કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી

માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી

માં વગરની દીકરી એટલે કે જેની સગી માં મારી ગઈ હોય એવી દીકરીની પરિસ્થિતિ ખરાબ હોય છે. સાવકી માં હોય કે ના હોય, આવી દીકરીની સંભાળ લેનાર કે એનું ઉપરાણું લેનાર કોઈ ના હોય. એની સ્થિતિ ઘરમાં એક નોકરાણી જેવી હોય છે. ત્યાં સુધી કે એના સારા નરસા અને સગપણનું પણ વિચારનાર કોઈ ના હોય. સામાન્ય રીતે આપણા સમાજ માં એવું જોવામાં આવતું કે આવી દીકરીને તેના લગતા વળગતા કોઈ અયોગ્ય મુરતિયા કે જેને સરળતાથી કોઈ દીકરી આપવા તૈયાર ના હોય તેની સાથે પરણાવી દેવામાં આવે છે. જો માં હોય તો દીકરીનું ઉપરાણું લે અને એના સારા ખરાબ નો વિચાર કરે. બાપમાં સામાન્ય રીતે દીકરીને ઉછેરવાની કુનેહ હોતી નથી. આવી દીકરી જેમ રસ્તામાં ઠીકરી રાજડતી હોય તેમ રજડી પડે છે.

ઉદાહરણ -રીનાની માં ગુજરી ગઈ ત્યારથી એ અચાનક મોટી થઇ ગઈ. રીનાની કાકી અને ફોઈ તેની પાસે ઘરનું બધું કામ કરાવી લે છે. અને હવે તો એની અપર માં આવવાની છે. કોણ જાણે શુ થશે બિચારીનું. એક જ આશા છે કે એનું સગપણ સારે ઠેકાણે થાય. બાકી તો માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી.

MA VAGARNI DIKRI RAJDE JEM THIKRI

(Daughters without mother stray like a stone)

A girl whose mother is not with her (i.e. dead) is often in a pitiable situation. Whether or not she has a stepmother, there is rarely anyone who would take her side or think for her welfare. She plays the role of a servant rather than a member in the house. This is to the extent that there is no one who would think favorably for her marriage. In our society we often see that the caretakers of such girls would marry her with someone who is struggling to find a decent life partner. If there was her real mother she wouldn’t let this to happen. The father is often not accomplished to brought up the girl appropriately. These poor girls are made to stray like a stone in the street.

Comments

Post a Comment

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી