રૂઢીપ્રયોગ - ગોળના ગાંગડે ગાંધી ના થવાય

 

ગોળના ગાંગડે ગાંધી ના થવાય 

અર્થ વિસ્તાર:

ઘણીવાર લોકો પોતાની નાની એવી ઉપલબ્ધીને બહુ મોટી સમજીને એવો વ્યવહાર કરવા લાગે છે કે જાણે તેઓ જે તે વિષયના મહારથી બની ગયા. અને પછી સમાજમાં તેઓ એવી અપેક્ષા પણ રાખે છે કે તેમને એક મહારથી હોવાનું સન્માન પણ મળે. પણ જયારે એ જ્ઞાનને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાનો સમય આવે છે ત્યારે અજ્ઞાનને કારણે સમસ્યામાં મુકાઈ જતા હોય છે. આજ રીતે, કોઈ થોડા ધન વાળો વ્યક્તિ જયારે ખુબ ધની હોવાનો ડોળ કરે છે ત્યારે ક્યારેય્ક સમસ્યામાં જુકાઈ જતો હોય છે.

એક ગાંધીની દુકાનમાં, એટલેકે કરિયાણાની દુકાનમાં માત્ર ગોળ નથી વેંચાતો. ગોળ તો બીજી હજારો વસ્તુઓમાંની એક વસ્તુ છે કે જે ત્યાં મળે છે. પણ જોઈ કોઈને માત્ર ગોળનો એક ગાંગડો મળી જાય, અને ગાંધીની દુકાન ખોલી દે તો કેવું? આજ ઉપમા આપીને ખોટો ડોળ કરતા વ્યક્તિઓને સમજાવવા માટે આ રૂઢીપ્રયોગનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ ૧ – “ભાઈને મળી છે નોકરી પંદર હજારની, અને ગાડી લેવા નીકળો ચેહ ઓડી. એણે કોઈક સમજાવો કે ગોળના ગાંગડે ગાંધી ના થવાય.”

ઉદાહરણ ૨ – “ભાઈ હજુ મીકેનીકલ એન્જીનીયરનું ભણીને બહાર આવ્યા છે, અને તેમને થવું છે ઈંડસ્ટ્રીયલ કન્સલ્ટન્ટ. એને કોણ સમજાવે કે ગોળના ગાંગડે ગાંધી ના થવાય".

RUDHIPRAYOG - GOL NA GANGDE GANDHI NA THAVAY

(Can't be a merchant with nothing to sell)

Arth Vistar -Vichar Vistar:

Some people after having little knowledge of some subject, act like they have mastered it. Similarly, some people after getting a little wealth, act like they are billionaire. They also expect others to see and treat them thus. But when the rubber hits the road, when the real need arises to use the knowledge or money, they fall in trouble.

A grocery store sells thousands of things. Among those thousands of things, they sell jaggery as well. But what if someone starts a grocery store by having only one piece of jaggery to sell? Wouldn't it be laughable? This example is given to make the above mentioned people understand that there is bigger world than what they are seeing, and if they don't mend their behavior, they will land in trouble.

Comments

  1. પહેલા શુભ પ્રસંગે ગોળ વહેંચવામાં આવતો, ત્યારે કોઈ વધું લેતો ત્યારે કહેતા, દુકાન કરવાનો કે? ગોળના ગાંગડે ગાંધી ના થવાય.

    ReplyDelete
  2. બહુ કામનું કામ કર્યું છે તમે!🙏🏼🤩😍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી