Posts

કહેવત - ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો

ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો માતાનો મહિમા દર્શાવતી કહેવતોમાં આ એક વધુ કહેવત છે. કોઈ સંતાનના ઉછેરની જવાબદારી આમતો માં-બાપ બંને ની હોય છે. અને જો બેમાંથી એક પણ મૃત્યુ પામે તો બાળક માટે એ એક ના પૂરી શકાય એવી ખોટ મુકતા જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જો માંની હયાતી હોય - એટલે કે બાપનું મૃત્યુ થાય - તો એ બાળકને બહુ સારી રીતે ઉછેરી લે છે. બાપ ઘોડો ખેલંતો હોવું એટલે કે ઘોડાને રમાળતો હોવું એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે બાપ શારીરિક રીતે અને પૈસે ટકે પણ સુખી છે. અને દરણાની દળનાર માં એટલે કે આર્થિક અને સામાજિક રીતે નબળી એવી માં. અગાઉના જમાનામાં આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ ઘરે ઘરે દરણા દળવા જતી અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી. આમ આ કહેવત મુજબ બાપ બધી રીતે સક્ષમ હોય અને માં બધી રીતે ઓશિયાળી હોય તો પણ બાળક માટે તો બાપ ની બદલે તેની માં તેની સાથે રહે એ જ એના હિતમાં છે. ભગવાને માંને સ્વભાવગત રીતે જ બાળક ની કેળવણી કરવાના ગુણ આપ્યા છે અને પ્રેમ અને વાત્સલ્ય તો માંના બીજા નામ છે. બાપ ગમે તેટલો સક્ષમ હોય પરંતુ આ ગુણો તેનામાં મૂળભૂત રીતે જ નથી હોતા. આ કહેવત એટલે પણ કહેવામ...

કહેવત - સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર

સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર અર્થ વિસ્તાર: ભારતીય સંસ્કૃતિમાં માંના ગુણ વિશેષ રીતે ગાવામાં આવ્યા છે. માંને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. માટે જ માં માટે ઘણી કહેવતો કહેવાણી છે. આ કહેવતમાં પણ માં વિનાના ઘર કે સંસારને સાકર વિનાના કંસાર સાથે સરખાવવામાં આવ્યો છે. કંસાર મીઠો હોવો જરૂરી છે. કંસાર એ સંબંધોની મીઠાસનું પ્રતિક છે. જો એમાં સાકર જ ના હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાસ પણ છીનવી લે છે. એ જ રીતે માંનું કામ ઘરને સંગઠિત રાખીને સંબંધોમાં મીઠાસ ફેલાવવાનું હોય છે. જ્યાં સુધી માં ઘરમાં હોય ત્યાં સુધી ભાઈ-ભાંડુઓ અને બાપ દીકરા વચ્ચે મીઠાસ જળવાઈ રહે છે. માંની અવેજીમાં આ મીઠાસ જળવાઈ જ રહે એની કોઈ ખાતરી નથી. ઉપયોગ - "જ્યાં સુધી માં હતી ત્યાં સુધી બધા ભાઈઓ માંની આંખની શરમે પણ વર્ષમાં એક વાર દિવાળી ટાણે પ્રેમથી મળતા હતા. પણ માંના ગયા પછી બે વર્ષથી કોઈએ એકબીજાના ખબર પણ પૂછ્યા નથી. સાચે જ, સાકર વિના મોળો કંસાર ને માં વિના સુનો સંસાર." SAKAR VINA MOLO KANSAR, MA VINA SUNO SANSAR Arth Vistar: In the Indian culture the mother is p...

રૂઢિપ્રયોગ - સીદી બાઈને સીદકા વહાલા

સીદી બાઈને સીદકા વહાલા  આ કહેવતમાં માંની મમતા દર્શાવવામાં આવી છે. માં ની મમતા પોતાના સંતાનના રૂપ રંગ, ગુણ અવગુણ નથી જોતી. પ્રમાણમાં કદરૂપા અથવા કોઈ અવગુણ વાળા બાળકો કદાચ આપણને ગમે કે ના પણ ગમે. પણ શું એ પ્રશ્ન એ બાળકોની માં ને હશે? ના જ હોય. એમને મન તો એમનું સંતાન જેવું હોય એવું જ તેને વહાલું હોય છે. સીદી એટલે કે હબસી જાતિના બાળકો તેમના આનુંવાન્ષિક  ગુણ પ્રમાણે કળા જ હોય છે. ઉજળી જાતિના આપના જેવા લોકો ને એ બાળકો ગમે કે ના પણ ગમે, પરંતુ એ બધા પોતાની માતાને તો એટલા જ વહાલા હોય છે જેટલા સવર્ણ માં ને તેના બાળકો હોય છે. અહી સીદકા એટલે સીડી બાળકો. ઉદાહરણ - " રમા બેનનો દીકરો જન્મથી જ અંધ અને અપંગ છે. રમાબેન આખો દિવસ એના જ કામમાં રહે છે પણ ક્યારેય કોઈની પાસે ફરિયાદ નથી કરી. સાચે જ, સીડી બાઈને સીદકા વહાલા. " ઘણી વખત આ કહેવત કટાક્ષમાં પણ ઉપયોગમાં લેવાય છે. જયારે કોઈ પોતાની વસ્તુને કોઈ દેખીતા કારણ વગર અનહદ રીતે ચાહતું હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ - " નાચીઝ નામનો શાયર આમતો સાવ બકવાસ શાયરી લખે છે પણ કોઈ એના વિષે કાંઈ ઘસાતું કહે તો તરત ઉકળી  ઉઠે છે. ...

રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!

વરને કોણ વખાણે? વર ની માં! પ્રથમ દ્રષ્ટીએ માત્ર વર અને તેની માં ને લાગુ પડતી આ કહેવત ખરેખર તો બહોળા ઉપયોગમાં લઇ શકાય છે. લગ્નોત્સુક વરના વખાણ તેની માતા જ કરે એમાં શું નવાઈ? કોઈ બીજા વખાણ કરે તો તેની સાચી આબરુની ખબર પડી શકે. આમ કોઈ વસ્તુના વખાણ તેનો વિક્રેતા જ કરતો હોય તો ખાસ માની લેવા યોગ્ય ના ગણાય. ઉલટાના વિક્રેતા દ્વારા થતા આવા વખાણ સંભાળનાર માટે અર્થ વગરના અને હાસ્યાસ્પદ બની રહે છે. કોઈ વ્યક્તિ અથવા વસ્તુ ઉપર વ્યાપક અણગમો હોય અને આ વાત બધા જાણતા હોય છતાં તે વ્યક્તિ કે વસ્તુના વિક્રેતા એના ખોટા વખાણ કર્યા કરે ત્યારે આ કહેવત કટાક્ષમાં કહેવાય છે. ઉદાહરણ - " આખી દુનિયા જાણે છે કે ચાયનીઝ વસ્તુઓ તદ્દન હલકી ગુણવત્તાની હોય છે. છતાં ચીની સરકાર તેમની બનાવેલી વસ્તુઓના વખાણ કરતા થાકતા નથી. વરને કોણ વખાણે? વારની માં! " VAR NE KON VAKHANE? VAR NI MA! (Admires the groom who? His mother!) This proverb might seem like related only to the groom and his mother at the first sight. But it is used in a very broad meaning.  There is little surprise in groom (or a wannabe groom) ...

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds  are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the ...

કહેવત - છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય અર્થ વિસ્તાર: આ કહેવતમાં માં-બાપનો સંતાન માટેનો પ્રેમ અને ત્યાગ વર્ણવવામાં આવ્યો છે. છોરું કછોરું થાય એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના માં-બાપને ખુબ દુખ આપે છે. પોતાના માં-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે માં-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતરોએ સંપત્તિ માટે પોતાના સંતાનો ને દુખ આપ્યું? ઉલટાના વિશ્વના દરેક માં-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક માં-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે. આ કહેવત આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી દ્વારા રચિત દેવ્યાપરાધક્ષમા...

કહેવત - માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી

માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી માં વગરની દીકરી એટલે કે જેની સગી માં મારી ગઈ હોય એવી દીકરીની પરિસ્થિતિ ખરાબ હોય છે. સાવકી માં હોય કે ના હોય, આવી દીકરીની સંભાળ લેનાર કે એનું ઉપરાણું લેનાર કોઈ ના હોય. એની સ્થિતિ ઘરમાં એક નોકરાણી જેવી હોય છે. ત્યાં સુધી કે એના સારા નરસા અને સગપણનું પણ વિચારનાર કોઈ ના હોય. સામાન્ય રીતે આપણા સમાજ માં એવું જોવામાં આવતું કે આવી દીકરીને તેના લગતા વળગતા કોઈ અયોગ્ય મુરતિયા કે જેને સરળતાથી કોઈ દીકરી આપવા તૈયાર ના હોય તેની સાથે પરણાવી દેવામાં આવે છે. જો માં હોય તો દીકરીનું ઉપરાણું લે અને એના સારા ખરાબ નો વિચાર કરે. બાપમાં સામાન્ય રીતે દીકરીને ઉછેરવાની કુનેહ હોતી નથી. આવી દીકરી જેમ રસ્તામાં ઠીકરી રાજડતી હોય તેમ રજડી પડે છે. ઉદાહરણ - “ રીનાની માં ગુજરી ગઈ ત્યારથી એ અચાનક મોટી થઇ ગઈ. રીનાની કાકી અને ફોઈ તેની પાસે ઘરનું બધું કામ કરાવી લે છે. અને હવે તો એની અપર માં આવવાની છે. કોણ જાણે શુ થશે બિચારીનું. એક જ આશા છે કે એનું સગપણ સારે ઠેકાણે થાય. બાકી તો માં વગરની દીકરી રજડે જેમ ઠીકરી. ” MA VAGARNI DIKRI RAJDE JEM THIKRI (Daughters without moth...