Posts

Showing posts from July, 2012

રૂઢિપ્રયોગ - સીદી બાઈને સીદકા વહાલા

સીદી બાઈને સીદકા વહાલા  આ કહેવતમાં માંની મમતા દર્શાવવામાં આવી છે. માં ની મમતા પોતાના સંતાનના રૂપ રંગ, ગુણ અવગુણ નથી જોતી. પ્રમાણમાં કદરૂપા અથવા કોઈ અવગુણ વાળા બાળકો કદાચ આપણને ગમે કે ના પણ ગમે. પણ શું એ પ્રશ્ન એ બાળકોની માં ને હશે? ના જ હોય. એમને મન તો એમનું સંતાન જેવું હોય એવું જ તેને વહાલું હોય છે. સીદી એટલે કે હબસી જાતિના બાળકો તેમના આનુંવાન્ષિક  ગુણ પ્રમાણે કળા જ હોય છે. ઉજળી જાતિના આપના જેવા લોકો ને એ બાળકો ગમે કે ના પણ ગમે, પરંતુ એ બધા પોતાની માતાને તો એટલા જ વહાલા હોય છે જેટલા સવર્ણ માં ને તેના બાળકો હોય છે. અહી સીદકા એટલે સીડી બાળકો. ઉદાહરણ - " રમા બેનનો દીકરો જન્મથી જ અંધ અને અપંગ છે. રમાબેન આખો દિવસ એના જ કામમાં રહે છે પણ ક્યારેય કોઈની પાસે ફરિયાદ નથી કરી. સાચે જ, સીડી બાઈને સીદકા વહાલા. " ઘણી વખત આ કહેવત કટાક્ષમાં પણ ઉપયોગમાં લેવાય છે. જયારે કોઈ પોતાની વસ્તુને કોઈ દેખીતા કારણ વગર અનહદ રીતે ચાહતું હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ - " નાચીઝ નામનો શાયર આમતો સાવ બકવાસ શાયરી લખે છે પણ કોઈ એના વિષે કાંઈ ઘસાતું કહે તો તરત ઉકળી  ઉઠે છે.

રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!

વરને કોણ વખાણે? વર ની માં! પ્રથમ દ્રષ્ટીએ માત્ર વર અને તેની માં ને લાગુ પડતી આ કહેવત ખરેખર તો બહોળા ઉપયોગમાં લઇ શકાય છે. લગ્નોત્સુક વરના વખાણ તેની માતા જ કરે એમાં શું નવાઈ? કોઈ બીજા વખાણ કરે તો તેની સાચી આબરુની ખબર પડી શકે. આમ કોઈ વસ્તુના વખાણ તેનો વિક્રેતા જ કરતો હોય તો ખાસ માની લેવા યોગ્ય ના ગણાય. ઉલટાના વિક્રેતા દ્વારા થતા આવા વખાણ સંભાળનાર માટે અર્થ વગરના અને હાસ્યાસ્પદ બની રહે છે. કોઈ વ્યક્તિ અથવા વસ્તુ ઉપર વ્યાપક અણગમો હોય અને આ વાત બધા જાણતા હોય છતાં તે વ્યક્તિ કે વસ્તુના વિક્રેતા એના ખોટા વખાણ કર્યા કરે ત્યારે આ કહેવત કટાક્ષમાં કહેવાય છે. ઉદાહરણ - " આખી દુનિયા જાણે છે કે ચાયનીઝ વસ્તુઓ તદ્દન હલકી ગુણવત્તાની હોય છે. છતાં ચીની સરકાર તેમની બનાવેલી વસ્તુઓના વખાણ કરતા થાકતા નથી. વરને કોણ વખાણે? વારની માં! " VAR NE KON VAKHANE? VAR NI MA! (Admires the groom who? His mother!) This proverb might seem like related only to the groom and his mother at the first sight. But it is used in a very broad meaning.  There is little surprise in groom (or a wannabe groom) bein

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds  are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the love

કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય અર્થ વિસ્તાર: આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમા

કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી

માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી માં વગરની દીકરી એટલે કે જેની સગી માં મારી ગઈ હોય એવી દીકરીની પરિસ્થિતિ ખરાબ હોય છે. સાવકી માં હોય કે ના હોય, આવી દીકરીની સંભાળ લેનાર કે એનું ઉપરાણું લેનાર કોઈ ના હોય. એની સ્થિતિ ઘરમાં એક નોકરાણી જેવી હોય છે. ત્યાં સુધી કે એના સારા નરસા અને સગપણનું પણ વિચારનાર કોઈ ના હોય. સામાન્ય રીતે આપણા સમાજ માં એવું જોવામાં આવતું કે આવી દીકરીને તેના લગતા વળગતા કોઈ અયોગ્ય મુરતિયા કે જેને સરળતાથી કોઈ દીકરી આપવા તૈયાર ના હોય તેની સાથે પરણાવી દેવામાં આવે છે. જો માં હોય તો દીકરીનું ઉપરાણું લે અને એના સારા ખરાબ નો વિચાર કરે. બાપમાં સામાન્ય રીતે દીકરીને ઉછેરવાની કુનેહ હોતી નથી. આવી દીકરી જેમ રસ્તામાં ઠીકરી રાજડતી હોય તેમ રજડી પડે છે. ઉદાહરણ - “ રીનાની માં ગુજરી ગઈ ત્યારથી એ અચાનક મોટી થઇ ગઈ. રીનાની કાકી અને ફોઈ તેની પાસે ઘરનું બધું કામ કરાવી લે છે. અને હવે તો એની અપર માં આવવાની છે. કોણ જાણે શુ થશે બિચારીનું. એક જ આશા છે કે એનું સગપણ સારે ઠેકાણે થાય. બાકી તો માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી. ” MA VAGARNI DIKRI RAJDE JEM THIKRI (Daughters without moth

કહેવત – ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે

ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે સામાન્ય રીતે દીકરીઓ દીકરાઓની સરખામણીમાં જલ્દી મોટી થતી હોય એવું લાગે છે. માં-બાપ ને એ ખબર પણ નથી પડતી કે એમની દીકરી ક્યારે એક નિર્દોષ બાળકીમાંથી નવયૌવના બની ગઈ. જેમ ઘર કે મહોલ્લાની સહિયારી ઉકરડી વારે વારે સાફ કરો તો પણ જોત જોતામાં મોટો ઉકેળો બની જાય છે તેમ દીકરીઓ પણ જોતજોતામાં યુવાન થઇ જાય છે. અહી કહેવત નો ઉદ્દેશ એ છે કે દીકરીઓના ઉછેરમાં અને એની કેળવણીમાં વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકી યુવાનીના ઉંબરે આવીને ઉભી રહે ત્યારે તેને નાની બાળકીની જેમ ના રાખી શકાય. જો કે કહેવતનો ઉદ્દેશ સારો છે, પણ દીકરીને ઉકરડી સાથે સરખાવવી એ અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે. નોંધ: કહેવત ભલે કોઈ પણ ભાવાર્થમાં કહેવાઈ હોય પણ એના શબ્દો ખરેખર શરમજનક છે. દીકરીને – અને એ પણ ઉછરતી દીકરીને - ઉકેડી સાથે સરખાવવી એ ખરેખર અક્ષમ્ય છે. અહી આ કહેવતની નોંધ લેવાનો હેતુ માત્ર એક યાદી બનાવવા પુરતો છે. ઉદાહરણ: “ સવિતાબેનની દીકરી હવે પંદર વર્ષની થઇ ગઈ તો પણ એને શાલીન અને સુઘડ કપડા પહેરવાનું ભાન નથી. સવિતાબેન પણ હજી તેને ગમ્મે તેવા કપડા પહેરતા રોકતા નથી. એમને મન તો

રૂઢિપ્રયોગ – માગીને ખાવું ને એ પણ ગરમ

માગીને ખાવું ને એ પણ ગરમ ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતે તો કોઈ બીજાની મહેરબાની ઉપર આધાર રાખીને બેઠા હોય – પછી તે કોઈપણ પરિસ્થિતિને લાગુ પડી શકાય – છતાં એવી અપેક્ષા રાખીને બેઠા હોય કે આપનાર અથવા તો તેનું કામ કરનાર સૌથી ઉચ્ચ કોટિનું અને તેને પોતાને ગમે એવું કામ કરી આપે. કોઈ ભિખારી ખાવાને રોટલો માગે અને જયારે ઠંડો રોટલો મળે ત્યારે એને ઠુકરાવીને ગરમ રોટલાની માંગણી કરે એવો ઘાટ સર્જાય છે. ઉદાહરણ – “ દિનેશભાઈના છોકરાને કોઈ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મળતું નહોતું તો મેં એક મારા જાણીતાની કોલેજમાં એનું એડમિશન કરાવ્યું. છતાં હવે દિનેશભાઈ કહે છે કે મેં એમના છોકરાનું સાવ નબળી કોલેજમાં એડમિશન કરાવ્યું. એક તો માગીને ખાવું ને એ પણ ગરમ. બોલો! ” MAGINE KHAVU NE AE PAN GARAM (Eating by bagging yet demanding fresh food) Some people are of such mentality that even if they rely on someone’s generosity – in any kind of situation – they still want the giver to give them best in the world of what they want. It is like a bagger bagging for food but when we give him food h

રૂઢિપ્રયોગ - કાગનું બેસવું ને ડાળનું પડવું

કાગનું બેસવું ને ડાળનું પડવું  ખુબ જાણીતી આ કહેવતમાં એવી પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે કે જ્યારે વાસ્તવિક રીતે કોઈ બે ઘટનાઓ એક બીજા સાથે કોઈ રીતે સંકળાયેલ ના હોવા છતાં તેઓ એક સાથે કૈક એવી રીતે ઘટે છે કે એવું જ લાગે કે એક પુરોગામી – અને મોટે ભાગે નગણ્ય એવી - ઘટનાને લીધે ત્યારે પછીની મોટી ઘટના બની ગઈ. આ પરિણામી ઘટના મોટે ભાગે તો અહિતકારી હોય ત્યારે જ આ કહેવત વપરાય છે. ઉદાહરણ – “ટીવીનું રીમોટ આમ તો પપ્પા પાસે રહે છે પણ એકવાર મેં ચેનલ બદલવા માટે હાથમાં લીધું તો રીમોટજ બંધ થઇ ગયું. કાગનું બેસવું ને ડાળનું પાળવું એવું થયું. પણ ત્યારથી પપ્પાએ મારા હાથમાં રીમોટ આપવાનુંજ બંધ કરી દીધું.” KAG NU BESVU NE DAL NU PADVU This well-known proverb is used when two unrelated events occur almost – but not exactly - pararally  which gives the feeling to the observer that the former was the cause of the latter event. Although the former event is seemingly unrelated or insignificant to cause the latter. A crow sitting on a branch of tree cannot be the cause of the branch brakin

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન  આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.  કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આજે પાસ થઇ ગયો છતાં હું ત

રૂઢિપ્રયોગ - મારવો તો મુઘલ

મારવો તો મુઘલ આ કહેવત મુઘલોના સમયની છે. મુઘલ બાદશાહો બહુ શક્તિશાળી ગણાતા એ સમય માં. વાળી તેઓ એટલા જ જુલમી પણ હતા. આ કારણથી મુઘલને મારવો એ ઉચ્ચ કોટિનું અને અઘરું કામ કેહવાતું. માટે કોઈને મોટા કામ કરવા માટે પ્રેરણા આપવા માટે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. આ કહેવત દ્વારા નાના કામ અને સરળ કામ ને અવગણવાનું કહેવામાં આવે છે અને મોટા તથા અઘરા કામ કરવાનો મહિમા કરવામાં આવે છે. ઉદાહરણ -  " હું કઈ નાના મોટા કર્મચારીને હેરાન નથી કરવાનો. હું તો સીધો કંપનીના માલિકને જ સપાટામાં લેવાનો છું. મારવો તો મુઘલ. " આ જ કહેવત ઉપરથી એક બીજી આવી જ કહેવત પણ જાણીતી છે. " મારવો તો મીર ". અહી મીર એટલે મીર જાફર કે જે બંગાળનો નવાબ હતો અને અંગ્રેજો સાથે મળીને દેશને ગુલામ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. આ ઉપરાંત એક બીજો મીર પણ હતો, મીર બાંકી. મીર બાંકી મુઘલ સુલતાન બાબરની સેનાનો સેનાપતિ હતો અને અત્યંત નિર્દયી અને આતતાઈ હતો. આ રૂઢિપ્રયોગ આ બંને મીરને ધ્યાનમાં રાખીને પ્રચલિત થયો હોય એવું બની શકે. MARVO TO MUGHAL This proverb is the from the times of Mughals. The Mughal emperors wer