રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય

   

મન હોય તો માળવે જવાય 

અર્થ વિસ્તાર:

અંગ્રેજીમાં કહેવાય છે કે Where There Is A Will There Is A Way. આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી. દુર્ભાગ્યથી માણસોની મોટાભાગની મર્યાદાઓ તેમના દ્વારા જ તેમની પોતાની ઉપર થોપવામાં આવી હોય છે. બાકી મનુષ્યમાં અમર્યાદ શક્તિઓ રહેલી હોય છે. આખરે શા માટે સંસારમાં અમુક લોકો ખુબ સફળ હોય છે અને અમુક લોકોનું જીવન અત્યંત સાધારણ રહેતું હોય છે? એનું કારણ ઈચ્છાશક્તિનો તફાવત જ હોય છે.

આમ પણ, જો મન વગર કરવામાં આવે તો ગમે તેટલું સહેલું કામ પણ સારી રીતે થઇ શકતું નથી. આ વિષે પણ એક કહેવત છે - "મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય".

ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખુબ દૂર છે. અગાઉ લાંબા પ્રવાસ માટેના સંસાધનો ખાસ હતા નહિ. માટે વેપાર કે અન્ય અર્થે મેવાળ જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હોતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી જ આ રૂઢિપ્રયોગ પ્રારંભ થયો હોવો જોઈએ.

ઉદાહરણ ૧ – “ભલે એ ગરીબનો છોકરો હોય, ટ્યુશન નથી, સરકારી સ્કૂલમાં ભણે છે, બાપને ધંધામાં મદદ કરે છે, અને નાના ભાઈ બહેનને પણ સાચવે છે. આમ છતાં તે બોર્ડમાં 90% માર્ક સાથે ઉત્તીર્ણ થયો. સાચું જ કહ્યું છે કે, મન હોય તો માળવે જવાય”

ઉદાહરણ ૨ – “ભલે વિયેતનામ એક ગરીબ દેશ હતો અને અમેરિકા એક મહાસત્તા, વિયેતનામ પાસે કોઈ વાયુસેના પણ નહોતી અને અમેરિકા ચણા મમરાની જેમ યુદ્ધવિમાનોનું ઉત્પાદન કરતુ હતું. પણ કહે છે ને, કે મન તો હોય માળવે જવાય. વિયેતનામે તેમના દ્રઢ સંકલ્પ અને અદમ્ય બલિદાન વડે અમેરિકી મહાસત્તાને પણ ધૂળ ચાટતા કરીને હાર આપી હતી".

RUDHIPRAYOG - MAN HOY TO MALVE JAVAY

(Where there is a will there is a way)

Arth Vistar -Vichar Vistar:

Similar to the English proverb "Where there is a will there is a way", this idiom also highlights the will power of the person. If one loses heart thinking that the goal is too difficult to be attempted at, he can never succeed. Unfortunately, majority of the limitation on (wo)men are self inflicted due to weak will power. (Wo)men have limitless power in them. Afterall, why some people do so well in their respective field and majority of people just live ordinary life? The difference is in will power.

Malva is far away from Gujarat and Saurashtra regions. In earlier times, due to the lack of transportation means, it was considered very difficult to travel to Malva. But those with strong will somehow managed to travel there by finding some or the other means. It seems the idiom started with this traits.

Comments

Post a Comment

Popular posts from this blog

રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે

કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)

કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા

રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન

કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત

કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા

રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે

રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી

રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં