રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ
- Get link
- X
- Other Apps
જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ
અર્થ વિસ્તાર:
જયારે કોઈ વ્યક્તિ પોતાને કંઈ ખાસ લાગતું વળગતું ના હોય છતાં હરખપદુડા થઈને, ફુલાઈ ફુલાઈને ઉત્સાહિત હોવાનો વ્યવહાર કરતા હોય ત્યારે આ રૂઢીપ્રયોગ વપરાય છે. આ રૂઢીપ્રયોગ હિન્દીના જાણીતા રૂઢીપ્રયોગ बेगानी शादी में अब्दुल्ला दीवाना ને મહદઅંશે મળતો આવે છે.
લગ્નની જાન ના ગાડા જતા હોય, કોઈ ભાવ પણ ના પૂછતું હોય, ગાડામાં કોઈ બેસાડતુંય ના હોય, આમ છતાં 'હું તો વરની ફુઈ છું' એમ સમજીને હરખઘેલી થઈને ગાડા પાછળ દોડી દોડીને જાય, ને અંતે થાકીને દુર્દશા થાય એવી ઉપમા આ પરિસ્થિતિ માટે આપવામાં આવી છે.
ઉદાહરણ ૧ – “નાનકડો એવો પ્રસંગ હતો. સત્યનારાયણની કથા હતી. દુરના કાકાના ઘરે જવાનું હતું. તોય તમે તો શેરવાની પહેરીને પહોચી ગયા, જાણે તમારા લગન થવાના હોય. આને કેવાય, જાનમાં કોઈ જાણે નહિ, ને હું વરની ફુઈ....”.
ઉદાહરણ ૨ – “તમારા મિત્રના લગન હતા તો તમે શેના આટલા બધા આગ્રહથી જમાડતા હતા? તમે જાણો છો? જેને તમે આગ્રહ કરતા હતા એ તમારા મિત્રના સગા ભાઈ હતા. જાનમાં કોઈ જાણે નહિ ને હું વરની ફુઈ....”.
RUDHIPRAYOG - JANMA KOI JANE NAHI NE HU VARNI FUI, GADE KOI BESADE NAHI NE DODI DODI MUI
Arth Vistar -Vichar Vistar:
When someone acts over joyous and excited in someone else's - how's barely related to him - moment of joy, this idiom is used. Basically this idiom says that in a marriage procession, a distantly related to the groom acts like she's the closest relative of him and acts over joyous without reason. She go places and says I'm the groom's aunt. Even though no one offers her a seat in the procession, she runs behind it in full excitement. Eventually gets painfully tired and becomes object of ridicule.
- Get link
- X
- Other Apps
Comments
- રૂઢિપ્રયોગ - ચતુર કાગડો ગૂ ઉપર બેસે - Chatur Kagdo Goo Upar Bese - 12/24/2018
- રૂઢીપ્રયોગ - જાનમાં કોઈ જાણે નહિં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મુઈ - 3/17/2021
- કહેવત - સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ - મીઠા લાગે - 3/16/2021
- રૂઢીપ્રયોગ - બોર અપાય બોરડી ના બતાવાય - 3/16/2021
- રૂઢીપ્રયોગ - ગોળના ગાંગડે ગાંધી ના થવાય - 3/16/2021
Labels
Labels
Previous Posts
Previous Posts
Popular posts from this blog
કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું...
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આ...
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક...
રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય
મન હોય તો માળવે જવાય અર્થ વિસ્તાર: અંગ્રેજીમાં કહેવાય છે કે Where There Is A Will There Is A Way. આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી. દુર્ભાગ્યથી માણસોની મોટાભાગની મર્યાદાઓ તેમના દ્વારા જ તેમની પોતાની ઉપર થોપવામાં આવી હોય છે. બાકી મનુષ્યમાં અમર્યાદ શક્તિઓ રહેલી હોય છે. આખરે શા માટે સંસારમાં અમુક લોકો ખુબ સફળ હોય છે અને અમુક લોકોનું જીવન અત્યંત સાધારણ રહેતું હોય છે? એનું કારણ ઈચ્છાશક્તિનો તફાવત જ હોય છે. આમ પણ, જો મન વગર કરવામાં આવે તો ગમે તેટલું સહેલું કામ પણ સારી રીતે થઇ શકતું નથી. આ વિષે પણ એક કહેવત છે - " મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય ". ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખુબ દૂર છે. અગાઉ લાંબા પ્રવાસ માટેના સંસાધનો ખાસ હતા નહિ. માટે વેપાર કે અન્ય અર્થે મેવાળ જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હોતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી જ આ રૂઢિપ્રયોગ ...
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં...
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ...
કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા
બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanit...
કહેવત - સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર
સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર અર્થ વિસ્તાર: ભારતીય સંસ્કૃતિમાં માંના ગુણ વિશેષ રીતે ગાવામાં આવ્યા છે. માંને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. માટે જ માં માટે ઘણી કહેવતો કહેવાણી છે. આ કહેવતમાં પણ માં વિનાના ઘર કે સંસારને સાકર વિનાના કંસાર સાથે સરખાવવામાં આવ્યો છે. કંસાર મીઠો હોવો જરૂરી છે. કંસાર એ સંબંધોની મીઠાસનું પ્રતિક છે. જો એમાં સાકર જ ના હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાસ પણ છીનવી લે છે. એ જ રીતે માંનું કામ ઘરને સંગઠિત રાખીને સંબંધોમાં મીઠાસ ફેલાવવાનું હોય છે. જ્યાં સુધી માં ઘરમાં હોય ત્યાં સુધી ભાઈ-ભાંડુઓ અને બાપ દીકરા વચ્ચે મીઠાસ જળવાઈ રહે છે. માંની અવેજીમાં આ મીઠાસ જળવાઈ જ રહે એની કોઈ ખાતરી નથી. ઉપયોગ - "જ્યાં સુધી માં હતી ત્યાં સુધી બધા ભાઈઓ માંની આંખની શરમે પણ વર્ષમાં એક વાર દિવાળી ટાણે પ્રેમથી મળતા હતા. પણ માંના ગયા પછી બે વર્ષથી કોઈએ એકબીજાના ખબર પણ પૂછ્યા નથી. સાચે જ, સાકર વિના મોળો કંસાર ને માં વિના સુનો સંસાર." SAKAR VINA MOLO KANSAR, MA VINA SUNO SANSAR Arth Vistar: In the Indian culture the mother is p...
રૂઢિપ્રયોગ - હાથના કર્યા હૈયે વાગ્યા
હાથના કર્યા હૈયે વાગ્યા આ કહેવત શાબ્દિક રીતે તો અગાઉ લખેલી કહેવત "ખાડો ખોદે એ પડે" ને મળતી આવતી લાગે છે. પરંતુ ખરેખર આ કહેવતનો અર્થ/ઉપયોગ સાવ ઉંધો જ છે. કોઈ વ્યક્તિ જયારે જાણે-અજાણે કોઈ ભૂલ કરી બેસે અને પછી એનું ફળ ભોગવવું પડે ત્યારે આ કહેવત નો ઉપયોગ થાય છે. આ કહેવત ને ઉદાહરણ વડે જ વધુ સમજી શકાશે. ઉદાહરણ - " મેં મારા છોકરાને પરદેસ ભણવા મોકલ્યો અને એ ત્યાનો જ થઈને રહી ગયો. હવે હું દોષ દઉં તો પણ કોને દઉં. મારા હાથના કર્યા જ મને હૈયે વાગ્યા. " HATH NA KARYA HAIYE VAGYA (Damned by one's own deed) By the literal meaning this proverb would seem similar to the proverb " KHADO KHODE AE PADE ". But in fact this proverb has rather different meaning/usage. When someone is facing bitter consequences of his own mistakes - made knowingly or unknowingly - he would use this proverb.
This comment has been removed by the author.
ReplyDeleteHii
ReplyDeleteSir can you write this same thing on my blog.
Send me your email address
બેસણા માં કોઈ ઓળખે નહિ અને હું ગુજરનાર નો ફુવા
ReplyDelete