રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!

વરને કોણ વખાણે? વર ની માં!

પ્રથમ દ્રષ્ટીએ માત્ર વર અને તેની માં ને લાગુ પડતી આ કહેવત ખરેખર તો બહોળા ઉપયોગમાં લઇ શકાય છે. લગ્નોત્સુક વરના વખાણ તેની માતા જ કરે એમાં શું નવાઈ? કોઈ બીજા વખાણ કરે તો તેની સાચી આબરુની ખબર પડી શકે. આમ કોઈ વસ્તુના વખાણ તેનો વિક્રેતા જ કરતો હોય તો ખાસ માની લેવા યોગ્ય ના ગણાય. ઉલટાના વિક્રેતા દ્વારા થતા આવા વખાણ સંભાળનાર માટે અર્થ વગરના અને હાસ્યાસ્પદ બની રહે છે. કોઈ વ્યક્તિ અથવા વસ્તુ ઉપર વ્યાપક અણગમો હોય અને આ વાત બધા જાણતા હોય છતાં તે વ્યક્તિ કે વસ્તુના વિક્રેતા એના ખોટા વખાણ કર્યા કરે ત્યારે આ કહેવત કટાક્ષમાં કહેવાય છે.

ઉદાહરણ - "આખી દુનિયા જાણે છે કે ચાયનીઝ વસ્તુઓ તદ્દન હલકી ગુણવત્તાની હોય છે. છતાં ચીની સરકાર તેમની બનાવેલી વસ્તુઓના વખાણ કરતા થાકતા નથી. વરને કોણ વખાણે? વારની માં!"

VAR NE KON VAKHANE? VAR NI MA!

(Admires the groom who? His mother!)

This proverb might seem like related only to the groom and his mother at the first sight. But it is used in a very broad meaning. There is little surprise in groom (or a wannabe groom) being admired by his own mother. It is rather meaningless when the others know who and what the groom actually is. Similarly when a trader,  or a beholder of the stuff admires his own stuff, it becomes rather humorous to others. This proverb is used in sarcasm especially when someone admires his own stuff while the others know the reality.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય