કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય

અર્થ વિસ્તાર:

આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે.

આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમાપના સ્ત્રોત ના સ્લોકાંશ “કુપુત્રો જાયેતી કવચિતપીદપી કુમાતા ન ભવતી” (કુપુત્ર જન્મી શકે છે પણ કુમાતા ક્યારેય જન્મતી નથી) ઉપરથી અવતરિત છે.

ઉદાહરણ -હર્ષદભાઈના દીકરાએ હર્ષદભાઈની ખોટી સહી કરીને તેમનું ઘર પોતાના નામે કરી લીધા બાદ તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. પણ કોર્ટે જયારે સાચો નિર્ણય આપીને એમના દીકરાને બે દિવસમાં ઘર ખાલી કરવાનું કહ્યું ત્યારે હર્ષદભાઈએ કોર્ટને વિનંતી કરી કે એ એમના દીકરાને એક મહિનાનો સમય આપે કે જેથી એ પોતાના નવા ઘરમાં જવાની વ્યવસ્થા કરી શકે. સાચું જ કહ્યું છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ના થાય.

CHHORU KACHHORU THAY PAN MAVTAR KMAVTAR NA THAY

(There could be bad offsprings BUT there can never be bad parents)

Arth Vistar:

This proverb is used to point out the love and selflessness of parents towards their child. In the society we often see people giving hard time to their parents. There are countless senior citizens who live in old age home because their children are not ready to accept them. In today’s world we even see people killing their parents for wealth. Have we ever seen a parent killing their children for wealth? In the contrary all parents of the world would prefer to feed their children before themselves. All parents of the world do best of their ability to give good nutrition and education to their child. This proverb is mostly used when some child is giving suffering to their parents but the all parents have to give back is love and affection.

This proverb is derived from “kuputro jayeti kwachitpidapi kumata na bhavati” (a bad son/daughter can happen but a bad mother cannot happen) which is a part of a sloka in “devyaparadhkshamapana strotra” written by Aadya Guru Shri Shankaracharyaji.

Comments

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી