કહેવત - બાપ એવા બેટા ને વડ એવા ટેટા

બાપ એવા બેટા ને વડ એવા ટેટા

અર્થ વિસ્તાર:

માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા તેમના માતા-પિતા સાથે થતી હોય છે.

વડ ઉપર ટેટા બેસતા હોય છે કે જેને વિવિધ પ્રક્ષીઓ ખાવા માટે આવતા હોય છે. મનુષ્યો પણ એ ટેટા મસાલા સાથે ખાતા હોય છે. આમાંથી અમુક ટેટા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને અમુક સ્વાદિષ્ટ નથી હોતા. એ સ્વાદમાં  એનો આધાર એ વડના પોતાના લક્ષણો ઉપર આધાર રાખે છે. એ જ રીતે સંતાનોના લક્ષણો પણ તેમના માતા-પિતાના લક્ષણો (અને કર્મો) ઉપર પૂરો આધાર રાખતા હોય છે. આથી સંતાનના લક્ષણોની સરખામણી કરવા માટે આ કહેવતનો ઉપયોગ થાય છે.

નોંધ: આ કહેવત આમ તો "મોરના ઈંડા ચીતરવા ના પડે" એ રૂઢિપ્રયોગને ખુબજ મળતી આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે. આ "મોરના ઈંડા..." રૂઢિપ્રયોગ હંમેશા સંતાન અને તેના માતા અથવા પિતાના વખાણ કરવા માટે જ વપરાય છે. જયારે "બાપ એવા..." એ પિતા અને પુત્રના લક્ષણો વચ્ચે સામ્ય બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે લક્ષણો સારા પણ હોઈ શકે અને ખરાબ પણ. જયારે "મોરના ઈંડા.." રૂઢિપ્રયોગ માત્ર સારા લક્ષણોની સરખામણી કરવા માટે જ ઉપયોગમાં લેવાય છે. એક બીજો પણ તફાવત છે. "મોરના ઈંડા.." એક રૂઢિપ્રયોગ છે અને "બાપ એવા..." એ એક કહેવત છે. બંને વચ્ચેના તફાવત જાણવા માટે અહીં ક્લિક કરો.

અહીં એ વાત પણ નોંધનીય છે કે એક અન્ય રૂઢિપ્રયોગ "કુવામાં હોય તો હવેડામાં આવે ને" પણ આ કહેવત સાથે ઘણો મળતો આવે છે. પણ ફરીથી તફાવત એ છે કે "કુવામાં.." રૂઢિપ્રયોગનો ઉપયોગ માત્ર ખરાબ લક્ષણોની સરખામણી માટે જ થાય છે. અને વળી એ માતાપિતા અને સંતાન વચ્ચેની સરખામણી પૂરતું માર્યાદિત પણ નથી. વધુ સમજણ માટે વાંચો "કુવામાં હોય તો હવેડામાં આવે ને".

ઉદાહરણ ૧ – “સાહેબ આ છોકરો આજે પેન્સિલની ચોરી કરતા પકડાયો છે. પણ જોજો, એક દિવસ આ ઘરફોડી કરતો પકડાશે. એનો બાપ કેટલીય વાર જેલની હવા ખાઈ આવ્યો છે. બાપ એવા બેટા અને વડ એવા ટેટા”.

ઉદાહરણ ૨ – “એના આખા ખાનદામાં પેટની બીમારીઓ છે. એના બાપની કબજિયાતનું નિદાન મોટા મોટા વૈદો પણ નથી કરી શક્યા. તો પછી આ એના છોકરાને કબજિયાતની તકલીફ હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. બાપ એવા બેટા ને વડ એવા ટેટા".


KAHEVAT - BAAP EVA BETA NE VAD EVA TETA

(Like father like children, Like Banian tree, like its fruits)

Arth Vistar:

The impression of the parents' nature, peculiarities, talent and likes-dislikes always show up in their offsprings. Apart from this, parents' karma also plays a major role in the formation of their children. According to the scriptures, the resultant happiness from children is directly affected by the parents' own ancestors' happiness or unhappiness. Thus children's attributes are always compared with their parents.

Banian tree yields good fruits on its branches. Birds love these fruits. Often, people also like to have them with some spices. However sometimes these fruits are very tasty and sometime, not quite. It solely depends upon the tree's health and attributes how their fruits will taste. Thus children's attributes are compared with their parents' using this Banian tree's analogy.

Comments

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં

રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય