રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી


છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે.

ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી"
ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ તો જાણે તેનો છોકરો ડૉક્ટર બની જ જવાનો છે એમ અત્યારથી મેડિકલ કોલેજોમાં પૂછપરછ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોડે ને છાસ છાગોળે"
ઉદાહરણ ૩ – “એ છોકરાએ હજુ કાલે તો ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું અને આજથી એની નવી સાઇન કરવાની પ્રેક્ટિસ કરવા માંડ્યો - કોઈકને ઓટોગ્રાફ આપવો પડે તો! ભેંસ ભાગોડે ને છાસ છાગોળે. ઇ ભાઈને કહો કે પહેલા ક્રિકેટ સીખવામાં ધ્યાન આપે"


BHENS BHAGODE NE CHHAS CHHAGOLE - NE GHARMA DHABA DHABI

To grind the buttermilk, you need to have malai. To get malai, you need to have milk. To get milk you must have buffalo. To milk the buffalo, she must be fed. It would be foolish and immature if you start grinding the empty pot of buttermilk before having done all this. Similarly, when someone has a distant possibility of some gains, and still takes them granted in present, and acts as if he has already accrued those gains, this proverb is used. For example, someone has just bought a lottery, and thinks that he has already won the lottery and starts spending like a lottery winner!

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી