રૂઢિપ્રયોગ – માગીને ખાવું ને એ પણ ગરમ

માગીને ખાવું ને એ પણ ગરમ

ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતે તો કોઈ બીજાની મહેરબાની ઉપર આધાર રાખીને બેઠા હોય – પછી તે કોઈપણ પરિસ્થિતિને લાગુ પડી શકાય – છતાં એવી અપેક્ષા રાખીને બેઠા હોય કે આપનાર અથવા તો તેનું કામ કરનાર સૌથી ઉચ્ચ કોટિનું અને તેને પોતાને ગમે એવું કામ કરી આપે. કોઈ ભિખારી ખાવાને રોટલો માગે અને જયારે ઠંડો રોટલો મળે ત્યારે એને ઠુકરાવીને ગરમ રોટલાની માંગણી કરે એવો ઘાટ સર્જાય છે.


ઉદાહરણ –દિનેશભાઈના છોકરાને કોઈ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મળતું નહોતું તો મેં એક મારા જાણીતાની કોલેજમાં એનું એડમિશન કરાવ્યું. છતાં હવે દિનેશભાઈ કહે છે કે મેં એમના છોકરાનું સાવ નબળી કોલેજમાં એડમિશન કરાવ્યું. એક તો માગીને ખાવું ને એ પણ ગરમ. બોલો!

MAGINE KHAVU NE AE PAN GARAM
(Eating by bagging yet demanding fresh food)

Some people are of such mentality that even if they rely on someone’s generosity – in any kind of situation – they still want the giver to give them best in the world of what they want. It is like a bagger bagging for food but when we give him food he asks for warm food and rejects lesser fresh food.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી