રૂઢીપ્રયોગ - બોર અપાય બોરડી ના બતાવાય

 

બોર અપાય બોરડી ના બતાવાય 

અર્થ વિસ્તાર:

કોઈ વ્યક્તિનું મુલ્ય ત્યાં સુધી જ ઊંચું રહે છે જ્યાં સુધી તે બીજા કરતા કંઈક વિશેષ કરી શકે છે. જો એ વિશેષતા જતી રહે તો તેનું કોઈ વિશેષ મહાત્મ્ય રહેતું નથી. જયારે આ વિશેષતાનું રહસ્ય તે વ્યક્તિ કોઈ બીજાને આપી દે છે ત્યારે તે પોતાની વિશેષતા ખોઈ બેસે છે.

જો કોઈ વ્યક્તિને બોર જોઈતા હોય અને તેને તમે બોર આપી શકો તો તમારું મુલ્ય ઊંચું અંકાય છે. પણ જો તમે તે વ્યક્તિને બોરડી જ બતાવી દો, તો તે વ્યક્તિ તમારું મહાત્મ્ય સમજવાને બદલે બોરડીએ જઈને જાતે જ બોર ખાઈ આવશે. આ કહેવત અંગ્રેજી રૂઢીપ્રયોગ - Don't give the fish, teach how to catch the fish - ને ઘણી મળતી આવે છે પણ બંનેનો સંદેશ બિલકુલ ઉલટો છે. માટે બંનેનું પ્રયોજન પણ જુદું છે. કોઈને શીખવતી વખતે આ અંગ્રેજી રૂઢીપ્રયોગ કહી શકાય, અને પોતાનું મહાત્મ્ય જાળવવા માટે આ ગુજરાતી રૂઢીપ્રયોગ કહી શકાય.

ઉદાહરણ ૧ – “રોજ એ પોલીસવાળો મારી પાસે આવીને અપરાધીઓ વિષે માહિતી લઇ જાય છે, અને બદલામાં મને ધંધામાં છૂટછાટ આપે છે. જો હું એને મારા સંપર્કો બતાવી દઈશ તો મારો ધંધો બંધ થઇ જશે. બોર અપાય, બોરડી ના બતાવાય.”

ઉદાહરણ ૨ – “તે પોતાના ભાઈને કાયમ પોતાને આધીન જ રાખવા માંગે છે. જયારે પૈસા જોઈએ ત્યારે આપી દે છે, પણ એના માટે કોઈ સારો ધંધો ગોઠવી આપતો નથી. એ એમાં જ માને છે કે બોર અપાય, બોરડી ના બતાવાય".

RUDHIPRAYOG - BOR APAY BORDI NA BATAVAY

(give the berries, don't show the berries plant)

Arth Vistar -Vichar Vistar:

When want someone to come again and again to you for begging something, you would prefer to keep giving what he wants all the time, but refrain from giving the actual source of your riches. This is similar to the english idiom "don't give the fish, teach how to catch the fish", but here the purpose is exactly opposite. Purpose is to keep the other person always dependent upon you, hence the usage is totally reverse.

When you want someone to come again and again to you to get berries, you wouldn't show him the plants of the berries. 

Comments

  1. બોરડી બતાવવા જાય તો કાયમ હેવાયા થાય.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી