રૂઢિપ્રયોગ - પડ્યું પાનું નિભાવી લેવું

પડ્યું પાનું નિભાવી લેવું 


જ્યારે આપણે પત્તાની રમત રમત હોઈએ છીએ ત્યારે વાસ્તવમાં બધુ નસીબ ઉપર છોડીને ચાલતા હોઈએ છીએ. આપણી બાજી જેવી આવે એવી સ્વીકારી લેતા હોઈએ છીએ અને તે જ બાજીમાં વધુમાં વધુ કુશળતા પૂર્વક કેમ રમવું એ જ વિચાર કરતાં હોઈએ છીએ. ક્યારેય ખરાબ બાજી આવવાથી રમત મૂકીને જતા રહેતા નથી. પોતાને મળેલી બાજીમાં જે ખેલાડી સારામાં સારું રમી શકે એ જ સાચો ખેલાડી મનાય છે. આવું જ જીવનમાં પણ છે. આપણે મળતી મોટાભાગની પરિસ્થિતિઓ આપણાં પ્રારબ્ધને કારણે જ હોય છે. હવે એ પરિસ્થિતિમાં કઈ રીતે સારામાં સારું અને અર્થપૂર્ણ જીવન જીવવું એ આપણી કુનેહ પર આધારિત છે. પરિસ્થિતિનો ઉલારીયો કરવાથી ભલું ઓછું અને નુકસાન વધુ થતું હોય છે. 

જ્યારે વડીલો કોઈને પરિસ્થિતિને સ્વીકારીને સમાધાનપૂર્વક ચાલવાની શિખામણ આપતા હોય છે ત્યારે આ કહેવતનું પ્રયોજન થતું હોય છે. મૂલતઃ એમ સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે કે જીવન વધુ બગાડવા કરતાં જે નસીબમાં મળ્યું છે તે સ્વીકારીને તેમાંથી રસ્તો કાઢે. 

ઉદાહરણ ૧ – “બહેન હું માનું છું કે તારો પતિ થોડું ઓછું કમાય છે. પણ એ તો જો કે એ તને કેટલો પ્રેમ કરે છે! બધા તો કાઈં લાખો કમાતા નથી હોતા. હવે તું પડ્યું પાનું નિભાવી લે, અને આટલા પગારમાં સુખેથી કઈ રીતે જીવવું એ શીખી લે"
ઉદાહરણ ૨ – “મેં જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મારી પાસે ઘણી અલગ અલગ ટેકનોલોજી ઉપર કામ કરવા માટેના વિકલ્પો હતા. પણ મને શું સુજયું કે મેં એવી ટેકનોલોજી પસંદ કરી કે જે ૧૦ જ વર્ષમાં જૂની બની ગઈ. હવે આ ક્ષેત્રમાં જાજો પગાર પણ નથી મળતો અને કોઈ હવે નવી ટેકનોલોજી ઉપર કામ કરવાની તક પણ નથી આપતું. શું કરીએ! હવે પડેલું પાનું નિભાવી લેશું બીજું શું!"


PADYU PANU NIBHAVI LEVU

(To be content with the game how it was dealt)

When you play a cards game, you don't have the control on which cards you will be dealt with. You just leave it on your fortunes and try to play as best as you can with whatever you have been dealt. You never throw away the cards and leave playing just because you didn't get good cards. The life is also similar. A lot depends on the fortunes and you try to do your best within your options. But unlike the cards game, people sometimes refuse to accept the reality and try to find solutions which are either impractical or hurtful even more. In such a situation, the elders use this proverb to advise the subject to accept the reality and try to live the best possible life around that.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી