કહેવત – ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે

ઉકેડી (ઉકરડી) અને દીકરીને વધતા વાર ના લાગે

સામાન્ય રીતે દીકરીઓ દીકરાઓની સરખામણીમાં જલ્દી મોટી થતી હોય એવું લાગે છે. માં-બાપ ને એ ખબર પણ નથી પડતી કે એમની દીકરી ક્યારે એક નિર્દોષ બાળકીમાંથી નવયૌવના બની ગઈ. જેમ ઘર કે મહોલ્લાની સહિયારી ઉકરડી વારે વારે સાફ કરો તો પણ જોત જોતામાં મોટો ઉકેળો બની જાય છે તેમ દીકરીઓ પણ જોતજોતામાં યુવાન થઇ જાય છે. અહી કહેવત નો ઉદ્દેશ એ છે કે દીકરીઓના ઉછેરમાં અને એની કેળવણીમાં વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકી યુવાનીના ઉંબરે આવીને ઉભી રહે ત્યારે તેને નાની બાળકીની જેમ ના રાખી શકાય. જો કે કહેવતનો ઉદ્દેશ સારો છે, પણ દીકરીને ઉકરડી સાથે સરખાવવી એ અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે.

નોંધ: કહેવત ભલે કોઈ પણ ભાવાર્થમાં કહેવાઈ હોય પણ એના શબ્દો ખરેખર શરમજનક છે. દીકરીને – અને એ પણ ઉછરતી દીકરીને - ઉકેડી સાથે સરખાવવી એ ખરેખર અક્ષમ્ય છે. અહી આ કહેવતની નોંધ લેવાનો હેતુ માત્ર એક યાદી બનાવવા પુરતો છે.

ઉદાહરણ:સવિતાબેનની દીકરી હવે પંદર વર્ષની થઇ ગઈ તો પણ એને શાલીન અને સુઘડ કપડા પહેરવાનું ભાન નથી. સવિતાબેન પણ હજી તેને ગમ્મે તેવા કપડા પહેરતા રોકતા નથી. એમને મન તો એ હજી નાની કીકલી છે. એમને કોણ સમજાવે કે ઉકેડી ને દીકરીને વધતા વાર ના લાગે.


UKEDI ANE DIKRI NE VADHTA VAR NA LAGE

Daughters are such that they seem to grow up before you really realize that she has grown up. Normally they seem to grow up rapidly as compared to sons. A garbage pile is also such that it grows up so rapidly that if you miss cleaning up for a bit, it becomes very huge without your notice. So the growing up of daughter is compared to a garbage pile in this proverb. The basic message of this proverb is to point out that the daughters should be brought up with great care and awareness. She turns to youth from childhood so rapidly that you can barely notice. Therefore after a certain age the daughters should not be treated as a child.

Note: No matter in what taste this proverb is said, it is a shame that the daughters are compared to wasteland. The comparison is inexcusable. The purpose of writing this proverb is just to archive it.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય