Posts

Showing posts from March, 2020

રૂઢિપ્રયોગ - કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે

કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે જો તમે કોઈ પગપાળા યાત્રા સંઘમાં ગયા હો તો તમને ખ્યાલ જ હશે કે આ સંઘમાં લોકો સ્થાને સ્થાનેથી જોડાતા જતા હોય છે અને સાથે ચાલતા ચાલતા ભજનો અને સત્સંગ કરતાં જતા હોય છે. એવું લાગે છે કે પહેલેથી જ આ બધા આ સંઘનો ભાગ હતા. આ બધા વચ્ચે એક અનોખો પ્રેમ અને સામંજસ્ય હોય છે. દરેકનું ગંતવ્ય એક જ હોય છે, જે તે તીર્થસ્થાન. કોઈ ઊંચનીચ કે ભેદભાવ સંઘમાં હોતા નથી.  આ ઉપરાંત તમે કૂતરાઓનો પણ વ્યવહાર જોયો જ હશે. તેઓ ક્યારેય પોતાની શેરીના કુતરાઓ સિવાય બીજા કોઈ કુતરા સાથે સહકારપૂર્ણ રીતે રહી શકતા નથી. પોતાની સાથે રહેતા કુતરાઓ સાથે પણ જ્યારે ત્યારે જગડો અચૂક કરતાં રહે છે અને ભસતા રહે છે. હવે વિચાર કરો કે આવા કૂતરાઓનો એક સમૂહ કોઈક દૂરની જગ્યાએ જાત્રા કરવા નીકળે તો શું થાય? કોઈ દિવસ ત્યાં સુધી પહોંચે? ના જ પહોંચે. કયા એકસાથે ભજન કરતાં સંઘ યાત્રીઓ અને કયા એકબીજા ઉપર ભસતા કુતરાઓ! આ જ રીતે જ્યારે કોઈ એક સમૂહ કે એક પરિવાર અંદરો અંદર ખુબજ વિખવાદ ધરાવતું હોય, અથવા તો તેમાનો દરેક સદસ્ય વાંકો ચાલનારો જ હોય તો તેઓ ભેગા મળીને કોઈપણ કામ શરૂ કરશે એ ક્યારેય પતશે નહીં, અને વચ્ચે જ પોતાના આં

રૂઢિપ્રયોગ - મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું

મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું ઘણીવાર અમુક મણસોમાં એવી હિન ભાવના હોય છે કે પોતાની વસ્તુનો તો એકલા પોતેજ ઉપભોગ કરી લેવો, કોઈને તેના વડે મદદરૂપ થવું નહીં. પણ હમેશા બીજાની વસ્તુઓ કે બીજાના અધિકારો ઉપર તરત પોતાનો પણ અધિકાર જમાવી દેવો. અર્થાત દરેક જગ્યાએથી વધુપડતો અને ના બનતો લાભ લઈ લેવો. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. આ કહેવાતનો લક્ષ્યાર્થ માત્ર આવી વ્યક્તિની લોભવૃત્તિ દર્શાવવા માટે નહીં, પણ તેની હિન અને મલીન માનસિકતા વ્યક્ત કરવા માટેનો છે. ઉદાહરણ ૧ –  “દેશમાં મુસ્લિમો સૌથી ઓછો કરવેરો ભરે છે અને બને ત્યાં સુધી ભરતા જ નથી. પણ સરકાર દ્વારા મળતી દરેકે દરેક સહાય, મફત યોજનાઓ અને જાહેર સંસાધનો ઉપર સૌથી પહેલા તરાપ મારતા હોય છે. એમનું એવું જ છે, મારુ મારા બાપનું, અને તારું મારુ સહિયારું ” ઉદાહરણ ૨ –  “પહેલા તો રામ મંદિર પડાવી લીધું, અને હવે પાછું આપવા માટે શરત રાખે છે કે એમને પણ ત્યાં જગ્યા મળે. આ તો એવું જ થયું કે મારુ મારા બાપનું અને તારું મારુ સહિયારું ” ઉદાહરણ ૩ –  “પિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તો તેમની પાસે પોતાના નામે મકાન લખવી લીધું. હવે તેનો ભાઈ વારસામાં

રૂઢિપ્રયોગ - પડ્યું પાનું નિભાવી લેવું

પડ્યું પાનું નિભાવી લેવું  જ્યારે આપણે પત્તાની રમત રમત હોઈએ છીએ ત્યારે વાસ્તવમાં બધુ નસીબ ઉપર છોડીને ચાલતા હોઈએ છીએ. આપણી બાજી જેવી આવે એવી સ્વીકારી લેતા હોઈએ છીએ અને તે જ બાજીમાં વધુમાં વધુ કુશળતા પૂર્વક કેમ રમવું એ જ વિચાર કરતાં હોઈએ છીએ. ક્યારેય ખરાબ બાજી આવવાથી રમત મૂકીને જતા રહેતા નથી. પોતાને મળેલી બાજીમાં જે ખેલાડી સારામાં સારું રમી શકે એ જ સાચો ખેલાડી મનાય છે. આવું જ જીવનમાં પણ છે. આપણે મળતી મોટાભાગની પરિસ્થિતિઓ આપણાં પ્રારબ્ધને કારણે જ હોય છે. હવે એ પરિસ્થિતિમાં કઈ રીતે સારામાં સારું અને અર્થપૂર્ણ જીવન જીવવું એ આપણી કુનેહ પર આધારિત છે. પરિસ્થિતિનો ઉલારીયો કરવાથી ભલું ઓછું અને નુકસાન વધુ થતું હોય છે.  જ્યારે વડીલો કોઈને પરિસ્થિતિને સ્વીકારીને સમાધાનપૂર્વક ચાલવાની શિખામણ આપતા હોય છે ત્યારે આ કહેવતનું પ્રયોજન થતું હોય છે. મૂલતઃ એમ સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે કે જીવન વધુ બગાડવા કરતાં જે નસીબમાં મળ્યું છે તે સ્વીકારીને તેમાંથી રસ્તો કાઢે.  ઉદાહરણ ૧ –  “બહેન હું માનું છું કે તારો પતિ થોડું ઓછું કમાય છે. પણ એ તો જો કે એ તને કેટલો પ્રેમ કરે છે! બધા તો કાઈં લાખો કમાતા નથી હો

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ –  “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ –  “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