રૂઢિપ્રયોગ - કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે


કૂતરાઓનો સંઘ કાશી ના પહોંચે

જો તમે કોઈ પગપાળા યાત્રા સંઘમાં ગયા હો તો તમને ખ્યાલ જ હશે કે આ સંઘમાં લોકો સ્થાને સ્થાનેથી જોડાતા જતા હોય છે અને સાથે ચાલતા ચાલતા ભજનો અને સત્સંગ કરતાં જતા હોય છે. એવું લાગે છે કે પહેલેથી જ આ બધા આ સંઘનો ભાગ હતા. આ બધા વચ્ચે એક અનોખો પ્રેમ અને સામંજસ્ય હોય છે. દરેકનું ગંતવ્ય એક જ હોય છે, જે તે તીર્થસ્થાન. કોઈ ઊંચનીચ કે ભેદભાવ સંઘમાં હોતા નથી. 

આ ઉપરાંત તમે કૂતરાઓનો પણ વ્યવહાર જોયો જ હશે. તેઓ ક્યારેય પોતાની શેરીના કુતરાઓ સિવાય બીજા કોઈ કુતરા સાથે સહકારપૂર્ણ રીતે રહી શકતા નથી. પોતાની સાથે રહેતા કુતરાઓ સાથે પણ જ્યારે ત્યારે જગડો અચૂક કરતાં રહે છે અને ભસતા રહે છે. હવે વિચાર કરો કે આવા કૂતરાઓનો એક સમૂહ કોઈક દૂરની જગ્યાએ જાત્રા કરવા નીકળે તો શું થાય? કોઈ દિવસ ત્યાં સુધી પહોંચે? ના જ પહોંચે. કયા એકસાથે ભજન કરતાં સંઘ યાત્રીઓ અને કયા એકબીજા ઉપર ભસતા કુતરાઓ!

આ જ રીતે જ્યારે કોઈ એક સમૂહ કે એક પરિવાર અંદરો અંદર ખુબજ વિખવાદ ધરાવતું હોય, અથવા તો તેમાનો દરેક સદસ્ય વાંકો ચાલનારો જ હોય તો તેઓ ભેગા મળીને કોઈપણ કામ શરૂ કરશે એ ક્યારેય પતશે નહીં, અને વચ્ચે જ પોતાના આંતરિક વિખવાદોને લઈને તૂટી જશે. આવી પરિસ્થિતિમાં આ કહેવતનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ ૧ – “ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં દરેક ખેલાડી એકબીજા સાથે લડી રહ્યો છે. દરેકને કોઈક ને કોઈકની સાથે વાંધો છે. આવામાં એમના વર્લ્ડકપ જીતવાના કોઈ લક્ષણ દેખાતા નથી. આ કૂતરાઓનો સંઘ કાશી કેવી રીતે પહોંચશે!”

ઉદાહરણ ૨ – “બધા ભાઈઓએ મળીને પેઢી તો શરૂ કરી. ધંધો પણ સારો ચાલતો હતો. પણ થોડા જ સમયમાં એ લોકોના સ્વભાવ પ્રમાણે જગડા શરૂ થઈ ગયા. અંતે ધીખતો ધંધો બંધ કરવાનો સામે આવી ગયો. હું તો પહેલેથી જ કહેતો હતો કે આ કૂતરાઓનો સંઘ કાશી નહીં પહોંચે."



KUTRAONO SANGH KASHI NA PAHOCHE
(The march of dogs can't reach to Kashi)

If you have observed the foot march (pad yatra) people do to some pilgrimage, you would know that people walk, eat, sing and converse so harmoniously with each other until they reach their destination. People keep joining them as they walk and they assimilate in the group as if they were always part of that.

You would also know how dogs behave. They cannot live harmoniously with the other dogs of their own street. Let alone dogs from other streets. Now what would happen if there was a dog march to some distant place where dogs from different locations are supposed to join them as they go?! The march will never reach their destination.

Similarly, when a group of people who don't go along well with each other starts some venture, you could instinctively say that they will not achieve their goals in any meaningful way. In such scenario this saying is used.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય