રૂઢિપ્રયોગ - મારવો તો મુઘલ

મારવો તો મુઘલ

આ કહેવત મુઘલોના સમયની છે. મુઘલ બાદશાહો બહુ શક્તિશાળી ગણાતા એ સમય માં. વાળી તેઓ એટલા જ જુલમી પણ હતા. આ કારણથી મુઘલને મારવો એ ઉચ્ચ કોટિનું અને અઘરું કામ કેહવાતું. માટે કોઈને મોટા કામ કરવા માટે પ્રેરણા આપવા માટે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. આ કહેવત દ્વારા નાના કામ અને સરળ કામ ને અવગણવાનું કહેવામાં આવે છે અને મોટા તથા અઘરા કામ કરવાનો મહિમા કરવામાં આવે છે.

ઉદાહરણ - "હું કઈ નાના મોટા કર્મચારીને હેરાન નથી કરવાનો. હું તો સીધો કંપનીના માલિકને જ સપાટામાં લેવાનો છું. મારવો તો મુઘલ."

આ જ કહેવત ઉપરથી એક બીજી આવી જ કહેવત પણ જાણીતી છે. "મારવો તો મીર". અહી મીર એટલે મીર જાફર કે જે બંગાળનો નવાબ હતો અને અંગ્રેજો સાથે મળીને દેશને ગુલામ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. આ ઉપરાંત એક બીજો મીર પણ હતો, મીર બાંકી. મીર બાંકી મુઘલ સુલતાન બાબરની સેનાનો સેનાપતિ હતો અને અત્યંત નિર્દયી અને આતતાઈ હતો. આ રૂઢિપ્રયોગ આ બંને મીરને ધ્યાનમાં રાખીને પ્રચલિત થયો હોય એવું બની શકે.

MARVO TO MUGHAL

This proverb is the from the times of Mughals. The Mughal emperors were mighty and were also merciless on the people of their territory. That is why killing a Mughal was considered a work of bravery and honor.  This proverb is symbolically used to describe that one should do rather a tougher and larger work than a smaller one.

One other proverb “MARVO TO MIR” was also used in the line of this proverb. Here the Mir means the Nawab of Bengal, Mir Jaffer who colluded with Britishers to colonize India. This Mir could also be the Mir Banki who was the military general in Mughal emperor Babur's army. He was very cruel and barbaric. So this idiom might have started in the society with the terror of these two Mirs.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય