રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ
- Get link
- X
- Other Apps
પાડાના વાંકે પખાલીને ડામ
આપને ઘણી વખત એવું થતું જોઈએ છીએ કે કોઈ સાચો અપરાધી કે કંઈક ખોટું કામ કરનાર વ્યક્તિ સાવ છૂટથી ફરતી હોય છે પણ એને નિર્દોષ ભાવે, જાણે-અજાણે નાનો એવો સાથ આપનાર વ્યક્તિ ઉપર મુસીબતના ડુંગર તૂટી પડે છે. આવી પરિસ્થિતિમાં દંડ પામનાર વ્યક્તિનો હકીકતે કોઈ વાંક-ગુનો હોતો નથી છતાં એને સહન કરવું પડે છે. આ ઘટનાને આ કહેવતમાં વર્ણવવામાં આવી છે. પાડાને સાચા ગુનેગાર તરીકે અને પખાલીને (પાડાના ચાલક અથવા માલિકને) નિર્દોષ સહાયક તરીકે બતાવ્યા છે. પાડો ગામમાં કંઈ ઉથલ પાથલ કરી દે તો બધા પાડાને મારવાને બદલે પખાલીને જ ડામ (અથવા તો દંડ) દે છે.
ઉદાહરણ 1 - "એ આતંકવાદી તો ભાગી ગયો પણ તેને ટ્રેનની ટીકીટ કઢાવી આપનાર એજન્ટ બિચારો જિંદગીભર માટે કોર્ટના ધક્કા ખાતો થઇ ગયો. પાડાના વાંકે પખાલીને ડામ ."
આ કહેવતમાં અપરાધીને ખરેખર અપરાધી હોવું જરૂરી નથી. એ કોઈ મોટી ભૂલ કરનાર વ્યક્તિ પણ હોઈ શકે. મૂળ વાત એ છે કે મોટી ભૂલ કરનાર છૂટથી ફરે છે અને એમના સાથીદાર મુસીબતમાં મુકાઈ જાય છે. આ અર્થ મુજબ એક વધુ ઉદાહરણ નીચે મુજ છે.
ઉદાહરણ 2 - "જનકભાઈનો દીકરો લોકો પાસેથી લીધેલા ઉછીના પૈસા પાછા આપી ના શક્યો એટલે વિદેશ જતો રહ્યો પણ અહી ઉઘરાણી વાળા બિચારા જનકભાઈને શાંતિથી જીવવા નથી દેતા. પાડાના વાંકે પખાલીને ડામ ."
PADA NA VANKE PAKHALI NE DAM
Often we see that in some tragic situation, the real culprit is walking freely but a small helper of him - who has helped him knowingly or unknowingly - suffers disproportional problems in his life due to this. The helper is pretty much innocent in comparison to the real culprit yet he faces far tougher situation as compared to the culprit. In this proverb the real culprit is compared with the bull and the sufferer is compared with the bull master. When bull ruins something, the bull master is bound to be punished. Although there was little mistake of him in this situation.
- Get link
- X
- Other Apps
Comments
- રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese - 12/24/2018
- રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ - 3/17/2021
- કહેવત - સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે - 3/16/2021
- રૂઢીપ્રયોગ - બોર અપાય બોરડી ના બતાવાય - 3/16/2021
- રૂઢીપ્રયોગ - ગોળના ગાંગડે ગાંધી ના થવાય - 3/16/2021
Labels
Labels
Previous Posts
Previous Posts
-
-
-
-
-
- કહેવત - સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે
- રૂઢિપ્રયોગ - હાથના કર્યા હૈયે વાગ્યા
- રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે
- રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ
- કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા...
- કહેવત - કણક અને કન્યા - કેળવીએ એમ કુણી
- કહેવત - હલાવી ખીચડી ને મલાવી દીકરી - બગડે બગડે ને ...
- કહેવત - દીકરી ને ગાય માથું મારી ખાય
- કહેવત - દીકરી ને ગાય દોરો ત્યાં જાય
- રૂઢિપ્રયોગ - બકરું કાઢતા ઉંટ બેઠું
- રૂઢિપ્રયોગ - ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય
- રૂઢિપ્રયોગ - ખાળે ડૂચા ને દરવાજા મોકળા
-
Popular posts from this blog
કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આ...
કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા
બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanit...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય અર્થ વિસ્તાર: આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમા...
