટી સમસ્યા આપમેળે કે સરળતાથી જતી રહે ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે.

નોંધ: આનાથી ઘણી મળતી આવતી કહેવત છે "સૂડીનો ઘા સોઈથી ગયો" પણ તફાવત એટલો છે કે આ કહેવત ઉપયોગમાં લેવા માટે થોડો ઘણો પણ પ્રયત્ન કરવો પડ્યો હોવો જોઈએ સમસ્યાનું સમાધાન કરવા માટે. જયારે આ કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે સમસ્યાનું સમાધાન કઈં જ કર્યા વગર થઇ જાય. ભલે નાની એવી કિંમત ચૂકવવી પડે આ સમાધાન થયા પછી. એટલે કે સૂડી વાળી કહેવતમાં સમસ્યાનું સમાધાન કરવા માટે નાનો પ્રયત્ન કરવો પડે, અને આ કહેવતમાં પરિણામ આવ્યા પછી જેટલી ચુકવવાની હતી એના કરતા ક્યાંય ઓછી કિંમત ચૂકવવી પડે છે. ફેર પરિણામ પહેલા અને પછીનો છે.

ઉદાહરણ ૧ – “ભારતના નાગરિક એવા સેંકડો ત્રાસવાદીઓ સીરિયા ગયા અને ત્યાંના યુદ્ધમાં મરી ગયા. વિચારો જો એ લોકો ભારતમાં રહ્યા હોત તો શું પરિસ્થિતિ થાત! સારું થયું ટાઢા પાણીએ ખહ (ખસ) ગઈ.”

ઉદાહરણ ૨ – “આજે આમ તો મહેમાનો સાથે ફિલ્મ જોવા જવાનું હતું. ઓછામાં ઓછા 2000 રૂપિયાનો ખર્ચો તો લખેલો જ હતો. પણ મહેમાનના છોકરાએ બગીચામાં જવાની જીદ કરી, એટલે ઘરનો નાસ્તો લઈને બગીચામાં ગયા. મારા પૈસા બચી ગયા ને ટાઢા પાણીએ ખસ ગઈ!".


RUDHIPRAYOG - TADHA PANIE KHAS GAI
(Eczema gone with a cold water bath)

Eczema is a very difficult disease to get rid of. One has to do very complex remedies like applying special pastes, bathing with waters prepared with various herbs etc. The peculiarity of all such waters are that you have to bath with very hot water. But what if your eczema goes away just by simply bathing with plain cold water! Amazing right? You get similar feeling when some complex problem is solved automatically by itself without you doing much or paying for it much. That's when this idiom is used.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી