Posts
રૂઢિપ્રયોગ – માં… માં… મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!!
- Get link
- X
- Other Apps
માં... માં... મામા આવ્યા... તારા મામા પણ મારો તો ભાઈ ને!! બાળકોને મામા વહાલા હોય છે અને તેથી એમના ઘરે આવવાથી બાળકો ખુશ થાય છે અને પોતાની માં ને સમાચાર સંભળાવે છે. બાળ સહજ નિર્દોષતાથી તેઓ પોતાની માંને જ પોતાના મામાની ઓળખાણ “મામા“ તરીકે કરાવે છે. આવે સમયે માં હળવાશથી તેમનું અજ્ઞાન હસી કાઢે છે અને સમજાવે છે કે મામા એ તમારા હશે. મારો તો એ ભાઈ છે. અને કહે છે કે તમે એને આજકાલના ઓળખો છો પણ હું તો એને નાનપણથી ઓળખું છું. આ જ રીતે કોઈ વ્યક્તિ પોતે કોઈ વિષયમાં ઊંડી જાણકારી ધરાવતી હોય તેમ છતાં બીજી કોઈ અધૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિ તેને એ જ વિષયમાં શિખામણ અથવા ક્ષુલ્લક જાણકારી આપે ત્યારે આવી રમુજી પરિસ્થિતિમાં આ કહેવત કટાક્ષમાં વપરાય છે. આ કહેવત ત્યારે પણ ઉપયોગમાં લઇ શકાય કે જયારે ઘણું ઓછું જાણતી વ્યક્તિ વધુ જાણતી વ્યક્તિને ખોટી અથવા તો અધૂરી માહિતી આપે. ઉદાહરણ ૧ – “અચ્છા બેટા, હવે તું મને બેટ પકડતા શીખવાડીસ?! માં માં મામા આવ્યા!! તું જ્યારથી ચડ્ડી પહેરતો થયો ત્યારથી હું રાજ્ય કક્ષાએ ક્રિકેટ રમું છું.” ઉદાહરણ ૨ – “આજના ભોજન સમારંભમાં મેં અજાણતા જ મૂર્ખામી કરી. લલિતભાઈની તેમના પિતા સાથે...
રૂઢિપ્રયોગ – ધરમ કરતા ધાડ પડી
- Get link
- X
- Other Apps
ધરમ કરતા ધાડ પડી ઘણી વાર કોઈનું સારું કરવા જતા આપણી પોતાની ઉપર મુસીબત આવી જતી હોય છે. ધર્મ બધાને અન્યોનું સારું કરવાનું શીખવાડે છે માટે આપણે એને શક્ય હોય ત્યાં સુધી અનુસરીએ છીએ. પરંતુ ક્યારેક એ આપણા માટે અહિત નોતરી લાવે છે. દાન પુણ્ય કરવું એ ધર્મ છે. પરંતુ ક્યારેક વધુ પડતું દાન પુણ્ય કરવાથી ચોર-લુટારાઓની આંખે પણ ચડી જવાય અને પછી આપણી પોતાની ઘરે પણ ધાડ પડી શકે. આ પરિસ્થિતને સાંકેતિક રીતે ઉપયોગમાં લઈને આ કહેવત બીજી ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લઇ શકાય છે. મૂળ મુદ્દે તો જયારે આપણે કોઈ સારું કામ કરવા જઈએ અને નાહકના મુસીબતમાં મુકાઈ જઈએ ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ ૧ – “બિચારા મહેતા સાહેબને તો ધરમ કરતા ધાડ પડી. ઓફિસમાં એક જરૂરિયાત વાળો મિત્ર આવી ચડતા એમને તિજોરીમાંથી રૂપિયા કાઢીને તત્પુરતા આપી દીધા. પરંતુ ત્યાં જ એન્ટી કરપ્શનની રેડ પડી અને સરકારી તિજોરીમાંથી ઉચાપત કરવાના આરોપસર તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.” ઉદાહરણ ૨ - "મારે તો ધરમ કરતા ધાડ પડી. હું તો માત્ર એને એના પ્રોજેક્ટમાં મદદ કરવા ગયો હતો. પણ એને તો આખે આખો પ્રોજેક્ટ જ મારી માથે નાખી દીધો. હવે એણે કરે...
રૂઢિપ્રયોગ - માહેલા ગુણ મહાદેવજી જાણે
- Get link
- X
- Other Apps
માહેલા ગુણ મહાદેવજી જાણે કોઈ દંભી માણસની વાસ્તવિકતાની પ્રતીતિ કરાવતી વખતે આ કહેવતનો ઉપયોગ થાય છે. દંભી માણસો એવી જ જગ્યાએ પોતાનો દંભ આચરે છે કે જ્યાં કોઈ તેને મૂળથી ઓળખતું નથી. પરંતુ આવી વ્યક્તિને ખરેખર જાણનાર તેના પ્રભાવમાં આવતો નથી, ઉલટું તે દંભીને રોકડું પરખાવી દે છે. આ રીતે દંભીને તેની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિને આવા દંભીની વાસ્તવિકતાનું ભાન કરાવતી વખતે – આ કહેવત નો ઉપયોગ થાય છે. માહેલા ગુણ એટલે કે દંભીની અંદર રહેલા ગુણ અને ખાસ તો અવગુણ. ઈશ્વર બધું જાણતો હોય છે. કોઈના ગુણ-અવગુણ અને સાચા-ખોટા પ્રયોજન ભલે કોઈ બીજા ના જાણતા હોય પણ ભગવાનથી કઈ જ છુપું નથી. અહી મહાદેવનો અર્થ સર્વજ્ઞ ભગવાનન છે. માટે જયારે દંભીને તેનો મૂળથી જાણકાર મળી જાય છે ત્યારે એ દંભીની સાન ઠેકાણે લાવવા માટે એમ કહે છે કે એના વિષે જેટલું ભગવાન જાણે છે એટલું જ તે પોતે પણ જાણે છે – અને માટે જ તે પોતાને મહાદેવજીની સંજ્ઞા આપે છે. આ કહેવત હળવા મિજાજ માં પણ વાપરી શકાય છે. ઉદાહરણ – “મારું પરિણામ આવ્યા પછી જયારે પપ્પા મને ખીજાતા હતા અને પોતાના ભણતરની ડંફાશો મારતા હતા ત્યારે જ ત્યાં મારા દ...
કહેવત - ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો
- Get link
- X
- Other Apps
ઘોડો ખેલંતો બાપ મરજો પણ દરણાની દળનાર માં નવ મરજો માતાનો મહિમા દર્શાવતી કહેવતોમાં આ એક વધુ કહેવત છે. કોઈ સંતાનના ઉછેરની જવાબદારી આમતો માં-બાપ બંને ની હોય છે. અને જો બેમાંથી એક પણ મૃત્યુ પામે તો બાળક માટે એ એક ના પૂરી શકાય એવી ખોટ મુકતા જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જો માંની હયાતી હોય - એટલે કે બાપનું મૃત્યુ થાય - તો એ બાળકને બહુ સારી રીતે ઉછેરી લે છે. બાપ ઘોડો ખેલંતો હોવું એટલે કે ઘોડાને રમાળતો હોવું એ પ્રતીકાત્મક રીતે દર્શાવે છે કે બાપ શારીરિક રીતે અને પૈસે ટકે પણ સુખી છે. અને દરણાની દળનાર માં એટલે કે આર્થિક અને સામાજિક રીતે નબળી એવી માં. અગાઉના જમાનામાં આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ ઘરે ઘરે દરણા દળવા જતી અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી. આમ આ કહેવત મુજબ બાપ બધી રીતે સક્ષમ હોય અને માં બધી રીતે ઓશિયાળી હોય તો પણ બાળક માટે તો બાપ ની બદલે તેની માં તેની સાથે રહે એ જ એના હિતમાં છે. ભગવાને માંને સ્વભાવગત રીતે જ બાળક ની કેળવણી કરવાના ગુણ આપ્યા છે અને પ્રેમ અને વાત્સલ્ય તો માંના બીજા નામ છે. બાપ ગમે તેટલો સક્ષમ હોય પરંતુ આ ગુણો તેનામાં મૂળભૂત રીતે જ નથી હોતા. આ કહેવત એટલે પણ કહેવામ...
કહેવત - સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર
- Get link
- X
- Other Apps
સાકર વિના મોળો કંસાર, માં વિના સુનો સંસાર અર્થ વિસ્તાર: ભારતીય સંસ્કૃતિમાં માંના ગુણ વિશેષ રીતે ગાવામાં આવ્યા છે. માંને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. માટે જ માં માટે ઘણી કહેવતો કહેવાણી છે. આ કહેવતમાં પણ માં વિનાના ઘર કે સંસારને સાકર વિનાના કંસાર સાથે સરખાવવામાં આવ્યો છે. કંસાર મીઠો હોવો જરૂરી છે. કંસાર એ સંબંધોની મીઠાસનું પ્રતિક છે. જો એમાં સાકર જ ના હોય તો એ માત્ર મોળો જ નથી લાગતો પણ સંબંધોમાંથી પ્રતીકાત્મક રીતે મીઠાસ પણ છીનવી લે છે. એ જ રીતે માંનું કામ ઘરને સંગઠિત રાખીને સંબંધોમાં મીઠાસ ફેલાવવાનું હોય છે. જ્યાં સુધી માં ઘરમાં હોય ત્યાં સુધી ભાઈ-ભાંડુઓ અને બાપ દીકરા વચ્ચે મીઠાસ જળવાઈ રહે છે. માંની અવેજીમાં આ મીઠાસ જળવાઈ જ રહે એની કોઈ ખાતરી નથી. ઉપયોગ - "જ્યાં સુધી માં હતી ત્યાં સુધી બધા ભાઈઓ માંની આંખની શરમે પણ વર્ષમાં એક વાર દિવાળી ટાણે પ્રેમથી મળતા હતા. પણ માંના ગયા પછી બે વર્ષથી કોઈએ એકબીજાના ખબર પણ પૂછ્યા નથી. સાચે જ, સાકર વિના મોળો કંસાર ને માં વિના સુનો સંસાર." SAKAR VINA MOLO KANSAR, MA VINA SUNO SANSAR Arth Vistar: In the Indian culture the mother is p...
રૂઢિપ્રયોગ - સીદી બાઈને સીદકા વહાલા
- Get link
- X
- Other Apps
સીદી બાઈને સીદકા વહાલા આ કહેવતમાં માંની મમતા દર્શાવવામાં આવી છે. માં ની મમતા પોતાના સંતાનના રૂપ રંગ, ગુણ અવગુણ નથી જોતી. પ્રમાણમાં કદરૂપા અથવા કોઈ અવગુણ વાળા બાળકો કદાચ આપણને ગમે કે ના પણ ગમે. પણ શું એ પ્રશ્ન એ બાળકોની માં ને હશે? ના જ હોય. એમને મન તો એમનું સંતાન જેવું હોય એવું જ તેને વહાલું હોય છે. સીદી એટલે કે હબસી જાતિના બાળકો તેમના આનુંવાન્ષિક ગુણ પ્રમાણે કળા જ હોય છે. ઉજળી જાતિના આપના જેવા લોકો ને એ બાળકો ગમે કે ના પણ ગમે, પરંતુ એ બધા પોતાની માતાને તો એટલા જ વહાલા હોય છે જેટલા સવર્ણ માં ને તેના બાળકો હોય છે. અહી સીદકા એટલે સીડી બાળકો. ઉદાહરણ - " રમા બેનનો દીકરો જન્મથી જ અંધ અને અપંગ છે. રમાબેન આખો દિવસ એના જ કામમાં રહે છે પણ ક્યારેય કોઈની પાસે ફરિયાદ નથી કરી. સાચે જ, સીડી બાઈને સીદકા વહાલા. " ઘણી વખત આ કહેવત કટાક્ષમાં પણ ઉપયોગમાં લેવાય છે. જયારે કોઈ પોતાની વસ્તુને કોઈ દેખીતા કારણ વગર અનહદ રીતે ચાહતું હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ કરી શકાય. ઉદાહરણ - " નાચીઝ નામનો શાયર આમતો સાવ બકવાસ શાયરી લખે છે પણ કોઈ એના વિષે કાંઈ ઘસાતું કહે તો તરત ઉકળી ઉઠે છે. ...
રૂઢિપ્રયોગ - વરને કોણ વખાણે? વર ની માં!
- Get link
- X
- Other Apps
વરને કોણ વખાણે? વર ની માં! પ્રથમ દ્રષ્ટીએ માત્ર વર અને તેની માં ને લાગુ પડતી આ કહેવત ખરેખર તો બહોળા ઉપયોગમાં લઇ શકાય છે. લગ્નોત્સુક વરના વખાણ તેની માતા જ કરે એમાં શું નવાઈ? કોઈ બીજા વખાણ કરે તો તેની સાચી આબરુની ખબર પડી શકે. આમ કોઈ વસ્તુના વખાણ તેનો વિક્રેતા જ કરતો હોય તો ખાસ માની લેવા યોગ્ય ના ગણાય. ઉલટાના વિક્રેતા દ્વારા થતા આવા વખાણ સંભાળનાર માટે અર્થ વગરના અને હાસ્યાસ્પદ બની રહે છે. કોઈ વ્યક્તિ અથવા વસ્તુ ઉપર વ્યાપક અણગમો હોય અને આ વાત બધા જાણતા હોય છતાં તે વ્યક્તિ કે વસ્તુના વિક્રેતા એના ખોટા વખાણ કર્યા કરે ત્યારે આ કહેવત કટાક્ષમાં કહેવાય છે. ઉદાહરણ - " આખી દુનિયા જાણે છે કે ચાયનીઝ વસ્તુઓ તદ્દન હલકી ગુણવત્તાની હોય છે. છતાં ચીની સરકાર તેમની બનાવેલી વસ્તુઓના વખાણ કરતા થાકતા નથી. વરને કોણ વખાણે? વારની માં! " VAR NE KON VAKHANE? VAR NI MA! (Admires the groom who? His mother!) This proverb might seem like related only to the groom and his mother at the first sight. But it is used in a very broad meaning. There is little surprise in groom (or a wannabe groom) ...