રૂઢિપ્રયોગ - બકરું કાઢતા ઉંટ બેઠું
બકરું કાઢતા ઉંટ પેઠું અર્થ વિસ્તાર: ઘણીવાર એવું બને કે આપણને કોઈ સમસ્યા બહુ મોટી લગતી હોય અને આપને તેનો નિકાલ કરવા જઈએ. પરંતુ નિકાલ કરવા જતા અંતે આપણને એવું જણાય કે આમ કરવા જતા આપને ખરેખરતો જે હતી એના કરતા બહુ મોટી મુશ્કેલી નોતરી દીધી છે. આંગણમાં બેઠેલું બકરું આપણને નડતું હોય છે માટે આપને એને કાઢીને જગ્યા ખાલી કરીએ છીએ પણ પછી એ ખાલી જગ્યામાં એક ઉંટ આવીને બેસીજાઈ તો આપણી શું હાલત થાય? એવી જ હાલત દર્શાવવા માટે આ કેહવતનો ઉપયોગ થાય છે. ખાસ નોંધ - આ કેહવતનો તાત્વિક અર્થ " ડોશી તો મરે પણ જમ ઘર ભાળી જાય " એ કેહવત કરતા થોડો જુદો છે. ડોશી વાળી કેહવતમાં મોટી મુશ્કેલી એટલા માટે આવી કે તમે નાની મુશ્કેલીમાં સમાધાન કર્યું. જયારે આ કેહવાતમાં અનાયાસેજ આવી પડેલી મોટી મુશ્કેલીનું નિરૂપણ છે. બકરું કાઢતી વખતે તમને એ ખ્યાલ નહતો કે ખાલી જગ્યામાં કોઈ ઉંટ આવીને બેસી જશે. જયારે ડોશી વળી કેહવાતમાં તમને જાણ છે અને માટે બીક છે કે આ વખતે સમાધાન કરવાથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી આવી શકે છે. ઉદાહરણ - " મારે તો બકરું કાઢતા ઉંટ પેઠું. થોડા સમય માટે શરદીની દવા લીધી તો જીવનભરની એસીડીટી થઇ ગઈ. ...
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...
રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં
દૂરથી ડુંગર રળિયામણાં અર્થ વિસ્તાર: ઘણી વાર લોકોને બીજાઓની પરિસ્થિતિ પોતાની પરિસ્થિતિ કરતાં સારી લગતી હોય છે અને ઇચ્છતા હોય છે કે જો પોતે એ પરિસ્થિતિમાં હોત તો કેટલું સારું હતું! આમ તેઓ એટલા માટે વિચારતા હોય છે કારણકે તેઓ પોતાની બધી તકલીફો જાણતા હોય છે, પણ સામે વળી વ્યક્તિને કઈ તકલીફો છે, અથવા તો કઈ તકલીફો સહન કરીને એ પોતાની આ સારી પરિસ્થિતિમાં પહોંચ્યો છે એ જાણતા નથી. આવા સમયે આ કહેવત પ્રયોજાય છે. ડુંગરો દૂરથી બહુ લીલાછમ અને મનમોહક લાગે છે. પણ જયારે ત્યાં જઈએ ત્યારે જ ખ્યાલ આવે છે કે એ ચડવો કેટલો અઘરો છે અને કેટલા કંકર પથ્થર રસ્તામાં આવે છે. આવી જ હિન્દીમાં પણ એક કહેવત છે.. "દૂર કે ઢોલ સુહાવને". ઉદાહરણ ૧ – “મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કર્મચારીઓને થાય છે કે સેલ્સ વાળાઓને કેટલું સારું. ખાલી બોલી બોલીને પૈસા કમાઈ લેવાના. આપણે તો સખત મહેનત કરીને ઉત્પાદન કરવું પડે છે. પણ એ લોકો જાણતા નથી કે દૂરથી ડુંગર રળિયામણા. સેલ્સ વાળાઓને એક એક કોન્ટ્રાકટ કરતા આંખે પાણી આવી જાય છે.” ઉદાહરણ ૨ – “મહેશને એમ થાય છે કે સુરેશનું જીવન ખુબ સારું છે કારણકે એની પત્ની પણ કમાય છે. પણ એ બધું દૂરથી ડુ...
What is meaning of pakhali
ReplyDeletePakhali owner of Male Buffalo
ReplyDeleteમોટા રાજકારણીઓ ના કૌંભાંડો ને કારણે દેશના નાગરિકોને મહોંગવારી તથા કથળી ગયેલ અર્થવ્યવસ્થા વેઠવવી પડે તે પણ “પાડા ને વાંકે પખાળી ને ડામ” કહેવાય.
ReplyDelete