કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા


માં તે માં બાકી બધા વગડાના વા

અર્થ વિસ્તાર:

ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય.
ઉદાહરણ – “હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા.

MA TE MA BAKI BADHA VAGDA NA VA

(Mother is mother - seasonal winds are other)

Arth Vistar:

This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the love and warmth of the mother. In fact the gap between the greatness of the love of the two is so big that if compared the love of other than mother is equal to the thin wind of desolated place.

Comments

  1. બહુ સરસ પ્રયાસ. કહેવતો એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પણ કરવો જોઈએ પણ અમુક વખત આપણને તેનો અર્થ ખબર નથી હોતો. બહુ સર રીતે તમે સમજાવી.

    ReplyDelete
  2. મા ના માથે મિંડુ ના હોય.
    ઊદા: મા માં તો મમતા જ હોય

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ખાડો ખોદે એ પડે

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

રૂઢિપ્રયોગ - પાડાના વાંકે પખાલીને ડામ

રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી