રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન 

આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત "મારવો તો મુઘલ" અને "મારવો તો મીર" ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ.

પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું.

ઉદાહરણ 1 - "બેટા તું આજે પાસ થઇ ગયો છતાં હું તારાથી ખુશ નથી કારણકે તે માત્ર પાસ થવા પુરતી જ મહેનત કરી હતી. નંબર લાવવા માટે નહિ. મારા જીવનનો એક જ મંત્ર છે - નિશાન ચૂક માફ - નહિ માફ નીચું નિશાન".

ઉદાહરણ 2 - "આપણે ટેસ્ટ મેચ જીતી શકતા હતા. જો પ્રયત્ન કર્યો હોત રન બહુ ઝાઝા કરવાના નહોતા. પણ પાંચ વિકેટ બાકી હોવા છતાં આપણે ડ્રો કરવા માટે રમ્યા. આપણે જીત માટે રમતા રમતા હારી પણ ગયા હોત તો પણ કોઈ અફસોસ નહોતો. પણ આમ કાયરતાથી ડ્રો માટે રમ્યા એ બહુ નિરાશાજનક હતું. હું તો કહું છું કે ટીમનો સુકાની જ બદલી નાખવો જોઈએ, કારણકે નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન".

NISHAN CHUK MAF NAHI MAF NICHU NISHAN
(Missed aim forgiven, Not forgiven is small aim)

This proverb is also quite similar in its message to the earlier proverb "MARVO TO MUGHAL" and "MARVO TO MIR". The difference is only that this proverb is used for achieving noble or positive cause whereas the earlier is to be used when the subject person is challenging the mightiest person in an organization or in the system. 

According to this proverb, it is forgivable if someone aims a very high objective and fail. But it is not at all forgivable when someone aims so small and easily achievable objective. Success of failure in this case does not matter. It is unforgivable in any case.

Comments

  1. Who is realy announced " NAHI MAF NICHU NISHAN..."
    I mean want to know the name of poet

    ReplyDelete
  2. Replies
    1. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

      Delete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
    The comma missing at required place changes the meaning of this so inspiring proverb.
    This should be correctly written as

    નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન

    Thank you

    ReplyDelete
  5. મુલાકાત
    સાબરમતી આશ્રમ




    પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી જે સમય જતાં ગાંધીજી અને બાપુ તરીકે આખા ભારતમાં ઓળખાયા. તેમની મહાત્મા બનવા તરફની યાત્રાની શરુઆત જ્યાંથી થઇ તે જગ્યા એટલે આ સાબરમતી આશ્રમ.


    હું પિનલ મહેશભાઈ કણસાગરા પ્રાથમિક શાળામાં મારા ગામ અજીતગઢ તાલુકો હળવદ જીલ્લો મોરબી માં અભ્યાસ કરતી હતી ત્યારથી ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચવાની તાલાવેલી હતી પરંતુ બાળપણ હોવાથી તે પ્રત્યે સજાગતા નહોતી કોઈના કોઈ કારણોસર સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા વાંચવાનું નસીબ નહોતું થતું. 12 સાયન્સમાં સારા માર્કસ સાથે પાસ થઈને ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદમાં એડમિશન લેવાનું નક્કી કર્યું પહેલી બુક ગાંધીજી ની આત્મકથા સત્યના પ્રયોગો વાંચીને આત્મસંતોષ થયો.

    એક સમયગાળા દરમ્યાન ગાંધીજીનું રહેઠાણ રહેલ આ જગ્યા હવે ઐતિહાસિક સ્થળ છે; જેની મુલાકાતે વિશ્વભરથી પ્રવાસીઓ આવતા હોય છે… પણ અમદાવાદમાં 6 મહીનાથી રહેતી હોવા છતાં મેં 6 મહીના બાદ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી! (જેની પાસે હોય તેને તેની કદર ન હોય તે માનવ સ્વભાવમાં છે.)

    આશ્રમ રોડ પર જ રહેતી હોવા છતાં કેમજાણે મનથી ઇચ્છા હોવા છતાંયે આ સ્થળની મુલાકાત લેવાના સંજોગ બનતા ન હતા. છેવટે એક બહાને દિવસ નક્કી થયો અને મુલાકાતનો પ્લાન બની ગયો. (ઘણીવાર મને ધક્કો મારનાર અથવા તો ખેંચી જનાર વ્યક્તિ કે કારણ ખુટતું હોય છે.)

    અહીયાં 2 જી ઓક્ટોમ્બરના દિવસે આવવાનો પ્લાન હતો એટલે પહેલાંથી માનસિક રીતે તૈયાર હતી કે ગાંધી જયંતી દિવસ હોય અને ગાંધીનોજ આશ્રમ હોય તો હાઇ-સિક્યુરીટી હોવી સ્વાભાવિક છે. એમપણ આવા દિવસોમાં રિસ્ક સામાન્ય દિવસો કરતાં વધુ રહે છે.

    પહોંચતા પહેલાં વિચારીને રાખ્યું હતું કે ચારે તરફ કડક સુરક્ષા હશે એટલે કેમેરાને અંદર લઇ જવાની પરવાનગી પણ ન મળે, મોબાઇલને કદાચ ગાડીમાં જ રાખવો પડશે અને દરેક ખુણે તમારી ઉપર નજર રાખવા માટે કમાન્ડોઝ હાજર હશે; પણ અહીયાં તો સાવ અલગ અહેસાસ થયો. મુખ્ય એન્ટ્રીમાં એક-બે સામાન્ય પોલીસવાળા સિવાય કોઇ જગ્યાએ એવું કંઇજ ન જણાયું અને જે-જે વિચાર્યું હતું એવું તો કંઇ જ ન થયું!

    અહીયાં બધી જગ્યાએ કોઇજ પ્રકારની રોકટોક વગર મનફાવે ત્યાં ફરી શકાય છે અને ઐતિહાસિક ઇમારતો તથા બીજા મુલાકાતીઓને ખલેલ ન થાય એમ જ્યાં ફાવે ત્યાંથી, જેવા ફાવે તેવા ફોટો ક્લીક કરી શકો છો! (આ મને વધારે ગમ્યું.)

    કોઇપણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ નથી અને અંદર કોઇ ફેરીયા/ભીખારીઓ કે ગાઇડનો ત્રાસ નથી એ પણ ગમ્યું. જો કોઇ વિષયે માહિતી કે ઐતિહાસિક જાણકારી ઇચ્છો તો આશ્રમના વ્યવસ્થાપકો વિસ્તારથી જણાવવા તત્પર છે. (બસ, એકવાર તેમને પુછવું પડે! )

    ખરેખર શાંત અને રમણીય જગ્યા છે. આજે આ જગ્યાની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા બદલ વ્યવસ્થાપકોને શાબાશી આપવી પડે! ગાંધીજી પોતે સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમના આશ્રમમાં આજે પણ તેનું ધ્યાન રખાય છે તે સારું લાગ્યું.

    મારી પણ અંગત માન્યતાઓ અને કેટલીક વિચિત્રતાઓ છે કે જે આ મહાન વ્યક્તિત્વના દરેક વિચારો સાથે બંધબેસતી નથી. પરંતુ દેશની આઝાદી સમયના એક વિશિષ્ટ અને સમગ્ર દુનિયામાં સન્માનિત વ્યક્તિની ખાસ જગ્યા વિશેની આ મુલાકાત પોસ્ટમાં તે બધું ઉમેરવું યોગ્ય નથી લાગતું. (ક્યારેક અંદરની નકારાત્મકતાને કંટ્રોલ કરવી જરુરી હોય છે.)


    હવે છે સ્થળની મુલાકાત દરમ્યાન કરવામાં આવેલ ક્લીક્સઃ


    નકશો – સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ.


    # સ્થળ અને દિશા સુચક પાટીયાંઓ.. (આ ફોટો એટલાં માટે છે કે અહીયાં શું-શું આવેલું છે તે સમજી શકાય.




    આશ્રમમાં ગાંધીજી જે ઘરમાં રહેતાં તે ઘરના ફોટો.
    # આશ્રમના પરિસરમાં બનાવવામાં આવેલ સુંદર મ્યુઝીયમ..




    આ સંગ્રહાલયમાં મોહનદાસથી મહાત્મા બનવા સુધીની સફરની ફોટોગ્રાફ સાથે વિસ્તૃતમાં માહિતી છે અને એ પણ વાંચવી-જોવી ગમે તે રીતે સુંદર આયોજનથી ગોઠવાયેલી! જેના કેટલાક ફોટોગ્રાફ અહી નીચે જોઇ શકો છો.
















    Visit
    to
    Sabarmati Ashram
    A spiritual experience

    ReplyDelete
  6. Ana kavi nu nam su chee

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય