Posts

Showing posts from 2021

રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ

જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ અર્થ વિસ્તાર: જયારે કોઈ વ્યક્તિ પોતાને કંઈ ખાસ લાગતું વળગતું ના હોય છતાં હરખપદુડા થઈને, ફુલાઈ ફુલાઈને ઉત્સાહિત હોવાનો વ્યવહાર કરતા હોય ત્યારે આ રૂઢીપ્રયોગ વપરાય છે. આ રૂઢીપ્રયોગ હિન્દીના જાણીતા રૂઢીપ્રયોગ बेगानी शादी में अब्दुल्ला दीवाना ને મહદઅંશે મળતો આવે છે. લગ્નની જાન ના ગાડા જતા હોય, કોઈ ભાવ પણ ના પૂછતું હોય, ગાડામાં કોઈ બેસાડતુંય ના હોય, આમ છતાં 'હું તો વરની ફુઈ છું' એમ સમજીને હરખઘેલી થઈને ગાડા પાછળ દોડી દોડીને જાય, ને અંતે થાકીને દુર્દશા થાય એવી ઉપમા આ પરિસ્થિતિ માટે આપવામાં આવી છે. ઉદાહરણ ૧ –  “નાનકડો એવો પ્રસંગ હતો. સત્યનારાયણની કથા હતી. દુરના કાકાના ઘરે જવાનું હતું. તોય તમે તો શેરવાની પહેરીને પહોચી ગયા, જાણે તમારા લગન થવાના હોય. આને કેવાય, જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફુઈ.... ”. ઉદાહરણ ૨ –  “તમારા મિત્રના લગન હતા તો તમે શેના આટલા બધા આગ્રહથી જમાડતા હતા? તમે જાણો છો? જેને તમે આગ્રહ કરતા હતા એ તમારા મિત્રના સગા ભાઈ હતા. જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફુઈ.... ”. RUDHIPRAYOG - JANMA KOI JANE N

કહેવત - સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે

   સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે  અર્થ વિસ્તાર: સામાન્ય રીતે બે સાઢુ ભાઈઓ વચ્ચે સારા સંબંધ હોય છે. એનું કારણ એ કે બંને ને એકબીજાની કઠણાઈઓ વિષે બરાબર ખ્યાલ હોય છે. માટે તેઓ ખુલ્લા હૃદયથી વાત કરી શકે છે. વળી તેઓ એ પણ જાણે છે કે કહેલી વાત કોઈ યોગ્ય કાને જવાની નથી. માટે આ સંબંધ મધુર હોય છે. એ સંબંધ એટલો મીઠો હોય છે કે જાણે જવામાં લાડુ મળી ગયા! ઉદાહરણ ૧ –  “બેય  સાઢુ ભાઈઓ ત્રણ કલાકથી સતત વાતો કરે છે. જમવા પણ નથી આવતા. લાગે છે કે વાતોથી જ પેટ ભરવાનું છે. આમ પણ, સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે ”. KAHEVAT - SAGPAN MA SADHU NE JAMVA MA LADU - MITHA LAGE (Relation with the brother in law and laddu in the meal, both taste sweet) Arth Vistar -Vichar Vistar: Here the 'brother in law' is meant to be the husband of the sister in law. Generally relations with two brother in law are always sweet. This is because both know their pain areas pretty well. They can talk pretty openly with each other without fearing of the words going into wrong ears. Just like laddu in meal, this r

રૂઢીપ્રયોગ - બોર અપાય બોરડી ના બતાવાય

  બોર અપાય બોરડી ના બતાવાય  અર્થ વિસ્તાર: કોઈ વ્યક્તિનું મુલ્ય ત્યાં સુધી જ ઊંચું રહે છે જ્યાં સુધી તે બીજા કરતા કંઈક વિશેષ કરી શકે છે. જો એ વિશેષતા જતી રહે તો તેનું કોઈ વિશેષ મહાત્મ્ય રહેતું નથી. જયારે આ વિશેષતાનું રહસ્ય તે વ્યક્તિ કોઈ બીજાને આપી દે છે ત્યારે તે પોતાની વિશેષતા ખોઈ બેસે છે. જો કોઈ વ્યક્તિને બોર જોઈતા હોય અને તેને તમે બોર આપી શકો તો તમારું મુલ્ય ઊંચું અંકાય છે. પણ જો તમે તે વ્યક્તિને બોરડી જ બતાવી દો, તો તે વ્યક્તિ તમારું મહાત્મ્ય સમજવાને બદલે બોરડીએ જઈને જાતે જ બોર ખાઈ આવશે. આ કહેવત અંગ્રેજી રૂઢીપ્રયોગ - Don't give the fish, teach how to catch the fish - ને ઘણી મળતી આવે છે પણ બંનેનો સંદેશ બિલકુલ ઉલટો છે. માટે બંનેનું પ્રયોજન પણ જુદું છે. કોઈને શીખવતી વખતે આ અંગ્રેજી રૂઢીપ્રયોગ કહી શકાય, અને પોતાનું મહાત્મ્ય જાળવવા માટે આ ગુજરાતી રૂઢીપ્રયોગ કહી શકાય. ઉદાહરણ ૧ –  “રોજ એ પોલીસવાળો મારી પાસે આવીને અપરાધીઓ વિષે માહિતી લઇ જાય છે, અને બદલામાં મને ધંધામાં છૂટછાટ આપે છે. જો હું એને મારા સંપર્કો બતાવી દઈશ તો મારો ધંધો બંધ થઇ જશે. બોર અપાય, બોરડી ના બતાવાય.” ઉદાહરણ ૨ –  “તે પ

રૂઢીપ્રયોગ - ગોળના ગાંગડે ગાંધી ના થવાય

  ગોળના ગાંગડે ગાંધી ના થવાય  અર્થ વિસ્તાર: ઘણીવાર લોકો પોતાની નાની એવી ઉપલબ્ધીને બહુ મોટી સમજીને એવો વ્યવહાર કરવા લાગે છે કે જાણે તેઓ જે તે વિષયના મહારથી બની ગયા. અને પછી સમાજમાં તેઓ એવી અપેક્ષા પણ રાખે છે કે તેમને એક મહારથી હોવાનું સન્માન પણ મળે. પણ જયારે એ જ્ઞાનને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાનો સમય આવે છે ત્યારે અજ્ઞાનને કારણે સમસ્યામાં મુકાઈ જતા હોય છે. આજ રીતે, કોઈ થોડા ધન વાળો વ્યક્તિ જયારે ખુબ ધની હોવાનો ડોળ કરે છે ત્યારે ક્યારેય્ક સમસ્યામાં જુકાઈ જતો હોય છે. એક ગાંધીની દુકાનમાં, એટલેકે કરિયાણાની દુકાનમાં માત્ર ગોળ નથી વેંચાતો. ગોળ તો બીજી હજારો વસ્તુઓમાંની એક વસ્તુ છે કે જે ત્યાં મળે છે. પણ જોઈ કોઈને માત્ર ગોળનો એક ગાંગડો મળી જાય, અને ગાંધીની દુકાન ખોલી દે તો કેવું? આજ ઉપમા આપીને ખોટો ડોળ કરતા વ્યક્તિઓને સમજાવવા માટે આ રૂઢીપ્રયોગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ ૧ –  “ભાઈને મળી છે નોકરી પંદર હજારની, અને ગાડી લેવા નીકળો ચેહ ઓડી. એણે કોઈક સમજાવો કે ગોળના ગાંગડે ગાંધી ના થવાય.” ઉદાહરણ ૨ –  “ભાઈ હજુ મીકેનીકલ એન્જીનીયરનું ભણીને બહાર આવ્યા છે, અને તેમને થવું છે ઈંડસ્ટ્રીયલ કન્સલ્ટન્ટ. એને કોણ સમ