રૂઢિપ્રયોગ - મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું

મારુ મારા બાપનું ને તારું મારુ સહિયારું

ઘણીવાર અમુક મણસોમાં એવી હિન ભાવના હોય છે કે પોતાની વસ્તુનો તો એકલા પોતેજ ઉપભોગ કરી લેવો, કોઈને તેના વડે મદદરૂપ થવું નહીં. પણ હમેશા બીજાની વસ્તુઓ કે બીજાના અધિકારો ઉપર તરત પોતાનો પણ અધિકાર જમાવી દેવો. અર્થાત દરેક જગ્યાએથી વધુપડતો અને ના બનતો લાભ લઈ લેવો. આવા સમયે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. આ કહેવાતનો લક્ષ્યાર્થ માત્ર આવી વ્યક્તિની લોભવૃત્તિ દર્શાવવા માટે નહીં, પણ તેની હિન અને મલીન માનસિકતા વ્યક્ત કરવા માટેનો છે.

ઉદાહરણ ૧ – “દેશમાં મુસ્લિમો સૌથી ઓછો કરવેરો ભરે છે અને બને ત્યાં સુધી ભરતા જ નથી. પણ સરકાર દ્વારા મળતી દરેકે દરેક સહાય, મફત યોજનાઓ અને જાહેર સંસાધનો ઉપર સૌથી પહેલા તરાપ મારતા હોય છે. એમનું એવું જ છે, મારુ મારા બાપનું, અને તારું મારુ સહિયારું

ઉદાહરણ ૨ – “પહેલા તો રામ મંદિર પડાવી લીધું, અને હવે પાછું આપવા માટે શરત રાખે છે કે એમને પણ ત્યાં જગ્યા મળે. આ તો એવું જ થયું કે મારુ મારા બાપનું અને તારું મારુ સહિયારું

ઉદાહરણ ૩ – “પિતા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તો તેમની પાસે પોતાના નામે મકાન લખવી લીધું. હવે તેનો ભાઈ વારસામાં મળેલા બંગલા ઉપર પણ પોતાનો અધિકાર જતાવે છે. મારુ મારા બાપનું, ને તારું મારુ સહિયારું!"

ઉદાહરણ ૪ – “પાકિસ્તાન તો પડાવી લીધું, હવે ભારતમાં પણ હિન્દુઓ પાસેથી ભાગ પડાવવો છે અને માથે નાચવું છે. આને જ કહેવાય મારુ મારા બાપનું અને તારું મારુ સહિયારું"



MARU MARA BAPNU NE TARU MARU SAHIYARU

(Mine is mine, and yours is our collective)

Often there are people with the mentality to claim on other's rightful assets unfairly, but at the same time, they would never part with or share their own belongings or rightful assets. This is not just about the greed but the low morality on part of that person. In such scenario this proverb is used. 

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી