રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ

જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ

અર્થ વિસ્તાર:

જયારે કોઈ વ્યક્તિ પોતાને કંઈ ખાસ લાગતું વળગતું ના હોય છતાં હરખપદુડા થઈને, ફુલાઈ ફુલાઈને ઉત્સાહિત હોવાનો વ્યવહાર કરતા હોય ત્યારે આ રૂઢીપ્રયોગ વપરાય છે. આ રૂઢીપ્રયોગ હિન્દીના જાણીતા રૂઢીપ્રયોગ बेगानी शादी में अब्दुल्ला दीवाना ને મહદઅંશે મળતો આવે છે.

લગ્નની જાન ના ગાડા જતા હોય, કોઈ ભાવ પણ ના પૂછતું હોય, ગાડામાં કોઈ બેસાડતુંય ના હોય, આમ છતાં 'હું તો વરની ફુઈ છું' એમ સમજીને હરખઘેલી થઈને ગાડા પાછળ દોડી દોડીને જાય, ને અંતે થાકીને દુર્દશા થાય એવી ઉપમા આ પરિસ્થિતિ માટે આપવામાં આવી છે.

ઉદાહરણ ૧ – “નાનકડો એવો પ્રસંગ હતો. સત્યનારાયણની કથા હતી. દુરના કાકાના ઘરે જવાનું હતું. તોય તમે તો શેરવાની પહેરીને પહોચી ગયા, જાણે તમારા લગન થવાના હોય. આને કેવાય, જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફુઈ....”.

ઉદાહરણ ૨ – “તમારા મિત્રના લગન હતા તો તમે શેના આટલા બધા આગ્રહથી જમાડતા હતા? તમે જાણો છો? જેને તમે આગ્રહ કરતા હતા એ તમારા મિત્રના સગા ભાઈ હતા. જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફુઈ....”.

RUDHIPRAYOG - JANMA KOI JANE NAHI NE HU VARNI FUI, GADE KOI BESADE NAHI NE DODI DODI MUI

Arth Vistar -Vichar Vistar:

When someone acts over joyous and excited in someone else's - how's barely related to him - moment of joy, this idiom is used. Basically this idiom says that in a marriage procession, a distantly related to the groom acts like she's the closest relative of him and acts over joyous without reason. She go places and says I'm the groom's aunt. Even though no one offers her a seat in the procession, she runs behind it in full excitement. Eventually gets painfully tired and becomes object of ridicule.

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Hii
    Sir can you write this same thing on my blog.
    Send me your email address

    ReplyDelete
  3. બેસણા માં કોઈ ઓળખે નહિ અને હું ગુજરનાર નો ફુવા

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય